45 કોલેજના એક હજારથી વધુ સ્ટુડન્ટે યુથ ફેસ્ટિવલમાં પરફોર્મન્સ આપ્યું
ગુજરાત યુનિવર્સિટીના સિટી ઝોન યુથ ફેસ્ટિવલ જીએલએસ (સદગુણા એન્ડ બી.ડી.) કોલેજ ફોર ગર્લ્સના યજમાનપદે શરૃ થયો હતો છે. યુથ ફેસ્ટિવલના અંતિમ દિવસે મહેંદી, ઇન્સ્ટોલેશન, માઇમ, સ્કિટ, ક્વિઝ, મિમિક્રી જેવી સ્પર્ધાઓ યોજાઇ હતી. ૪૫ કોલેજના એક હજારથી વધુ સ્ટુડન્ટે બે દિવસના યુથ ફેસ્ટિવલમાં એકબીજાથી વધારે સુંદર પરફોર્મન્સ કરીને સ્પર્ધાને વધુ રોમાંચક બનાવી હતી.
સ્કિટ
૧૪ કોલેજના સ્ટુડન્ટની ટીમ દ્વારા સ્કીટમાં પર્ફોમન્સ આપ્યું હતું, જેમાં કામ ક્રોધ લોભ માયા, માનસિક ગુલામી, પાણીની સમસ્યા, હિન્દુસ્તાન કી ઝાંખી, ચુનાવ અને મેડિકલમાં આડેધડ લૂંટે છે તેવી થીમ પર ખૂબ જ સુંદર સ્કીટ રજૂ કરાઇ હતી.
ચુનાવ
ચુનાવની થીમ પર શેઠ આર એ ભવન્સ કોલેજ ઓફ સાયન્સ ખાનપુર કોલેજના સ્ટુડન્ટની ટીમ દ્વારા સ્કીટની રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ચુનાવના સમયે દેશમાં વિવિધ પાર્ટીઓના નેતાઓ દ્વારા વિવિધ ધર્મના લોકોને ધર્મ, ધાર્મિકતાના આધાર, શાકભાજીના આધાર પર વહેંચીને ચુનાવ જીતવાનો પ્રયાસ કરતા હોય છે તેનું દશ્ય રજૂ કરાયું હતું.
'પાણીની સમસ્યા'
સી.યુ. શાહ આર્ટ્સ કોલેજ - 'પાણીની સમસ્યા'ના ટાઇટલ સાથે પાણી બચાવવાની થીમ પર આજના સમયમાં પડતી પાણીની સમસ્યાને ખૂબ જ સુંદર રીતે દર્શાવતી સ્કીટમાં વણી લઇને તેની પ્રસ્તુતિ કરવામા આવી હતી.
કલિયુગ
કલિયુગના ટાઇટલ સાથે કે કે જરોદવાલા સાયન્સ કોલેજના સ્ટુડન્ટની ટીમ દ્વારા કોમ ક્રોધ લોભ માયાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. જેમાં આજના આધુનિક સમયમાં દરેક વ્યકિતને પોતાના કામ માટે વિવિધ જગ્યાએ જે તકલીફ પડતી હોય છે તેની સ્કીટમાં પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
માઇમ
થીમ- 'નેવર ગીવ'
ભવન્સ સાયન્સ કોલેજ ખાનપુર
૧ ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય છે ત્યારે શૂટિંગ દરમિયાન છોકરી ઇમ્પ્રેસ થાય છે અને પ્રપોઝ કરે છે. ત્યાર પછી છોકરો જ્યારે પહાડ પર ચઢવા જાય છે અને તેના પગમાં ફ્રેક્ચર થાય છે અને હાર માનીને બેસી જાય છે. પછી થોડો સમય પછી આ છોકરો જ્યારે પોતાના માતા-પિતા સાથે ટીવી જોતા પ્રેરણા લઇને તેને પ્રોત્સાહન આપે છે અને તે ફરીથી એક્સરસાઇઝ કરીને પહાડ પર ચઢીને દેશનો ત્રિરંગો લહેરાવે છે તે માઇમમાં બતાવ્યું છે.
થીમ- વૃક્ષ એજ જીવન
એસ.ડી. આર્ટ્સ એન્ડ બીએ કોમર્સ કોલેજ, માણસા
વૃક્ષ કપાઇ જવાથી દુષ્કાળની પરિસ્થિતિ આવે છે જેનાથી ખેતી કરવા માટે પાણી મળતું ન હોવાથી અનાજ મળતું નથી. ત્યારે ઘણા દિવસથી ભૂખ્યુ એક કૂતરું ક્યાંકથી રોચલીનો ટૂકડો લઇને આવે છે તેને જોઇને લોકો રોટલીનો ટૂકડો કૂતરાના મોઢામાંથી લઇને ખાવા માટે પડાપડી કરે છે. લોકોની ભૂખ એટલી વધી જાય છે કે મનુષ્ય પોતાના નાના બાળકને ખાવા પણ મનુષ્ય તૈયાર થઇ જાય છે ત્યારે બાળકની માતા તેનેે બચાવે છે અને વૃક્ષ વાવીને નવું જીવન જીવે છે તેની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.