Get The App

મોટેભાગે લોકો માને છે કે 'ચૂપ રહીશું તો સેફ રહીશું' જ્યારે ,કેટલાક આ સીમાઓ તોડી અવાજ ઉઠાવતા થયા છે

ઇન્ડિયન ડેમોક્રેસી- ઇશ્યૂ અને ચેલેન્જીસ વિશે વાત કરતા ઇન્ડિયન એક્ટર, ડાયરેક્ટ, રાઇટર અને સોશિયસ એડવોકેટ નંદિતા દાસે કહ્યું કે,

Updated: Jul 2nd, 2020

GS TEAM

Google News
Google News

 વસંત રાવ હેગિસ્ટે અને રજબ અલી લાખાણીએ ૧ જુલાઇ, ૧૯૪૬માં સાપ્રદાયિક સુમેળ માટે પોતાનો જીવ બલિદાન આપ્યો હતો. અલગ અલગ ધર્મ માથી આવતા બે ખાસ મિત્રો રથયાત્રાના દિવસે કામમા લાગેલા હતા ત્યારે એક દલિતપરિવારને ટોળા દ્વારા ઘેરી લેવામાં આવ્યા છે તેવા સમાચાર મળતા તેઓ ત્યા દોડી ગયા પરંતુ ટોળુ ઉશ્કેરાયેલુ હતું અને આ દલિત પરિવારને બચાવવા માટે તે દિવસે વસંત અને રજબે પોતાનો જીવ ગુમાવ્યો. તેમના આ બદિલાનને યાદ રાખી અને કોમી એકતાની જ્યોતને પ્રજવલ્લીત રાખવા અનહદ દ્વારા ૨૦૦૩ થી ૧ જુલાઇએ કમ્યુનલ હાર્મની ડે (સામાજીક એકતા દિવસ) તરીકે સેલિબ્રેટ કરે છે. દર વર્ષે કલ્ચરલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે વર્ચ્યુઅલ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેબિનારમાટે હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટ મંજુલા પ્રદિપ, નંદિતા દાસ, વ્રિન્દા ગ્રોવર, સબા આઝાદ અને સોનમ કાલરાએ ફેસબુક લાઇવ  થઇને ઘણી એકતા માટે ઘણી વાતો કરી.

 જેના વિચાર આપણાથી અલગ છે તેમની સાથે કનેક્ટ થવાનો પ્રયત્ન કરો

મોટેભાગે લોકો માને છે કે 'ચૂપ રહીશું તો સેફ રહીશું' જ્યારે ,કેટલાક આ સીમાઓ તોડી અવાજ ઉઠાવતા થયા છે 1 - imageઇન્ડિયન ડેમોક્રેસી- ઇશ્યુઝ એન્ડ ચેલેન્જીસ પર વાત કરતા ઇન્ડિયન એક્ટર, ડાયરેક્ટર, રાઇટર એન્ડ સોશિયલ એડવોકેટ નંદિતા દાસે  કહ્યું કે, જો તમને કોઇ બાબતે તકલીફ પડે છે તો સમજવું કે તમે જીવી રહ્યા છો. અત્યારે કોઇ વ્યક્તિ કોઇ પણ બાબતને પર્સનલી નથી લેતા આપણી સાથે થશે કે આપણી આસપાસ થશે ત્યારે કંઇક કરીશું તેવી માનસિકતા ધરાવે છે જ્યારે ઘણા આ પેન્ડેમિકમાં પણ અવાજ ઉઠાવવાની તાકાત રાખે છે. જ્યારે તમે કોઇ વાત પર સાચુ કે ખોટુ નક્કી કરી લો ત્યારે તેના માટે અવાજ ઉઠાવવા બળ મળે છે. દરેક લોકોને સમાન ઇજ્જત મળે તેના માટે કોઇપણ ડર વગર લડવું પડશે. વિભાજનની જે પોલિટિક્સ અત્યારે ચાલી રહી છે તેનો ભાગ ન બનો.'ફિલ્ડ ઇન્ડસ્ટ્રીમાં જે લોકો રહેતા કે ખોટા સામે અવાજ ઉઠાવીશું તે સરકારથી ડરીને કેમ ચુપ બેઠા છે?' તે પ્રશ્નના જવાબ આપતા તેઓએ કહ્યું કે, સમાજ ડર થી ઘેરાયેલો છે અને ઇન્ડસ્ટ્રી પણ આ સમાજનો જ એક ભાગ છે. દરેક એવું લાગે છે કે, ચૂપ રહીશું તો સેફ રહીશું.. કદાચ ફેસબૂક લાઇવમાં પણ કંઇક બોલી દઇશું તો આપણા ઘરે પોલીસ ન આવી જાય તેની બીકમાં છે જ્યારે ઘણા લોકો બોલે પણ છે.કોઇના વિચારોને દબાવવા કરતા જેના વિચારો આપણાથી અલગ છે તેમની સાથે કનેક્ટ થવાનો પ્રયત્ન કરો.

