Get The App

અંડરગ્રાઉન્ડ ટાંકા બનાવવામાં ચુનાની સાથે ગૂગળ, સુરખી, ગોળ અને ચિકાશ માટે વિવિધ દાળનો ઉપયોગ થતો હતો

સેપ્ટના ફેકલ્ટી ઓફ ટેકનોલોજીના માસ્ટર્સમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટસ દ્વારા હેરિટેજ વોકનું આયોજન કરાયું હતું

Updated: Aug 8th, 2019

GS TEAM

Google News
Google News
અંડરગ્રાઉન્ડ ટાંકા બનાવવામાં ચુનાની સાથે ગૂગળ, સુરખી, ગોળ અને ચિકાશ માટે વિવિધ દાળનો ઉપયોગ થતો હતો 1 - image


સેપ્ટ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ ટેકનોલોજીના માસ્ટર્સમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટસ દ્વારા હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. હેરિટેજ એક્સપર્ટ પરમ પંડયા સાથે આ હેરીટેજ વોકની શરૃઆત કાલુપુર મંદિરથી કરવામાં આવી હતી જેમાં દલપતરામ ચોક,હાજાપટેલની પોળ, ટંકશાળ હવેલી, અષ્ટપાર્ક જૈન દેરાસર, દોશીવાળાની પોળ, હરકુંવરશેઠાણીની હવેલી અને ઝામા મસ્જિદની મુલાકાત લઇ આ સ્ટુડન્ટસે  અંડર ગ્રાઉન્ડ પાણીના ટાંકા અને સ્થાપત્ય શૈલીમાં વર્ષો પહેલા કેઇ ગણતરીથી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે અંગેની જાણકારી મેળવી હતી. આ અંગે વાત કરતા પરમ પંડયાએ કહ્યું કે,આ સાથે સ્ટુડન્ટસે ગોખલાનુ મહત્વ, ચબૂતરાની ઉંચાઇની સાથે વોક રૃટમાં આવતી દિવાલો અંગેની રસપ્રદ માહિતી મેળવી હતી. વોકરૃટમાં આવતા ઘરોમાં ટેકનોલોજીના સ્ટુડન્ટસે નાના કદની ઇંટોનો ઉપયોગ શા માટે કરવામાં આવ્યો છે તેનો તાગ મેળવ્યો હતો.

ભેજ શોષવાને કારણે વોટર ટેંકમાં ચૂનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે

વરસાદ માટે શહેરની પહેલેથી જ અનિશ્ચિત સ્થિત હતી તે માટે ઘણા ઘરોમાં ઘરની નીચે પાણી સંગ્રહ કરવાના ટાંકા તૈયાર કરવામાં આવ્યા હતા જે આજે પણ છે. જેની દિવાલો ચૂનાની અને બિંબ લાકડાનાં બનતા હતા જેથી ઘર પર તાપમાનની અસર ખુબ ઓછી થાય. જગ્યા પ્રમાણે મટીરીયલ બદલાતુ હતું પરંતુ દેશી મટિરિયલને વપરાશમાં લઇને ચૂનો વાતાવરણમાંથી ભેજ શોષે છે તેથી પાણી ઠંડુ મળે તે માટે પાણીના ટાંકા બનાવવામાં ચૂનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ૧૦ ફૂટ થી ૨૫ ફૂટ ઉંડા ટાંકીની મજબૂત દિવાલો માટે ચૂનામાં ગૂગળ,સુરખી,ગોળ તેમજ ચિકાસ માટે ચણા,મગ અને તુવેર જેવી દાળનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે દિવાલોના કલર માટે પણ ગળી,હળદર અને ઇંટના ભુક્કાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.- પરમ પંડયા


Tags :