યુથ ફસ્ટિવલની કોમ્પિટિશનમાં દર્શકોની ભીડ ઉમટી અને હોલ ખીચોખીચ ભરાયો
ગુજરાત યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલ સાઉથ ઝોન
જે.જી કોલેજના યજમાનપદે યોજાયેલા ગુજરાત યુનિવર્સિટી સાઉથ ઝોનના યુથ ફેસ્ટિવલમાં બીજા દિવસે વિદ્યાર્થીઓએ ફૂલ એનર્જી સાથે લાઇટ વોકલ ઇન્ડિયન સોલો, ગુ્રપ સોન્ગ, પોસ્ટર મેકિંગ, ઓન ઘ સ્પોટ ફોટોગ્રાફી, કાર્ટૂનિંગ, ક્લે મોડલિંગ, ઇન્સ્ટોલેશન, ઇલોક્યુશન, વન એક્ટ પ્લે, માઇમ, સ્કિટ અમે મિમિક્રી જેવી ઇવેન્ટમાં ભાગ લીધો અને દરેકે બેસ્ટ પરફોર્મન્સ આપ્યું. ટાગોર હોલ ખાતે યોજાયેલ તમામ કોમ્પિટિશનમાં દર્શકોની ભીડ ઉમટી હતી અને હોલ ખીચોખીચ ભરેલો હતો.
સરહદ મુલ્ક અને ધર્મને અલગ કરી શકે પણ ઇન્સાનિયત અને માની મમતાને નહી
કોલેજ- એલ.જી સ્કૂલ ઓફ કોમર્સ
નાટક - પરિન્દા
લેખક-દિગ્દર્શક- ડો. રેખા મુખર્જી, ડો. વિક્રમ પંચાલ
અદાકારો - ઐષ્વી,સ્તુતિ,શિવાની, ભાવેશ, દિપક, શિવાની, ભૂમિ અને સર્વજીત
આ સત્ય ઘટના પર આધારિત વાર્તા છે જેમાં એખ પાકિસ્તાની નિર્દોષ મહિલા જે ભૂલથી સહદ પાર આવી જાય છે અને તેને જાસૂસ માની તેના પર અત્યાચાર કરવામાં આવે છે. આ નાટકમાં એક માની પોતાના બાળક પ્રત્યેની વિડંબના રજૂ કરવામાં આવી છે. આ નાટક એક સિયાહી ખેલ છે જેમાં ભાવનાઓ મરી જાય છે અને નાટકમાં ઇન્સાનિયત અને માની મમતા, ધર્મ, સરહદ, સાચ્ચુ અને જુઠ્ઠુ બધુ જ અલગ છે.
કોલેજ- જે.જી આઇબીએ
પાર્ટિસિપન્ટ- અમન, યશ,દિવ્યન, અક્ષત, મેઘના અને રવિ
અર્જુનના વિષાદયોગના સમયે કૃષ્ણ એ અર્જુનને યુદ્ધ કરવા માટે પ્રેરણા આપી હતી પરંતુ જો આજના સમયમાં કોઇ અર્જુન આજ મનોસ્થિતિમાંથી પસાર થતો હોય અને કૃષ્ણ એમને કૌરવો વિરુદ્ધ કોર્ટમાં કેસ કરવાની સલાહ આપે તો ? તો અર્જુન અને દુર્યોધનના કેવા હાલ થાય? વકીલની ફીસ થી લઇને સરકારી ઓફિસોના ધક્કા અને કોર્ટની મુદતોમાં એ લોકો પણ ફસાઇ જાય અને કદાચ હેરાન થઇને હસ્તિનાપુર જ છોડી એવુ પણ બને. ૧૮ દિવસમાંએ યુદ્ધ પતિ ગયું પણ ૧૮ વર્ષે પણ કદાચ કોર્ટ ચુકાદો ના આવે. મહાભારતની એ જ ઘટનાને સાંપ્રદ સ્વરૃપ આપી બહુ જ ચોટદાર રીતે સ્કીટમાં દર્શાવવામાં આવી.
કોલેજ- એચએ કોલેજ ઓફ કોમર્સ
પાર્ટિસિપન્ટ- અન્ના,ચેતન,ધુ્રવલ,માનસી, મૌરિન અને સંકેત
માત્ર હાવભાવ દ્વારા પોતોની વાતને દર્શકો સામે મુકવાની ચેલેન્જ એટલે માઇમ. આ માઇમની કોમ્પિટિશનમાં ટોટલ ૧૬ કોલેજના ૧૦૬ સ્ટુડન્ટસે ભાગ લીધો હતો. જેમાં તેઓએ માઇમ દ્વારા મહિલાઓની સુરક્ષા, ભષ્ટાચાર,પાણી બચાવો, દરેક પ્રત્યે પ્રેમ દાખવો, નફરત ક્યારેય જીતતની નથી તેવા વિવિધ મુદ્દાઓને હાવભાવના માધ્યમથી લોકો સમક્ષ મુક્યા