Get The App

તૂ મેરી તકદીર મેં ના સહી, દિલ મેં જરૂર હૈ... મેરા હાથ પકડકે ના સહી, મગર લિખવાતી જરૂર હૈ

Updated: Oct 7th, 2019

GS TEAM

Google News
Google News
તૂ મેરી તકદીર મેં ના સહી, દિલ મેં જરૂર હૈ... મેરા હાથ પકડકે ના સહી, મગર લિખવાતી જરૂર હૈ 1 - image


વેલીંગમાં ફૂડ અને કલ્ચરની સાથે સાથે મ્યુઝિક પણ ખુબ મહત્વનું બની જાય છે ત્યારે આ મ્યુઝિકને એક્સપ્લોર કરવા માટે કોઇ કોમર્શિયલ જગ્યા નહી પરંતુ ઘરમાં કે ટેરેસ પર એક સાથે બેસીને લોકો મ્યુઝિકનો આનંદ ઉઠાવી શકે અને યુવાનોમાં 'બેઠક કલ્ચર'જીવંત રહે તે માટે મોટોજોજોનું આ મહિનાનું ગેધરિંગ સેટેલાઇટની એક સોસાયટી ખાતે યોજાયું હતું જેનું હોસ્ટિંગ નીધીએ કર્યું હતું. મ્યુઝિક, પોએટ્રીસ સ્ટોરીટેલિંગ અને ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં પોતાનું યુનિક ક્રિએશન ઓડિયન્સ સમક્ષ મૂકવા માટે ઇન્સ્ટ્રુમેન્ટાલિસ્ટ આશિષ વ્યાસ, પોએટમાં કૈવન શાહ, મ્યુઝિશિયનમાં સુરજ માની અને મનફે પોતાની ટ્રાવેલ જર્ની શેર કરી હતી.

ટ્રા૧૫ વર્ષથી ક્લાસિકલનો અભ્યાસ કરૂ છું

હું એક આઇ.ટી. કંપનીમાં મેનેજર છું અને સાથે સાથે ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવામાં અને ગાવામાં મને પહેલેથી શોખ છે તેથી વિવિધ ઇન્સ્ટ્રુમેન્ટને વગાડવાનો અભ્યાસ કર્યો છે પરંતુ ફ્લૂટમાં ઇન્ડિયન ક્લાસિકલ વગાડવાનો અભ્યાસ છેલ્લા ૧૫ વર્ષથી સતત કરી રહહ્યો છું અને આ ગેધરિંગમાં મેં 'રાગ-યમન' થી શરૃઆત કરી હતી, જેમાં ઓડિયન્સ પણ જોડાઇ હતી આ સાથે સુગમ સંગીતમાં અગ્નિપત ફિલ્મનું 'અભી મુજમે કહી' ગીત ફ્લૂટ સાથે પરફોર્મ કર્યું હતું. - આશિષ વ્યાસ

લાઇફ જર્ની, કલ્ચર અને સામાજિક મુદ્દાઓ પર કવિતા લખું છું

મેં લાસ્ટ યર ઇલેકટ્રીકલ એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું છે અને છેલ્લા ૩ વર્ષથી કવિતાઓ લખી રહ્યો છે, જેમાં મારો વિષય મુખ્યત્વે લાઇફ જર્ની, કલ્ચર અને સામાજિક મુદ્દાઓ હોય છે. આ વખતે ઓડિયન્સ સામે આ પ્રમાણે કવિતા રજૂ કરી હતી.


Tags :