મેરે હાથો કે ઇન દાગો કો તો સમંદર કા સારા પાની ભી નહીં મીટા સકતા
એચ.કે.કોલેજમાં શેક્સપિયરના 'મેકબેથ' નાટકનું પરફોર્મન્સ યોજાયું
ગુજરાત યુનિવર્સિટી ઇંગ્લિશ ટીચર્સ એસોસિએશન (જીયુઇટીએ) દ્વારા એચ.કે.આર્ટસ કોલેજના ઓડિટોરીયમમાં એન્યુઅલ મીટ અને સ્ટેજ પરફોર્મન્સનું આયોજન કરાયું હતું. એન્યુઅલ મીટમાં એસોસિએશનના પ્રમુખ ડૉ.એસ. એન. ઐયરે કહ્યું કે, સ્ટુડન્ટસ અને શિક્ષકો એક સાથે સાહિત્યિક સંસ્કૃતિને પ્રોત્સાહન અને પોષણ મળે તે માટે આ સ્ટેજ પરફોર્મન્સનું આયોજન નિયમિત રીતે દર વર્ષે કરવામાં આવે છે. સ્ટુડન્ટસ અભ્યાસની સાથે રંગમંચ દ્વારા પોતાના જીવનને નવી દિશા આપી શકે છે.
તેમજ ગુજરાત યુનિવર્સિટીમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં મહત્વનું પ્રદાન કરનાર પ્રોફેસરનું સન્માન કરાયું હતું સાથે અંગ્રેજી વિષયનું સ્ટુડન્ટને જ્ઞાાન મળે તે માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે જેનાથી નિઃશુલ્ક યુઝ કરી શકશે. પ્રોફેસરોની ટીમ દ્વારા સ્ટેજ પરફોર્મન્સમાં વિખ્યાત શેક્સપિયરના ચાર નાટકમાંના 'મેકબેથ'નાટકનું ડૉ. કમલ જોશી અને ડૉ. નિતેશ સોલંકી દ્વારા ભાષાંતર કરીને તેને હિન્દીમાં પ્રોફેસરોની ટીમ દ્વારા સ્ટેજ પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું.
શેક્સપિયરનું મેકબેથ નાટક મહત્વકાંક્ષાઓની કરૃણાતિંકા છે, જેમાં એક વીર યોદ્ધા જ્યારે પોતાની મહત્વાકાંક્ષાઓની જાળમાં ફસાય છે અને તેને પૂરી કરવા માટે ખોટો માર્ગ પસંદ કરે છે તેની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. મેકબેથ નાટક પ્રેક્ષકોને 'રોલર કોસ્ટર રાઇડ'નો અનુભવ કરાવે છે. વ્યકિતના મનમાં ડાકણનાં સ્વરૃપે મહત્વાકાંક્ષાઓ રહેલી હોય છે.'મેકબેથ' નાટકમાં ડાકણો દ્વારા 'મેરે હાથો કે ઇન દાગો કો તો સમંદર કા સારા પાની ભી નહીં મીટા સકતા..' જેવા ડાયલોગ્સથી પ્રેક્ષકો આફરીન થઇ ગયા હતા.