Get The App

છેલ્લાં 4 વર્ષમાં 1000 CCની બાઇક પર 20 હજાર કિલોમીટરની રાઇડ કરી ચૂક્યા છે

51 વર્ષીય શેફાલીબહેન બજાજે 'ગર્લ્સ ચાઇલ્ડ એજ્યુકેશન' માટે ભારતભરમાં 'અવેરનેસ' રાઇડ કરી છે

અમદાવાદથી ઓડિશા અને કાશ્મીરથી કર્ણાટક સુધીનો પ્રવાસ

Updated: Jul 23rd, 2020

GS TEAM

Google News
Google News
છેલ્લાં 4 વર્ષમાં 1000 CCની બાઇક પર 20 હજાર કિલોમીટરની રાઇડ કરી ચૂક્યા છે 1 - image

'એક મહિલા તરીકે બાઈક રાઈડર હોવું મોટી વાત છે. સ્ત્રી હોઇએ એટલે આ ન કરવું, આમ રહેવું વગેરે બાબતો ફેમિલી તરફથી સાંભળવા મળતી હોય છે પરંતુ મને માતા-પિતાએ ખૂબ સપોર્ટ કર્યો. મારું સ્પોર્ટ્સ બેકગ્રાઉન્ડ હોવાથી મને ઘણો ફાયદો મળ્યો. હું નાની હતી ત્યારે રોલર સ્કેટિંગ કરતી હતી અને આજે બાસ્કેટબોલનું કોચિંગ આપું છું. જેથી ગમે તેવી ટફ પરિસ્થિતિમાં સર્વાઇવ કરી જાઉં છું.''  આ શબ્દો છે 51 વર્ષીય બાઇક રાઇડર શેફાલી બજાજના. 

સાઉથ બોપલમાં રહેતા શેફાલી બજાજ છેલ્લાં ચાર વર્ષથી 1000 સીસીની 'ઇન્ડિયન સ્કાઉટ 60' બાઇક પર 20 હજાર કિલોમીટર રાઇડ કરી ચૂક્યા છે. એક સ્ત્રી ઘરકામ જ કરે તેવી રૃઢિગત માન્યતાઓથી ઉપર ઊઠીને પરિવારના સાથ-સહકારથી એક સ્ત્રી દુનિયામાં કેટલું અચીવ કરી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ શેફાલી બજાજે આપ્યું છે. નાનપણથી જ સ્પોર્ટ્સમાં એક્ટિવ એવા શેફાલીબહેને 14 વર્ષની ઉંમરે રોલર સ્કેટિંગમાં વર્લ્ડ લેવલની ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. સ્પોર્ટ્સમાં હોવાને કારણે વિવિધ જગ્યાએ એકલા જવું પડતું એટલે પરિવારને થોડો ડર જરૂર રહેતો પરંતુ માતા-પિતાએ સેલ્ફ કોન્ફિડન્સ ક્યારેય ઓછા થવા દીધો ન હતો અને તેમને સતત મોટિવેટ કરતાં હતા. લૉ-ગાર્ડન સ્થિત જીએલએસમાંથી સ્કૂલિંગ પૂર્ણ કરી ત્યાંજ કેમ્પસમાં એચ.એ. કોલેજમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. બાઇક રાઇડિંગના પેશન અંગે વાત કરતાં શેફાલી બજાજ કહે છે કે, હું કોલેજથી જ બાઇક રાઇડિંગ કરતી હતી ત્યારે ભાઇ પાસે આરડી-350 બાઇક હતું. આ બાઇક હું ચલાવતા શીખી. કોલેજ બાદ બાઇકનો શોખ એટલો ન રહ્યો પહેલાં પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો, જે પાંચ વર્ષ કર્યો અને પછી દિલ્હીમાં 15 વર્ષ બીપીઓ કંપનીમાં જોબ કરી. જ્યારે હું 2016માં અમદાવાદ આવી ત્યારે મારા ફ્રેન્ડના સંપર્કથી એપ્રિલ 2016માં બેકઅપ વ્હિકલમાં બાઇક રાઇડિંગ પર ગઇ. આ રાઇડ પંચમઢી સુધીની હતી અને મેં ખૂબ એન્જોય કર્યું. આટલા વર્ષો પછી બાઇક રાઇડ કરી પરંતુ સહેજ પણ કોન્ફિડન્સ ન ગુમાવ્યો. 2017માં મેં ઇન્ડિયન સ્કાઉટ 60 બાઇક ખરીદી અને 2017માં અમદાવાદથી કાશ્મીરની લાંબી રાઇડ કરી. ત્યારથી લઇને અત્યાર સુધીમાં મેં નાની-મોટી અનેક બાઇક રાઇડ કરી. અત્યારે કોરોના મહામારીને કારણે બહાર જવું સેફ નથી એટલે ઓક્ટોબર પછી જ કોઇ મોટી રાઇડ પ્લાન કરીશું. જોકે અત્યારે ફિટનેસ માટે બાસ્કેટબોલ કોચિંગ અને ઘરે જ એક્સરસાઇઝ કરવાનું ચાલુ જ છે.

બાઇક રાઇડ દરમિયાન ડિહાઇડ્રેશન ન થાય તેવો આહાર લેવો

શેફાલી બજાજ કહે છે કે, બાઇક રાઇડરને મોટા ભાગે ડિહાઇડ્રેશનનો સામનો કરવો પડે છે એટલે ઓઆરએસ સાથે પાણીમાં લેવું. રાઇડિંગ દરમિયાન કોઇ ચોક્કસ પ્રકારનું ફૂડ લેવું તેવો કોઇ નિયમ નથી પરંતુ તમને ગમતું ફૂડ લઇ શકો છો. ક્યારેય હેવી ભોજન ન લેવું. સળંગ બાઇક રાઇડ ન કરવી અને રાત્રે બને તો છથી આઠ ક્લાકની ઊંઘ લેવી. 

ઓક્ટોબર પછી રાઇડિંગ શરૂ થાય તેવી આશા છે

કોવિડ-19ના કારણે આટલા મહિનાઓ સુધી બાઇક રાઇડિંગ નથી કરી શક્યા અને એમ પણ વરસાદના સમયમાં બહુ ઓછા લોકો રાઇડ કરવાનું પસંદ કરતા હોય છે એટલે ઓક્ટોબર મહિના પછી રાઇડિંગ શરૃ થાય તેવી આશા છે લાગે છે કે ત્યાં સુધીમાં કોરોના મહામારીની પરિસ્થિતિ કંટ્રોલમાં આવી જશે.

રોડ પર રાઇડર્સને ગાડીમાંથી ત્રાસ આપવાનો ઘણી વખત પ્રયત્ન કરે છે

છોકરીઓએ ગુ્રપમાં રાઇડ કરવી વધારે સલામત છે કારણ કે લેડીઝને રાઇડ કરતા જુએ એટલે લોકો ચોંકી જાય છે. ઘણી વખત અન્ય રાઇડર્સ થોડા આગળ નીકળી ગયા હોય,  ત્યારે રાઇડર્સને જોઇને ગાડીવાળા વધારે નજીક આવવાનો પ્રયત્ન કરતા હોય છે. જ્યાં પણ સ્ટે કરીએ ત્યારે પાર્કિંગ ખાસ ચેક કરવું પડે છે કારણ કે ઘણા લોકો બાઇકમાં છેડછાડ કરતા હોય છે.


Tags :