Get The App

દિવ્યાંગ સ્ટુડન્ટ હવે કેબની જેમ રાઇટર બૂક કરી શકશે

SMPIC ખાતે બે દિવસીય મેનેજમેન્ટ ફેસ્ટિવલ 'ઇનોવેશન- ઇનોવેટ વિધીન યુ'

Updated: Jan 6th, 2020

GS TEAM

Google News
Google News
દિવ્યાંગ સ્ટુડન્ટ હવે કેબની જેમ રાઇટર બૂક કરી શકશે 1 - image

જી.એલ.એસ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ કોમર્સ (એસએમપીક) ખાતે બે દિવસીય મેનેજમેન્ટ ફેસ્ટિવલ 'ઇનોવેશન- ઇનોવેટ વિથીન યુ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ નેશનલ મેનેજમેન્ટ ફેસ્ટિવલમાં ભારતભરની વિવિધ કોલેજની ટીમોએ વિવિધ મેનેજમેન્ટ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો, જેમાં સ્ટુડન્ટસની વિવિધ ૪૦ ટીમે લોકોને મદદરૃપ થઇ શકે તે માટે ઇનોવેટિવ પ્રોજેક્ટ તૈયાર કર્યા હતા. આ અંગે વાત કરતા જી.એલ.એસ. યુનિવર્સિટીના રજિસ્ટાર ડૉ.ધર્મેશ શાહે કહ્યું કે, જીએલએસ ઇનોવેશનમાં વિશ્વાસ રાખે છે. સમાજ અને ટેકનોલોજી પ્રગતિ કરી રહ્યો છે ત્યારે દરેકે પોતાની જાતને અપગ્રેડ કરવી પડશે જો આવું નહી થાય તો બજારમાં ટકી શકાશે નહી. ભાગ લેનાર સ્ટુડન્ટ ટીમે લોકોને જે બાબતમાં અગવડનો સામનો કરવો પડે છે તેવું ન થાય તેના માટે કમરકસી હતી.

રાઇટર કેન્સલ થશે તો બેકઅપ રાઇટર તાત્કાલિક બૂક થશે

અત્યારે જે સ્ટુડન્ટસ જોઇ નથી શકતો કે લખી નથી શકતો તેને પરીક્ષા આપવા માટે એક વેબ એપ્લિકેશન 'સક્ષમ- અમદાવાદ આઇએમ કેપેબલ' તૈયાર કરી. આ ટેલિફોનિક  એપ્લિકેશનથી સ્ટુડન્ટ રાઇટરને કેબની જેમ બૂક કરી શકશે. તેને આધારે રાઇટર એલોટ કરાશે. જો એક રાઇટર કેન્સલ થશે તો બેકઅપ રાઇટર તાત્કાલિક બૂક થશે. આ માટે અમે રાઇટરનો ડેટાબેઝ ખૂબ મજબૂત કર્યો છે. અત્યારે અમદાવાદમાં ૨૦૦ થી વધુ રાઇટર સાથે જોડાયેલા છે. - સ્વપનીલ, નિહારીકા, ઇશા, જોલી, હિમાંશુ, ધીરજ, જીએલએસ આઇએમબીએ

4 ફોન એક સાથે ચાર્જ થઇ શકે તેવું વાયરલેસ ચાર્જર 

એક સાથે ઘણા લોકો પ્રવાસે જાય ત્યારે સૌથી મોટી મુશ્કેલી મોબાઇલ ચાર્જ કરવાની હોય છે એક સાથે ચાર ફોનમાં ચાર્જર થઇ શકે, આ માટે અમે ત્રણ મહિનાની મહેનત કરી છે. આ માટે ચોરસ બોક્સ તૈયાર કર્યું છે, જેમાં એલઇડી સ્ક્રીન છે. તેને કોઇપણ જગ્યાએ મૂકીને તેની ચારેતરફ ફોન અટેચ કરતા ચાર્જીંગ થશે.- રિયા, સુમેધ અને મનાલી, આર.એ.પોદાર કોલેજ


Tags :