Get The App

જયપુરની સુપરમોમે છેલ્લાં 21 વર્ષમાં 1037 બાળકોને પોતાના ઘરમાં સાચવ્યાં

અનાથ બાળકોના ભરણપોષણ માટે કર્ણાવતી કલબમાં 24 કલાક નોનસ્ટોપ પેઈન્ટિંગ કરશે

Updated: Jan 3rd, 2020

GS TEAM

Google News
Google News
જયપુરની સુપરમોમે છેલ્લાં 21 વર્ષમાં 1037 બાળકોને પોતાના ઘરમાં સાચવ્યાં 1 - image

અનાથ અને ગરીબ બાળકોના ભવિષ્ય માટે જયપુર રાજસ્થાનની મનન ચતુર્વેદી દેશભરમાં પેઇન્ટિંગ મેરાથોન કરી રહી છે. મનન ચતુર્વેદી એક સુપરમોમ છે. એવી સુપરમોમ કે જેણે દેશભરમાંથી તરછોડાયેલા બાળકોની તે માતા બની છે અને છેલ્લા ૨૩ વર્ષથી તે સતત તેમનું ભરણપોષણ કરી રહી છે. ફૂટપાથ પરથી કે રેલવે સ્ટેશન મળ્યું હોય તેવા ૧૫૭ બાળકોને હાલ મનન પોતાની સાથે જ તેમના ઘરમાં જ નિરાધાર બાળકોને સાચવવાની અને શિક્ષણ આપવાની સંપૂર્ણ જવાબદારી ઉપાડી રહી છે. બાળકોના ભરણપોષણ માટે પૈસાની જરૃર પડે છે અને તેને માટે તેઓ એક જ જગ્યા પર ૨૪,૪૮ કે ૭૨ કલાક એકધારું બેસીની તેમના બન્ને હાથોથી સુંદર પેઇન્ટિંગ કરે છે અને આ પેઇન્ટિંગ સેવાભાવી લોકો ખરીદે છે અને મળેલ રકમમાંથી મનન નિર્દોષ બાળકોનું ભરણપોષણ કરે છે. આ માટે મનન આજે કર્ણાવતી ક્લબ ખાતે સતત ૨૪ કલાક પેઇન્ટિંગ તૈયાર કરશે.

કચરાપેટીમાંથી અર્ધનગ્ન હાલતમાં બાળકી મળી, તે જોઇ ફેશન ડિઝાઇનિંગ માટે બીજા દેશમાં જવાનો વિચાર છોડયો 

આશરે ૨૩ વર્ષ પહેલાં મને એક મોટી ફેશન ડિઝાઇનિંગ ઇન્સ્ટિટયૂટ દ્વારા સ્કોલરશિપ મળી હતી અને હું દિલ્હીથી જયપુર બસમાં જઇ રહી હતી. બસ જ્યારે બસ સ્ટેશન પર ઊભી રહી ત્યારે કચરાના ડબ્બામાંથી અવાજ આવી રહ્યો હતો. નજીક જઇને જોયું તો ભૂંડના નાના બચ્ચા સાથે એક નાની બાળકી તે કચરાપેટીમાંથી ખાવાનું શોધી રહ્યા હતા. આ દ્રશ્ય જોઇને મન દ્રવી ઉઠયું. તે છોકરીને કચરાપેટીમાંથી ઉપાડતા ઘણા વિચાર આવી રહ્યા હતા. તેમાં પહેલો વિચાર આવ્યો કે મારા દેશના બાળકોને પહેરવા કપડા નથી અને હું બીજાના દેશમાં જઇને તેમના કપડાં ડિઝાઇન કરું આ યોગ્ય નથી. મેં મારી ફેશન ડિઝાઇનિંગની કરિયર ત્યાં જ પડતી મૂકી અને ત્યારબાદ બે, ત્રણ, પાંચ કરતા કરતા ઘણા બાળકોને મારા ઘરમાં જ સાચવું છું. - મનન ચતુર્વેદી



Tags :