Get The App

'ઇંધણાં વિણવા ગઇ તી'ના સર્જક રાજેન્દ્ર શાહે 'ઇંધણ' નામે કોલસાનો નિષ્ફળ ધંધો પણ કર્યો હતો

જ્ઞાાનપીઠ પુરસ્કૃત કવિના 108મા જન્મદિનપ્રસંગે સાહિત્યિક વ્યાખ્યાન યોજાયું

Updated: Jan 31st, 2020

GS TEAM

Google News
Google News
'ઇંધણાં વિણવા ગઇ તી'ના સર્જક રાજેન્દ્ર શાહે 'ઇંધણ' નામે કોલસાનો નિષ્ફળ ધંધો પણ કર્યો હતો 1 - image

ગુજરાતી સાહિત્ય પરીષદમાં જ્ઞાાનપીઠપુરસ્કૃત કવિ રાજેન્દ્ર શાહના ૧૦૮મા જન્મદિનપ્રસંગે સાહિત્યિક વ્યાખ્યાન 'નિરુદ્દેશે'નું આયોજન કરાયું હતું. નિરુદ્દેશે સાહિત્યિક વ્યાખ્યાનમાં કવિ રાજેન્દ્ર શાહની જીવનયાત્રા વિશે પ્રફૂલ્લ રાવલ, કાવ્યસૃષ્ટિ વિશે હર્ષદ ત્રિવેદી અને ધીરુ પરીખે અધ્યક્ષીય વક્તવ્ય આપ્યું હતું.  પ્રફુલ્લ રાવલે રાજેન્દ્ર શાહના જીવન વિશે વાત કરતાં કહ્યું કે, બે વર્ષની વયમાં તેમના પિતાનું મૃત્યુ થતા માતા લલિતાબેને ખૂબ જ જતનપૂર્વક ઉછેર કર્યો હતો. રાજેન્દ્ર શાહ કુમાર સામયિકમાં ગયા પછી તેમનો પરિચય બચુભાઇ રાવત સાથે થતાં તેમની કવિતા ધારદાર બની હતી. લોકપ્રિય ગીત 'ઇંધણા વિણવા ગઇ તી' લોકપ્રિય ની રચના કરનાર રાજેન્દ્ર શાહે અમદાવાદમાં 'ઇંધણ' નામે કોલસાનો નિષ્ફળ ધંધો પણ કર્યો હતો. રાજેન્દ્ર શાહ સ્પષ્ટ અને સ્થિર કવિ હતા. તેમને ઘણા બધાં પક્ષીકાવ્યોની રચના કરી હતી તેમજ તેમની કવિતામાં પ્રકૃતિપ્રેમ છલકાય છે. કવિલોક નામે શરૃ કરેલ દ્વિમાસિક આજ દિન સુધી ચાલે છે. નિવૃત થયા પછી ચાલીસ વર્ષ સુધી કાવ્યોની રચના કરી હતી. તેમજ ધીરુ પરીખે અધ્યક્ષીય વક્તવ્ય આપતાં કહ્યું કે, રાજેન્દ્ર શાહે ૨૪ કાવ્યસંગ્રહો આપ્યા છે જેમાં મોટા ભાગના કાવ્યસંગ્રહો ઘણા પ્રચલિત છે. ઘણાં વર્ષો સુધી મુંબઇમાં રહ્યાં હતા પરંતુ તેમને મુંબઇ નગરીને નકારાત્મક ચીતરી નથી. તેઓને હંમેશા મેં મારા મોટાભાઇ તરીકે માન્યા છે.

તેમનાં કાવ્યોમાંં પ્રેમની વિભાવના વધારે જોવા મળતી 

રાજેન્દ્ર શાહની કાવ્યસૃષ્ટિ વિશે વાત કરતાં કહ્યું કે, સાત દાયકાથી વધુ સમય તેમને કાવ્ય સર્જનનું સાતત્યપૂર્ણ કાર્ય કર્યું હતું. ઉશનસે નોંધ્યું છે કે, રાજેન્દ્ર શાહ 'ગુજરાતી ભાષાના ભારતીય કવિ છે'.  જીવનની છિન્નભિન્નતા  કે નકારાત્મક તેમના કાવ્યોમાં ક્યાંય જોવા મળતી નથી. તેમનાં કાવ્યોમાંં પ્રેમની વિભાવના વધારે જોવા મળતી હોેવાથી એ રીતે તેઓ રંગોના કવિ હતા. તેમણે કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.. રામ વૃંદાવનના નામે ગઝલનું સર્જન કર્યું હતું.- હર્ષદ ત્રિવેદી, સાહિત્યકાર 


Tags :