Get The App

દિલ્હી ખાતે યોજાનારા નેશનલ યુથ ફેસ્ટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે

35મા ઇન્ટર યુનિવર્સિટી વેસ્ટ ઝોન યુથ ફેસ્ટિવલમાં વિજેતા થયેલા ગુજરાત યુનિ.ના 3 સ્ટુડન્ટ હવે

Updated: Jan 2nd, 2020

GS TEAM

Google News
Google News
દિલ્હી ખાતે યોજાનારા નેશનલ યુથ ફેસ્ટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે 1 - image

બારડોલીની ઉકા તરસાડીયા યુનિવર્સિટી ખાતે ૩૫માં ઇન્ટર યુનિવર્સિટી વેસ્ટ ઝોન યુથ ફેસ્ટિવલ ૨૦૧૯નું આયોજન કરાયું હતું. આ ઇન્ટર ઝોનલ યુથ ફેસ્ટિવલમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગોવા તેમજ દીવ-દમણ અને દાદરાનગર હવેલી સાથે મળીનેે ૪૮ યુનિવર્સિટીના ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ગૂ્રપ ડાન્સ, સોલો ડાન્સ, ક્લાસીક વૉકલ સોલો, ઇલોક્યુશેન, ક્લાસિક ઇન્સ્ટ્રુમેન્ટ નોન પરકશન સાથેની ૨૦ ઇવેન્ટસમાં પાર્ટીસિપેન્સ થઇને પોતાના સ્ટેટને રિ-પ્રેઝન્ટ કર્યું હતુંં. ગુજરાતમાંથી ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ૯ ઇવેન્ટનમાં ગુજરાતને રિ-પ્રેઝન્ટેશન કર્યું હતું, જેમાં ઇલોક્યુશન, ક્લાસિકલ વોકલ સોલો અને ક્લાસિક ઇન્સ્ટ્રુમેન્ટ નોન પરકશન પરફોર્મન્સમાં સ્ટુડન્ટસ વિજેતા થયા હતા. આ સ્ટુડન્ટસ હવે આગામી ફ્રેબુઆરીમાં દિલ્હીમાં યોજાનાર નેશનલ યુથ ફેસ્ટિવલમાં ગુજરાતને રિ-પ્રેઝન્ટેશન કરશે.

પ્રેઝન્ટેશનમાં ટોપિકને સમજવાની સાથે વોઇસ અને ભાષાનું મહત્વ ખૂબ જરૂરી છે

દિલ્હી ખાતે યોજાનારા નેશનલ યુથ ફેસ્ટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે 2 - imageમને યુથ ફેસ્ટિવલમાં ઇલોક્યુશનમાં 'ઘટતી સંવેદનશીલતા બઢતી મશીને' ટોપિક પર પ્રેઝન્ટેશન કરવાનું કહેવામાં આવ્યું હતું. જે યુપીએસસી લેવલનો અઘરો ટોપીક હતો તેમ છતાં હું ગુજરાતને રિ-પ્રેઝન્ટેશન કરતી હતી તે મનમાં સતત દોડયા કરતું હતું જેનાથી ઘણી પ્રેરણા મળી હતી. પ્રેઝન્ટેશનમાં ટોપીકને સમજવાની સાથે વોઇસ અને ભાષાનું મહત્વ ખૂબ જરૃરી છે. સંવેદનશીલતાનું પણ યથાયોગ્ય ધ્યાન રાખીને ઇલોેક્યુશનમાં પ્રસ્તુતિ કરવી ખૂબ જરૃરી છે. મારો ગોલ પ્રેઝન્ટેશનમાં નંબર માટેનો ન હતો પણ લોકો સુધી વધુ સારું મારું પ્રેઝન્ટેશન કરું તે જરૃરી હતું. દરેક સમાજના લોકો  પોતાના જીવનમાં સાચા-ખોટાનું જ્ઞાાન થયા પછી સાચા માર્ગે ચાલીને સમાજકાર્ય કરે તે એક સારું પ્રેઝન્ટેશન માનું છું. - ઐશ્વર્યા જૈન, શ્રી નારાયણા કોલેજ ઓફ કોર્મસ 

શાસ્ત્રીય વાદનમાં રાગની પ્રસ્તુતિ ખૂબ મહત્વની છે 

દિલ્હી ખાતે યોજાનારા નેશનલ યુથ ફેસ્ટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે 3 - imageશાસ્ત્રીય વાદનમાં રાગની પ્રસ્તુતિ ખૂબ મહત્વનું છે. યમન રાગના સૂર સાંભળતા લોકો ભીંજાયા હતા જે મારા માટે એક મોટી વાત છે. મારા શાસ્ત્રીયવાદનમાં યમનરાગની પ્રસ્તુતિને જયતાલ બડાખ્યાલ અને ધૃત તીનતાલની પ્રસ્તુતિ કરવી ઘણી મુશ્કેલ છે. મારી મહેનતને વધારે સારી રીતે રજૂ કરીને થર્ડ વિનર બન્યો છું. - આકાશ જોષી, ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ

વિનર બનીને ગુજરાતનું નામ રોશન કરીશ

વેસ્ટ ઝોન યુથ ફેસ્ટિવલમાં ક્લાસીકલ વોકલ સોલોમાં નટ ભૈરવ રાગની પ્રસ્તુતિ કરી હતી. જેમાં બડા ખ્યાલ અને છોટા ખ્યાલની પ્રસ્તુતિ કરી હતી. બડા ખ્યાલમાં વિલંબીત એકતાલમાં 'કરો કૃપા મોપે સદગુરુ' અને છોટા ખ્યાલમાં ધૃત તીનતાલમાં 'સૂઝાન કરીએ ગુન કી ચર્ચા'ની પ્રસ્તુતિ કરી. આ પરફોર્મન્સમાં ગુજરાતને રિ-પ્રેઝન્ટ કરીને સેકેન્ડ નંબર મેળવ્યો છે પણ હવે નેશનલ યુથ ફેસ્ટિવલમાં વિનર બનીને ગુજરાતનું નામ રોશન કરવાનું મારું લક્ષ્ય બની ગયું છે. - જેસલ શ્રીમાળી, ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ


Tags :