Get The App

બે વર્ષમાં વૈશ્વિક સ્તરે ઓનલાઇન વિડિયો જોનારાની સંખ્યામાં 140 ટકાનો વધારો થયો છે

માઇકાના સેન્ટર ફોર મીડિયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ સ્ટડિઝ દ્વારા ઓટીટી પ્લેટફોર્મ પર સર્વે

Updated: Nov 19th, 2019

GS TEAM

Google News
Google News
બે વર્ષમાં વૈશ્વિક સ્તરે ઓનલાઇન વિડિયો જોનારાની સંખ્યામાં 140 ટકાનો વધારો થયો છે 1 - image

માઇકા ઇન્સ્ટિટયૂટની સેન્ટર ફોર મીડિયા એન્ડ એન્ટરટેનમેન્ટ સ્ટડિઝ દ્વારા ઓટીટી (ઓવર-ધ-ટોપ) પ્લેટફોર્મ પર સર્વે રજૂ કરાયો છે. સર્વે અનુસાર ૨૦૧૯માં ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને સાઉથ કોરિયા જેવા દેશમાં ઓનલાઇન વિડિયો એપના યુઝરમાં ૧૪૦ ટકાનો વધારો થયો છે. ઓનલાઇન વિડિયો જોનારાની સંખ્યામાં સ્ત્રીઓની સરખામણીએ પુરૃષો વધારે છે. ઓટીટી પ્લેટફોર્મ પર રીજનલ કન્ટેન્ટને પણ સારો પ્રતિસાદ મળ્યો છે. ગૂગલ મુજબ ૯૭ ટકા યુટયૂબ યુઝર રીજનલ ભાષામાં વિડિયો જોવાનુ પસંદ કરે છે. ઓનલાઇન કન્ટેન્ટમાં લોકો સૌથી વધારે મ્યૂઝિક વિડિયો જોવાનુ પસંદ કરતા હોય છે. મોટાભાગના વ્યૂઅર રીજનલ ભાષાના વિડિયો જોતા હોય છે. ઓનલાઇન વિડિયો વ્યૂઅરની સાથે કન્ટેન્ટ વાંચનારાઓની સંખ્યામાં પણ વધારો થયો છે.


2019માં નેટફ્લિક્સમાં જોડાયેલા લોકોમાં 72 ટકા પુરૃષો હતા

ભારતમાં સૌથી વધારે લોકો યુટયૂબ પર વિડિયો જોવાનુ પસંદ કરે છે ત્યારબાદ એમેઝોન પ્રાઇમ, હોટસ્ટાર અને જીઓટીવીનો સમાવેશ થાય છે. ઓનલાઇન વિડિયો જોનારા લોકોની સંખ્યા ૨૦૧૬ બાદ વધારો જોવા મળ્યો છે. ભારતમાં બીજા પ્લેટફોર્મની સરખામણીએ નેટફ્લિક્સનું માર્કેટ ઓછું છે. પરંતુ ૨૦૧૯માં નેટફ્લિક્સમાં જોડાયેલા લોકોમાં ૭૨ ટકા પુરૃષો હતા, તેમાંથી ૫૦ ટકા ૧૫થી ૨૪ વર્ષના હતા. જ્યારે ૩૫થી વધારે ઉંમરની મહિલાઓ નેટફ્લિક્સ પર વધારે છે.

હોટસ્ટાર પર 15થી 24 વર્ષના યુઝરની સંખ્યા સૌથી વધારે છે

હોટસ્ટાર પર સ્પોર્ટ્સ કન્ટેન્ટ વધારે પ્રમાણમાં જોવામાં આવે છે, માર્ચ ૨૦૧૯માં રજિસ્ટર્ડ થયેલા વ્યૂઅરમાં ૬૯ ટકા પુરૃષો હતા. હોટસ્ટાર પર ૧૫થી ૨૪ વર્ષના યુઝરની સંખ્યા સૌથી વધારે છે. આઇપીએલની સીઝન દરમિયા હોટસ્ટારમાં સૌથી વધારે ટ્રાફિક જોવા મળે છે. આઇપીએલ ૨૦૧૯માં પહેલા ત્રણ દિવસમાં ૧૩૫ મિલિયનનો ટ્રાફિક જોવા મળ્યો હતો. 

90 ટકા લોકો ઓનલાઇન વિડિયો જોવા માટે મોબાઇલનો ઉપયોગ કરે છે

નેશનલ અને ઇન્ટરનેશનલ કન્ટેન્ટની સાથે રીજનલ કન્ટેન્ટમાં પણ ઓટીટી પ્લેટફોર્મમાં વધારો જોવા મળ્યો છે. રીજનલ કન્ટેન્ટની વધારે માગ હોવાથી સર્વિસ પ્રોવાઇડર દ્વારા પણ રીજનલ ભાષામાં કન્ટેન્ટ તૈયાર કરવામાં આવે છે. ઉપરાંત ૯૦ ટકા લોકો ઓનલાઇન વિડિયો જોવા માટે મોબાઇલનો ઉપયોગ કરે છે. માર્ચ ૨૦૧૮થી લઇને માર્ચ ૨૦૧૯માં મોબાઇલ યુઝરની સંખ્યામાં વધારો થયો છે.


Tags :