ફાજલ સમય ટીવી સામે બેસી વેડફવા કરતાં કંઇક નવું શીખતી રહેતી ધ ગોલ્ડ લોટસ સર્કલ ગ્રુપની મહિલાઓ
'ધ ગોલ્ડ લોટસ સર્કલ' ગ્રુપ છેલ્લાં પાંચ વર્ષથી કાર્યરત છે
ગોલ્ડ લોટસ સર્કલ' ગુ્ર૫માં ૪૦થી ૫૦ વર્ષની મહિલાઓ જોડાયેલી છે. એમાં ૫% મહિલા વકગ અને ૯૫% મહિલાઓ હાઉસવાઇફ છે. દુનિયામાં સતત પરિવર્તન થતું રહે છે. ી જો ઘરની ચાર દિવાલની અંદર રહે અને બહારની દુનિયામાં ડોકિયું જ ન કરે તો સ્વાભાવિક છે તે પછાત રહી જાય. સમય અને દુનિયા સાથે કદમથી કદમ મીલાવીને ચાલી શકાય અને જાતજાતનું અને ભાતભાતનું શીખી શકાય એ માટે 'ધ ગોલ્ડ લોટસ સર્કલદ ગુ્ર૫ની શરૃઆત કરવામાં આવી છે.
આ ગુ્ર૫ છેલ્લાં પાંચ વર્ષથી કાર્યરત છે. 'ધ ગોલ્ડ લોટસ સર્કલ' ગુ્ર૫માં ૪૦થી ૫૦ વર્ષની મહિલાઓ જોડાયેલી છે. એમાં ૫ ટકા મહિલા વકગ અને ૯૫ ટકા મહિલાઓ હાઉસવાઇફ છે. પાંચ દાયકા વટાવી ચૂકેલા ગુ્ર૫ના ફાઉન્ડર અમિતા દામાણી કહે છે,'નવું નવું શીખવાથી આપણે જાતને અપડેટ રાખી શકીએ છીએ. એ હેતુથી આ ગુ્ર૫ની શરૃઆત કરવામાં આવી. અમે દર વખતે અવનવું કરતાં રહીએ છીએ. જેમકે, એસ્ટ્રોલોજીની બોલાવીને એસ્ટ્રોલોજી શું છે? ગ્રહ અંગે ડિપમાં માહિતી મેળવી હતી. અત્યારે ઇન્સ્યોરન્સ મસ્ટ બની ગયો છે પણ કેવા અને કેટલા પ્રકારના ઇન્સ્યોરન્સ હોય છે. એનાથી શું લાભ થાય છે. એની ખબર બધી મહિલાઓને હોતી નથી. તેથી ઇન્સ્યોરન્સ પોલીસીની સમજ કેળવી. ૪૦ વટાવ્યા બાદ મેનોપોઝ આવવું એ સ્વાભાવિક છે.
આ સ્થિતિ દરમિયાન કેવી લાગણી જન્મે, એમાંથી બહાર નીકળવા શું કરવું જોઇએ વગેરે અંગે જાણકારી મેળવવા સ્પેશિયલ ડોક્ટરને બોલાવ્યા હતાં. આ ઉપરાંત સ્કિન કેર, હેલ્થ કેર પણ જરૃરી છે. અમારા ગુ્ર૫માં ટ્રાવેલ એજન્ટને બોલાવી ટ્રાવેલિંગ શરૃ કરીએ ત્યારથી પૂર્ણ થાય ત્યાં સુધી લગેજથી માંડી ટ્રાવેલિંગ દરમિયાન કંઇ કંઇ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ એ અંગે માહિતી મેળવી હતી. આ ઉપરાંત નેચરોપથી, યોગા, ફ્ટ-ફ્લાવર બુકે જાતે બનાવતા શીખ્યા જેથી ગીફટમાં આટફિશયલ બુકેને બદલે જાતે બનાવેલ બુકે આપી શકાય. જ્ઞાાન સાથે ગમ્મત મળે એ માટે હાઉસી, ગરબા વગેરે જેવા પ્રોગ્રામ કરીએ છીએ. વર્ષે એક વખત ગુ્ર૫ની મહિલા ભેગી મળી પિકનીક પર જઇએ છીએ. આ વખતે પહેલી વાર અમે ફક્ત ગુ્ર૫ની મહિલાઓ ગોવા ફરવા ગઇ હતી.'
શાહીબાગ, વાપુર, બોપલ, પાંજરાપોળ, સ્ટેડિયમ, પ્રહલાદનગર એમ વિવિધ વિસ્તારની મહિલાઓ આ ગુ્ર૫માં જોડાયેલી છે તેઓ કહે છે, 'ફાજલ સમય ટીવી સામે બેસીને વેડફવા કરતાં કંઇક નવું શીખતા રહેવું જોઇએ.'