આર્થિક વિકાસની પ્રક્રિયામાં રાજકીય સ્થિરતા મહત્વની
IIM-A ખાતે 'ઇન્ડિયન બિઝનેસ એન્ડ ઇકોનોમીક હિસ્ટ્રી' વિષય પર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાઇ
ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ) ખાતે 'ઇન્ડિયન બિઝનેસ એન્ડ ઇકોનોમીક હિસ્ટ્રી' વિષય પર ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું, જેમાં દેશ-વિદેશના તજજ્ઞો હાજર રહીને ઇન્ડીયન બિઝનેસ ઇકોનીમી વિશે વાત કરી હતી. ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં જાણીતા ઇતિહાસકાર ડૉ.પ્રો.મકરંદ મહેતા, યુ.એસ.એ.ના પ્રો.ડગલચ હેન્સ, આઇઆઇએમના પ્રો.ચિન્મય તુંબે હાજર રહ્યાં હતા.
'પોલિટિકલ ઇકોનોમી એન્ડ ઇન્ડિઝીનસ બેન્કિંગ ઇન વેર્સ્ટન ઇન્ડિયાઃ કેસ સ્ટડી ઓફ ધી ત્રવાડી ફર્મ ઓફ સુરત' વિશે વાત કરતાં કહ્યું કે, ૧૭મા સૈકામાં મુગલશાસન અને વહીવટીતંત્ર સુદ્દઢ હતું ત્યારે ગુજરાતના વેપારીઓ, શ્રેષ્ઠીઓ અને શાહુકારોએ દેશ-વિદેશ સાથે વ્યાપાર કરીને ગુજરાત અને ભારતની ઇકોનોમીમાં વધારો કર્યો હતો. વીરજી વોરા, ભીમજી પારેખ, હરી વૈશ્ય અને અબ્દુલ ગફાર જેવા મોટા વેપારીઓ તેમજ અમદાવાદના નગરશેઠ શાંતિદાસ ઝવેરી, વનમાળીદાસ તાપીદાસ અને ઉદ્વવજી જેવા શ્રેષ્ઠીઓએ યુરોપીયન કંપનીઓ સાથે સ્પર્ધા કરીને દેશને આર્થિક ર્દષ્ટ્રિએ સમૃદ્વ બનાવ્યો હતો. આર્થિક વિકાસની પ્રક્રિયામાં રાજકીય સ્થિરતા મહત્વનો ભાગ ભજવે છે. ત્યારબાદ ૧૮માં સૈકામાં મુઘલ શાસન ખોરવાઇ જતાં દેશમાં રાજકીય યુદ્વ થતા વેપારીઓ, શ્રેષ્ઠીઓ, શાહુકારો નિર્બળ બન્યા હતા અને તેનો લાભ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ લીધો હતો. અર્જુનજી નાથજી ત્રવાડીએ સુરતનું મહત્વ જાણીને ૧૬૯૪માં બનારસથી સ્થળાંતર કરીને સુરતમાં બ્રાહ્મણ પેઢી શરૃ કરી હતી જે સમય જતા એક આતંરરાષ્ટ્રીય બંદર તરીકે વિકા પામ્યંુ હતું. સમય જતા ત્રવાડી કુંટુબના ઝઘડાઓને લઇને તેમની પેઢી તુટી પડી હતી જે બિઝનેસ મેનેજમેન્ટના ઇતિહાસમા અણધાર્યું કહી શકાય તેવું નુકસાન થયું હતું.
વેસ્ટર્ન કંપનીએ ઇન્ડિયામાં પબ્લિકના માઇન્ડને સમજીને વેપાર શરૂ કર્યો હતો
વેસ્ટર્ન પ્રોફેશનલ એડવર્ડટાઇઝિંગ કંપનીઓએ ભારતના લોકોને સમજવા માટે વિવિધ બ્રાન્ચની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં મીડલ ક્લાસના લોકોને વધુ ધ્યાનમાં રાખીને તેમનો બિઝનેસ કાર્યને વધારતા હતા. વેસ્ટર્ન કંપનીએ ઇન્ડિયામાં પોતાના માઇન્ડ સેટથી નહીં પણ પબિલ્કના માઇન્ડને સમજીને વેપાર શરૃ કર્યો હતો, જેમાં સ્થાનીક લોકોને એજન્સીમાં કામ કરાવીને લોકોને વધુ સ્થાનીક લોકો સુધી પોતાની બ્રાન્ડની ચીજવસ્તુઓનું વેચાણ કરતા હતા. ૧૯૩૦ પહેલાં ટેક્સ ભરતા ન હોવાનો તેની સ્થાપના કરવામાં આવી હતી. ૧૯૨૫થી ૧૯૪૦ સુધીમાં બ્રાન્ડનામ ધરાવતી વેસ્ટર્ન કંપનીઓમાં લીવર કંપનીમાંથી હિન્દુસ્તાન લીવર બની હતી જે અમેરિકન કંપની હતી તેના દ્વારા લક્સ સાબુ, લાઇફબોય સાબુ, હોરલીક્સ જેવી વસ્તુઓનું વેચાણ કરતા હતા. આ રિસર્ચ માટે ગુજરાત સમાચાર, પ્રજાબંધુ અને બીજા ઘણા મરાઠી, હિન્દી ન્યૂઝ પેપરનો સહારો લીધો છે. -પ્રો. ડગલચ હેન્સ, યુ.એસ.એ
કોર્પોરેટ બોર્ડમાં મહિલાઓએ પોતાની જગ્યા બનાવી છે
પહેલાંના સમયમાં જ્યારે મહિલાઓ ઘરની બહાર નીકળતી ન હતી ત્યારે પરિસ્થિતિ ઘણી વિકટ હતી. સમય જતા શિક્ષણને લીધે મહિલાઓએ બિઝનેસમાં ઝંપલાવીને પોતાનું સ્થાન મેળવ્યું છે.૧૯૦૯થી ૧૯૯૮સુધીમાં સુમતી મોરારજીએ પોતાની કાર્યશૈલીને લઇને પોતાની જવાબદારી નિભાવી હતી જે તે સમયમાં મહિલાઓ માટે એક ઉદાહરણરૃપ ગણી શકાય છે. ૧૯૬૦થી ૧૯૯૦ સુધીમાં ઇન્દિરા ગાંધીએ મહિલાઓ માટે ઘણા કાર્ય કર્યા હતા અને તેને લીધે મહિલાઓ કાર્પોરેટક્ષેત્રમાં પોતાની નામના મેળવી હતી. આજના સમયમાં મહિલાઓ પુરુષોની જેમ દરેક ક્ષેત્રમાં ઉત્સાહ સાથે કાર્ય કરી રહી છે જે મહિલાઓનો અથાગ મહેનતનું પરિણામ કહી શકાય. - ચિન્મય તુંબે, પ્રોફેસર, આઇઆઇએમ