મંગલયાન અને ચંદ્રયાન-2ના વૈજ્ઞાાનિકો ફ્યુચર ટેકનોલોજી વિશે વાત કરશે
L.Dના સ્પેસ એન્ડ સાયન્સ ફેસ્ટ 'તરંગ'માં
એલ.ડી.એન્જિનિયરિંગની પ્રકલ્પ ક્લબ દ્વારા 'તરંગ' ફેસ્ટ હોસ્ટ કરાયો છે, જેમાં સ્ટુડન્ટસે ૪૫ દિવસની મહેનતને અંતે કાર્ડબોર્ડ, પ્લાસ્ટર ઓફ પેરિસ, પાઇપ્સ, થર્મોકોલ્સ, લોખંડ અને સોલર પેનલની મદદથી સેટેલાઇટ અને રોકેટના મોડેલ તૈયાર કર્યા છે
એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજના 'પ્રકલ્પ' ક્લબના વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાતનો સૌથી મોટો સ્પેસ એન્ડ સાયન્સ ફેસ્ટ 'તરંગ' હોસ્ટ કરાયો છે. જે આજથી શરૃ થશે. બે દિવસીય આ ફેસ્ટમાં ઇસરો તરફથી બે દિવસનું સાયન્સ સંબંધિત પ્રદર્શન રજૂ કરાશે, જેમાં ઇસરોના અગત્યના વિજ્ઞાાન સંબંધિત પ્રોજેક્ટ તથા મોડેલ્સ રજૂ થશે. આ ઉપરાંત ઇસરોના હમણાંજ થયેલ અભુતપૂર્વ મિશનો પૈકીના મંગલ મિશન તથા ચંદ્રયાન ઉપર તેમાં કરેલા વૈજ્ઞાાનિકો તેઓનું નોલેજ શેર કરશે. આ સાથે બહુચર્ચિત વિષયો જેવા કે બ્લેકહોલ, પ્લાઝ્મા અને વેક્યુમ રિસર્ચ ફિલ્ડમાં રસ ધરાવતા લોકો માટે તેમના કરિયરમાં આવનારી તકો વિશે પી.આર.એલ. અને આઇ.પી.આર. જેવી સંસ્થાના વૈજ્ઞાાનિકો અને કન્સલ્ટન્ટ માર્ગદર્શન આપશે.
બે દિવસના આ ફેસ્ટ માટે એલ.ડી.ના વોલેન્ટીયર્સ અને પ્રોફેસર્સ છેલ્લા બે મહિનાથી આના માટે ટીમવર્ક કરી રહ્યા છે. સ્પેસ અને સાયન્સ ફેસ્ટમાં એલજીયન્સે એક અલગ કલ્ચર ડેવલપ થાય તે માટે માત્ર રોકેટ મેકિંગ વર્કશોપનું આયોજન કર્યું છે. આ ઉપરાંત ૪૫ દિવસની મહેનતને અંતે સ્ટુડન્ટે કાર્ડબોર્ડ, પ્લાસ્ટર ઓફ પેરિસ, પાઇપ્સ, થર્મોકોલ્સ, લોખંડ અને સોલર પેનલનો ઉપયોગ કરીને સેટેલાઇટ મોડેલ અને રોકેટ મોડેલ ઊભું કર્યું છે. આ અંગે વાત કરતા એલ.ડી.ના સ્ટુડન્ટ વત્સલ કારિયાએ કહ્યું કે, આ ફેસ્ટમાં દરેક વ્યકિત સ્પેસ અને સાયન્સની ફિલ લઇ શકે તે માટે તમામ ડેકોરેશન આ થીમ પ્રમાણે છે અને ફેશન શોમાં પણ સ્પેસ થીમ હોવાથી દરેક વિદ્યાર્થી એ જ પ્રકારના કોસ્ચ્યુમમાં રેમ્પ વૉક કરશે.