સફળતાના શિખરે પહોંચેલા ગુજરાતી સિતારાઓની 'દાસ્તાન-એ-દોસ્તી'
સાચી મિત્રતા ઓશીકા જેવી હોય છે, થાક્યા હોય ત્યારે તેના પર માથું મૂકો એટલે હળવા થઇ જાઓ, દુઃખમાં તેના પર આંસુ વહાવી શકો, ગુસ્સામાં તેને મુક્કા મારી શકો અને ખુશીમાં તેને ભેટી શકો. દરેક વ્યક્તિના જીવનમાં એક તો એવો મિત્ર હોય જ છે જે ગમેતેવી પરિસ્થિતિમાં તારી સાથે ઊભો રહે છે. એ પછી કોઇપણ ક્ષેત્રમાં કેમ ન હોય. ગુજરાતી ફિલ્મ જગતમાં એવા ઘણા સેલિબ્રિટી છે જેઓ સક્સેસની ટોચ પર પહોંચ્યા છે તેમાં મિત્રોના પ્રેમની સુવાસ, હિમ્મત અને 'તું કરી શકીશ' તેવો સ્પીરીટ છે. આમાના મોટાભાગના કલાકારો આજે પણ રંગભૂમિ સાથે સંકળાયેલા છે. આજે વાત કરીએ એવા ગુજરાતી સિનેમા જગતના સિતારાઓની જેઓ સફળતાના શિખરે પહોંચી ચૂક્યા છે છતાં કૃષ્ણ-સુદામા જેવી મિત્રતાનો નિઃસ્વાર્થ ભાવ જળવાઇ રહ્યો છે. ભૂતકાળમાં કરેલી નાની મદદથી આજે જિંદગીની જગ જીતી ચૂક્યા છે.
આજેય અમારી બન્ને વચ્ચે ૧૫૦૦ રૃપિયાની ઉધારી ચાલે છે
'દર્શની શાહ મારી ક્લોઝ ફ્રેન્ડ છે. એ આકટેક છે અમારા ફિલ્ડ અલગ અલગ પણ સ્કૂલ ટાઇમથી ફ્રેન્ડ છીએ. હું ફસ્ટ્રેડ હોઉં કે મને નવી ફિલ્મ મળે ત્યારે પહેલાં દર્શની જ યાદ આવે. ફક્ત મેન્ટલી જ એનો સપોર્ટ છે એવું નથી, આથક રીતે પણ એ મને મદદ કરે છે. જેમ કે મારે કોઇ વસ્તુ ખરીદવી હોય પણ મારી પાસે પૈસા ન હોય ત્યારે બિલ એ ચૂકવી દે. અમારી વચ્ચે એવી ડિલ છે કે ૧૫૦૦ રૃપિયાની ઉધારી મારી તેની પાસે થાય ત્યારે મારે તેને મારી અનુકૂળતા એ ૧૫૦૦ રૃપિયા ચૂકવી દેવાનાં. આવું આજની તારીખમાં પણ ચાલે છે. મિત્રતા વિન્ટેજ જેવી છે જેમ જૂની થતી જાય તેમ ગાઢ બનતી જાય છે.' મલ્હાર ઠાકર
અન્ય વ્યક્તિને કારણે થયેલી કોલેજકાળની મિત્રતા આજે પણ અકબંધ
'હું અને એક્તા ભટ્ટ એક જ કોલેજમાં એક જ ક્લાસમાં સાથે ભણતા હતાં પણ ક્યારેય અમે એકબીજા સાથે વાત નહોતી કરી. અમારા ક્લાસના એક છોકરાના કહેવાથી મારા વિશે જાણવા માટે એક્તાએ સામેથી વાત કરવાનું શરૃ કર્યું. અમને બંને એકબીજા સાથે એટલું ફાવી ગયું કે અમે બહુ સારા ફ્રેન્ડ બની ગયાં અને પેલો છોકરો સાઇડમાં રહી ગયો. આજે તો એક્તા ડેન્ટિસ છે છતાં પણ અમારું બોડિંગ બહુ સારું છે. અમે અમારા ઇમોશનને એકબીજા સાથે શેર કરીએ છીએ. મિત્રો આંગણીને વેઢે ગણી. જાનકી બોડીવાલા
શકાય એટલાં કેમ ન હોય પરંતુ તે પ્રામાણિક હોવા જોઇએ.'