જે લોકોને વિવિધતા, ધર્મ અને કલ્ચરથી પ્રોબ્લેમ છે તેઓ હિન્દુસ્તાની નથી

મોટેભાગે લોકો માને છે કે 'ચૂપ રહીશું તો સેફ રહીશું' જ્યારે ,કેટલાક આ સીમાઓ તોડી અવાજ ઉઠાવતા થયા છે 2 - imageઆ કમ્યુનલ અટેશન્સના ભરેલા સમયમાં જે કમ્યુનલ હાર્મની માટે લડયા તેમને યાદ કરવા જરૃરી છે. જે દેશમાં હજારો ભાષાઓ, દરેક પ્રદેશ અને તેમા રહેનારા લોકો અલગ દેખાય છે ત્યારે યુનીટી અને વિવિધતા વિકલ્પ નથી. જે લોકોને વિવિધતા, ધર્મ અને કલ્ચરથી પ્રોબ્લેમ છે તેઓ હિન્દુસ્તાની નથી. કદાચ કેટલાક લોકો એવા છે કે જે આપણને વિભાજીત કરવા માંગે છે, આપણો ઉપયોગ કરવા માંગે છે તેઓને યાદ કરાવવાનું છે કે 'હમ બટને વાલો મે સે નહી હૈ'. લડીને આપણને કંઇજ નથી મળવાનું અને ડિફરન્સીસને જોતા રહીશું તો કોઇ આગળ નહી આવી શકે એટલે નફરતને પ્રેમથી હરાવવાની છે.- સબા આઝાદ, એક્ટ્રેસ,થિયેટર ડાયરેક્ટર અને  મ્યુઝિશિયન

કલ્ચરથી પણ સામાજીક એકતાનો સંદેશ આપી શકીએ છીએ

મોટેભાગે લોકો માને છે કે 'ચૂપ રહીશું તો સેફ રહીશું' જ્યારે ,કેટલાક આ સીમાઓ તોડી અવાજ ઉઠાવતા થયા છે 3 - imageકલ્ચરથી પણ સામાજીક એકતાનો સંદેશ આપી શકીયે છે તેવું માનતા મ્યુઝીશીયન સોનમ કાલરાએ ફેસબુક લાઇવ પર સામાજીક એકતા જળવાઇ રહે તે માટે ખુબ સુંદર પાંચ ગીતોની પ્રસ્તુતી કરી અને તેઓએ કહ્યું કે, વસંત અને રજબ જેવા બે મિત્રોની વાત અનોખી છે, બે અલગ ધર્મમાંથી આવનાર લોકો કોમી રમખાણો રોકવા માટે પોતાનો જીવ આપી દે તેવા કિસ્સા અત્યારે ખુબ ઓછા જોવા મળે છે અત્યારે રમખાણોથી દરેક દૂર ભાગે છે ત્યારે આવી પરિસ્થિતીમાં આવી મિત્રતા કે જે નફરત ફેલાવતી રોકે તે ખૂબ ઓછી જગ્યાએ જોવા મળે છે -સોનમ કાલરા, મ્યુઝિશિયન


Tags :