Get The App

સમગ્ર ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજના ત્રણ શ્રેષ્ઠ પ્રોજેક્ટને IT એવોર્ડ અપાયો

Updated: Sep 16th, 2017

GS TEAM

Google News
Google News
સમગ્ર ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજના ત્રણ શ્રેષ્ઠ પ્રોજેક્ટને IT એવોર્ડ અપાયો 1 - image

IT ઇન્ડસ્ટ્રીમાં ટકવા વિદ્યાર્થીએ ઓલ રાઉન્ડર બનવું પડશે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલા ફંક્શનમાં દેવાંગ મહેતા આઇટી એવોર્ડથી સુરતની સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ, યુ.વી.પટેલ એન્જિનિયરિંગ અને રાજકોટની બી.વી.પી.એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીને એવોર્ડથી સન્માનિત કરાયા નાસકોમના પૂર્વ પ્રેસિડેન્ટ અને મૂળ ગુજરાતી એવા દેવાંગ મહેતાની યાદમાં દર સાલ તેમના જન્મદિવસે દેવાંગ મહેતા આઈટી એવોર્ડ્ઝનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આ કાર્યક્રમ ૧૫ સપ્ટેમ્બરે એન્જિનિયરિંગ ડેના રોજ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલ. જેમાં ગુજરાતની કોલેજના ટોપર સ્ટુડન્ટ્સને સન્માનિત પણ કરાયા હતા. આ પ્રસંગે યોજાયેલા દેવાંગ મહેતા મેમોરિયલ લેક્ચરમાં નાસકોમના કો-ફાઉન્ડર એવા અશાંક દેસાઈએ કહ્યું કે, 'આઈટી ઈન્ડસ્ટ્રીમાં બહુ ઝડપથી બદલાવ આવી રહ્યો છે અને તેમાં ટકવા વિદ્યાર્થીઓએ ઓલ રાઉન્ડર બનવું પડશે. તથા સામે રહેલી ઓપર્ચ્યુનિટીને સમજવી પડશે. સ્વાસ્થ્યમ- વાતાવરણ પ્રમાણે તબિયતની  શું કાળજી લેવી જોઈએ તે અંગે સલાહ આપતું ડિવાઈસ સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ, સુરતના ચાર વિદ્યાર્થીઓ દિપક મકવાણા, હર્ષ ગાંધી, જેનિશ દૂધાત અને જેનિશ મુનિવાલાએ સ્વાસ્થ્યમ નામનું ડિવાઈસ તૈયાર કર્યું છે. આ ડિવાઈસને ઘડિયાળની જેમ હાથ પર પહેરવાનું રહે છે. તેમાં હવાનું પ્રદૂષણ, તાપમાન, ભેજ જેવા વાતાવરણમાં આવતા બદલાવ તથા હૃદયના ધબકારા, બીપી જેવા પેરામીટર સ્ટોર થાય છે. અને આ પરથી જે-તે વાતાવરણ દરમિયાન તમારી હેલ્થને લઈને તમારે શું કાળજી રાખવી જરૃરી છે તેની માહિતી તમારા મોબાઈલમાં મળે છે. ઉદાહરણ તરીકે ચોમાસામાં તમને ભૂતકાળમાં મેલેરિયા થયો હોય તો આ ડિવાઈસ તમને મચ્છરની દવા છાંટવાની અને માસ્ક પહેરવાની  સલાહ આપશે. ઓટોમેટેડ ઈરિગેશન કન્ટ્રોલર યુઝિંગરાસબરીપાઈ ગમે ત્યાંથી છોડને પાણી પીવડાવો રાજકોટની બીવીપી એન્જિનિયરીંગ કોલેજની વિદ્યાર્થિની એન.એસ. અંજુએ તૈયાર કરેલા ડિવાઈસથી આપણે ક્યાંય પણ બેઠાં-બેઠાં ઘરે રાખેલા છોડને પાણી આપી તેમની કાળજી લઈ શકીએ છીએ. અંજુએ આ પ્રોજેક્ટ એકલા હાથે તૈયાર કર્યો હતો અને તે આ વર્ષે એવોર્ડ મેળવનાર તે એકમાત્ર વિદ્યાર્થિની છે. ઈન્ટેલિજન્ટ વેસ્ટ સેગ્રિગેશન-જાતે કચરાનું વર્ગીકરણ કરતું ડસ્ટબીન આપણે ત્યાં કચરાનું વર્ગીકરણ કરવાની જાગૃતિ નથી આવી તે જોતાં યુ.વી. પટેલ એન્જિનિયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ પાર્થ પટેલ અને જગદીશ પાટિલે ડિઝાઈન કરેલી અનોખી સિસ્ટમમાં ડસ્ટબીનમાં કચરો નાંખતા પહેલાં તમારે બોલવાનું રહે છે કે તમે શું નાખી રહ્યા છો. તમારા વોઈસને ડિટેક્ટ કરીને ડસ્ટબીન જાતે જ એ પ્રમાણે તેનું વર્ગીકરણ કરશે. આનાથી ૯૦ ટકા જેટલા કચરાને રિસાયકલ કરવામાં મદદ મળશે. આ વિદ્યાર્થીઓએ બનાવેલ અન્ય મોડલ સૂકા અને ભીના કચરાને જાતે જ વર્ગીકૃત કરી શકે છે. આ સિસ્ટમથી પિરાણા જેવી સાઈટ પર ઠલવાતા કચરામાં ઘણો ઘટાડો થશે.