જીવનના છેલ્લાં વર્ષમાં રામાનુજને ગણિતની 6 હજાર ફોર્મ્યુલા આપી
IIT ગાંધીનગરમાં 'લિવિંગ વિથ રામાનુજન ફોર 45+ યર્સ' પર પ્રો. બુ્રસ સી બેર્નડટનું લેક્ચર યોજાયું
આઈઆઈટી ગાંધીનગર ખાતે 'લિવિંગ વિથ રામાનુજન ફોર ૪૫+ યર્સ' પર અમેરિકાની યુનિવર્સિટીના પ્રો. બુ્રસ સી બેર્નડટનું લેક્ચર યોજાયું હતું. તેમણે કહ્યું કે, રામાનુજને ગણિતને સરળ બનાવવા માટે ઘણા કાર્યો કર્યા છે. રામાનુજને તેમના જીવનના છેલ્લા વર્ષોમાં લખેલા ગણિતના ઉકેલને 'રામાનુજનની લોસ્ટ નોટબૂક' તરીકે ઓખળવામાં આવે છે. રામાનુજન દ્વારા લખાયેલી ૧૦૦થી વધારે પેજની હસ્તપ્રતમાં ૬ હજારથી વધારે ગણિતના ફોરમ્યુલા છે. ૧૯૨૦માં રામાનુજનના મૃત્યુ પછી તેમના પત્નીએ નોટબૂક યુનિવર્સિટી ઓફ મદ્રાસને આપી હતી ત્યારબાદ આ નોટબૂક રામાનુજનના મેન્ટોર જી.એ. હાર્ડીને ટ્રીનીટી કોલેજમાં મોકલી અપાઇ હતી.
બિમારી પર ધ્યાન આપવાનું છોડી ગણિતની ફોર્મ્યુલા બનાવી
રામાનુજને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ગણિત પર સારૃ કામ કર્યું છે. ઇંગ્લેન્ડમાં ફૂડ માફક ન આવવાથી તેમની તબિયત ખરાબ થઇ હતી. જે તેમના મૃત્યુનું કારણ બન્યું હતું. પરંતુ પોનાના નાના જીવનમાં તેઓએ ગણિતમાં ખૂબ યોગદાન આપ્યું છે. જીવનના છેલ્લા વર્ષોમાં પણ તેઓ બીમારી પર ધ્યાન આપવાનું છોડીને ગણિતના ફોર્મ્યુલા બનાવતા હતા. આજે પણ તેમના ગણિતના ફોર્મ્યુલા પર સંશોધન થઇ રહ્યું છે.
રામાનુજનના મોક થેટા ફંક્શનનો ઉપયોગ બ્લેક હોલની ઊર્જાની ગણતરીમાં પણ થાય છે
રામાનુજનની લોસ્ટ નોટબૂકમાં મોક થેટા ફંક્શનનો ઉલ્લેખ પ્રથમ વખત કરવામાં આવ્યો છે. મોક થેડા ફંક્શનનો ઉપયોગ બ્લેકહોલની અપ્રાય ઊર્જાની ગણતરીમાં પણ કરવામાં આવે છે. ઉપરાંત રામાનુજન દ્વારા અપાયેલા અન્ય ઘણા ફોરમ્યુલાનો ઉપયોગ પણ નવા સંશોધન માટે કરી શકાય છે. રામાનુજનની લોસ્ટ નોટબૂકમાં ગણિતના ઘણા પ્રશ્નોનો ઉકેલ સહેલાઇથી મળી રહે છે.