Get The App

H.K. આર્ટ્સ કોલેજના પ્રોફેસર તેમના પગારમાંથી કોલેજના જ જરૂરિયાતમંદ વિદ્યાર્થીની ફી ભરે છે

અત્યાર સુધી 300થી વધુ વિદ્યાર્થીની ફી ભરી છે અને દર વર્ષે 15 જેટલા જરૂરિયાતમંદ વિદ્યાર્થીની ફી ભરે છે

Updated: Jun 29th, 2019

GS TEAM

Google News
Google News

આશ્રમરોડ સ્થિત એચ.કે. આર્ટ્સ કોલેજમાં એડમિશન લેતા કોઇ વિદ્યાર્થીની આર્થિક સ્થિતિ સારી ન હોય તેમની ફી કોલેજના પ્રોફેસર જ ભરે છે અને તેેમને વધુ અભ્યાસ કરવાની ઉજળી તક પૂરી પાડે છે. જરૃરિયામંદ વિદ્યાર્થીઓની પોતાના પગારમાંથી અમુક નક્કી કરેલી રકમ લઇને કોલેજના વિદ્યાર્થીઓની ફી ભરીને તેમને વધુ અભ્યાસ કરવીને સમાજને વધુ મજબુત કરવાનો કટિબદ્વ વિચાર કરીને આ સેવાકાર્યમાં કોલેજના પ્રોફેસરો જોડાઇને પોતાનો મહત્વનો ફાળો આપે છે. 

ફી ભરીને તેમને વધુ અભ્યાસ માટે પ્રેરણા આપવાનું કાર્ય કરીએ છીએ

H.K. આર્ટ્સ કોલેજના પ્રોફેસર તેમના પગારમાંથી કોલેજના જ જરૂરિયાતમંદ વિદ્યાર્થીની ફી ભરે છે 1 - imageઅમારી કોલેજના પ્રોફેસરો દ્વારા વિદ્યાર્થીઓની મદદ કરવાનો વિચાર આવ્યો હતો અને તેને લઇને દરેક પ્રોફેસર પાસેથી ચોક્કસ રકમ મેળવીને જરૃરિયાતમંદ વિદ્યાર્થીઓની સાથે દિવ્યાંગ વિદ્યાર્થીઓની ફી ભરવાનું નક્કી કરાયું હતું. અમે૧૫ જેટલાં જરૃરિયાતમંદ વિદ્યાર્થીની કોલેજમાં અભ્યાસ પૂર્ણ કરે ત્યાં સુધીની ફી ભરીએને તેમને વધુ અભ્યાસ માટે પ્રેરણા આપવાનું કાર્ય કરીએ છીએ. અત્યાર સુધીમાં આર્થિક સ્થિતિ સારી ન હોય તેવા ૩૦૦થી વધુ વિદ્યાર્થીની ફી ભરીને તેમને શિક્ષણ અપાવ્યું છે. - મોહન પરમાર, પ્રોફેસર અર્થશાસ્ત્ર


'વિદ્યાદાન મહાદાન છે' અને તે દરેક વિદ્યાર્થીને મળે તે જરૂરી છે

H.K. આર્ટ્સ કોલેજના પ્રોફેસર તેમના પગારમાંથી કોલેજના જ જરૂરિયાતમંદ વિદ્યાર્થીની ફી ભરે છે 2 - imageબાળપણથી જ સાંભળતા આવ્યા છીએ કે 'વિદ્યાદાન મહાદાન છે' તે સૂત્રને અનુસરીને વિદ્યાર્થીઓના માતા -પિતા ન હોય કે પછી રહેવાની સગવડ ન હોય તેવા વિદ્યાર્થીઓને મદદ કરું છું. હું જાણું છું કે પૂરતું શિક્ષણ ન  મળતા વિદ્યાર્થી પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકતા નથી. ત્યારે શિક્ષણ દ્વારા સમાજ પાસેથી મને જે મળ્યું છે તેનું વ્યાજ સહિત આપવાનો આ અનેરો અવસર છે તેમ માનીને આ સેવાકીય પ્રવૃતિનું કાર્યમાં જોડાઇ છું. - ધર્મિષ્ઠાબેન ગોહિલ, પ્રોફેસર તત્વજ્ઞાાન


સારા માર્કસ સાથે પાસ થતાં વિદ્યાર્થી અચૂક મળવા આવે છે

H.K. આર્ટ્સ કોલેજના પ્રોફેસર તેમના પગારમાંથી કોલેજના જ જરૂરિયાતમંદ વિદ્યાર્થીની ફી ભરે છે 3 - imageરાષ્ટ્રીય સેવાના ભાગરૃપે હું દસ વર્ષથી આ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલો છું. વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષામાં અથાગ મહેનત કરીને સારા માર્કસ મેળવીને દરેક પ્રોફેસરને મળવા આવતા હોય છે ત્યારે તેમના ચહેરા પર ઘણો જ આનંદ હોય છે. આ વિદ્યાર્થીઓને તેમના જીવનમાં જ્યારે સારી જગ્યાએ જોબ કરતા હોય છે અને સમયાંતરે કોલેજમાં આવીને પોતાના અભ્યાસ સમયના દિવસોને યાદ કરતા હોય છે. - અમૃતભાઇ પરમાર, પ્રોફેસર ગુજરાતી


પ્રિન્સિપાલને વાત કરતા મારી ફી ભરી હતી અનેે પુસ્તકો આપ્યા હતા

H.K. આર્ટ્સ કોલેજના પ્રોફેસર તેમના પગારમાંથી કોલેજના જ જરૂરિયાતમંદ વિદ્યાર્થીની ફી ભરે છે 4 - imageવધુ અભ્યાસ કરવા માટે હું દ્વારકાથી અમદાવાદ આવી હતી. અમારી આર્થિક સ્થિતિ સારી ન હોવાથી એડમિશન લેતા સમયે મારી મમ્મીએ પ્રિન્સિપાલને રજૂઆત કરતા મારી ફી કોલેજના પ્રોફેસરો દ્વારા ભરવામાં આવી હતી. સમગ્ર જીવન આ કોલેજ પ્રત્યે મને માન છે. - રાધિકા રાઠોડ, સ્ટુડન્ટસ

Tags :