'હું આઇ.ટી. એન્જિનિયરિંગ કરી રહ્યો હતો ત્યારે કોલેજમાં અનંત પરમાર મારો બેસ્ટ ફ્રેન્ડ. જે આજેય મારો બ્રેસ્ટ ફ્રેન્ડ છે. અનંત ખૂબ હોશિયાર હતો અને હું થિયેટરનો માણસ હોવાથી મને એમાં જરાય રસ પડતો નહીં. ભણવાની સાથે થિયેટર કરતો હોવાથી હું કોલેજ બહુ ઓછો જતો. પરિણામે કાયમ ડિટેઇન લિસ્ટમાં મારું નામ હોય જ. આ ઉપરાંત છેક સબમિશન સુધી મારી જર્નલ બાકી હોય. એક વખત તો જે વિષયનું સબમિશન હતું તેની ફાઇલ અમે લઇ ગયાં નહોત. જો ફાઇલ ન બતાવીએ તો અમારું વર્ષ બગડે એવું હતું. એટલે અમે જુગાડ કરીને બીજા વિષયની ફાઇલ મેડમને ખબર ન પડે એ રીતે બતાવી દીધી. અમારા સદ્નસીબે મેડમે પણ જોયા વગર સહી કરી દીધી. આવા તો અનેક નાના મોટા કિસ્સા કોલેજના છે, જેમાં અનંતે મને મદદ કરી છે. મિત્રતા ઓક્સિજન જેવી છે જેના વગર જીવન વ્યર્થ છે.' મયૂર ચૌહાણ
ચિંતને મારી ગેરહાજરીમાં સ્પર્ધામાંથી તેનું નામ પરત લઇ લીધું
'હું સ્કૂલમાં ભણતો હતો ત્યારથી મને અભિનયનો શોખ હતો. એક વખત ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન હતી જેના ઓડિશન ટેસ્ટમાં હું અને ચિંતન પાસ થઇ ગયાં હતાં. અમારે ફાઇનલ રાઉન્ડમાં એક પાત્રીય અભિનય કરવાનો હતો. એ વખતે બીમાર પડતાં મને હોસ્પિટલમાં એડમિટ કરવો પડયો. તેથી હું કોઇપણ સંજોગોમાં સ્પર્ધામાં ભાગ લઇ શકું એમ નહોતું. મારા સમાચાર સાંભળીને ચિંતને કોમ્પિટિશનમાંથી તેનું નામ પરત લઇ લીધું. અમારા વચ્ચે હેલ્ધી કોમ્પિટિશન થતી હતી. જ્યારે મને ખબર પડી ત્યારે મને નવાઇ લાગી. મેં તેને ફોર્સ કરીને સ્પર્ધામાં મોકલ્યો અને તે જીતીને આવ્યો. ત્યારથી અમારી મિત્રતા ગાઢ બની ગઇ. મિત્ર એવો હોવો જોઇએ જે મિત્રતામાં વિશ્વાસ રાખે અને દરેક સ્થિતિમાં સાથે આપે.' પ્રેમ ગઢવી
સૂરીલ, ઇવાન અને હર્ષે મદદ ન કરી હોત તો મારી નાવ ડૂબી ગઇ હોત
'મને શોર્ટ ફિલ્મ બનાવવાનો કોઇ અનુભવ નહોતો અને મેં એ પ્રોજેક્ટ હાથમાં લીધો હતો. અનુભવના અભાવને કારણે ઘરના રૃપિયા અંદર નાંખી દીધા હતા. હું બરાબરનો ફસાયો હતો. શું કરવું કંઇ સૂઝતું નહોતું. આવા સમયે મિત્રોને મારી સ્થિતિની જાણ થતાં સૂરીલ મહેતા એ રાત દિવસ જાગીને પ્રોડક્શન મેનેજ કરવાનું કામ માથે લીધું, ઇવાન મલ્લીકે રાઇટિંગમાં સપોર્ટ કર્યો અને હર્ષ લાઇટમેન બનીને લાઇટ પકડી ઊભો રહી ગયો. આ મિત્રોને આ ફિલ્ડ સાથે કોઇ લેવા દેવા નહોતા છતાં મને ડૂબતો બચાવવા મદદ કરી રહ્યાં હતાં. તેઓ અણીના સમયે દેવદૂત બનીને આવ્યા નહોત તો મારી નાવ ડૂબી ગઇ હોત. હું એવું માનું છું કે મિત્રો વગરની દુનિયા એટલે યાદો વગરનું જીવન.' આર્જવ ત્રિવેદી
મારા સ્ટેજ ફિયરને મિત્રોએ દૂર કર્યો
'આજે હું સ્ટેજ પર કે ફિલ્મોમાં બિન્દાસ અભિનય કરી શકું છું તો એની પાછળ મારા અંગત મિત્રો જવાબદાર છે, કારણ કે શરૃઆતમાં મને સ્ટેજ ફિયર હતો. ડાયલોગ બોલવામાં હું ગભરાતી હતી. આ ડરને દૂર કરવા મારે જ્યારે સ્ટેજ પર પરફોર્મ કરવાનું હોય ત્યારે અગાઉથી મિત્રો મારી સામે હાજર રહેતાં. તેઓ સતત મને મોટિવ કરતાં. તેનાથી મારો આત્મવિશ્વાસ વધતો અને ડર દૂર થતો ગયો. આજે પણ તેઓ મોરલી સપોર્ટ કરે છે. મિત્રોએ આપણે સિલેક્ટ કરેલું ફેમિલી છે જ્યાં તમે તમારી દરેક ફિલિંગને મુક્ત પણે વ્યક્ત કરી શકો છો.' આરોહી પટેલ