પર્લ એપાર્ટમેન્ટની 22 મહિલાઓએ સૌરાષ્ટ્રના પ્રાચીન ગરબાને જીવંત રાખ્યા છે
ગુજરાતી, બંગાળી, મહારાષ્ટ્રીયન અને સાઉથ ઇન્ડિયન મહિલાઓએ પ્રાચીન ગરબાને સોસાયટીમાં પરફોર્મ કરવા માટે અઢી મહિનાની પ્રેક્ટિસ કરી
'ચૂડી ખનકાઇ તુને ક્યું આધી રાતમાં, દિલ કો ચુરાયા તુને બાતો હી બાતમા' જેવા ક્લાસિક મ્યુઝિક સાથે થતા ડિસ્કો દાંડિયાની સાથે સાથે આજની પેઢી 'તું કાળીને કલ્યાણી હો માત' અને 'ઘોર અંધારી રે...' જેવા ખૂબ જ જાણીતા એવા સૌરાષ્ટ્રના પ્રાચીન ગરબા શું છે? જૂના જમાનામાં આને કેવી રીતે ગવાતા તેના વિશે લોકો જાણે તે માટે પર્લ એપાર્ટમેન્ટ, સેટેલાઇટની મહિલા ગુ્રપ કે જેમાં ગુજરાતી, બંગાળી, મહારાષ્ટ્રીયન અને સાઉથ ઇન્ડિયન ૨૨ મહિલાઓએ પ્રાચીન ગરબાને સોસાયટીમાં પરફોર્મ કરવા માટે અઢી મહિનાની પ્રેક્ટિસ કરી છે. આ અંગે વાત કરતા સોસાયટીના દિપ્તી ધુ્રવે કહ્યું કે, મારું પિયર સૌરાષ્ટ્રમાં છે અને લગ્ન કરીને હું ૧૦ વર્ષથી અહી અમદાવાદમાં સ્થાયી થઇ છું ત્યારથી મેં જોયું કે અમદાવાદમાં ડિસ્કો, દાંડીયા ગવાય છે મેં આટલા વર્ષોમાં કોઇને પ્રાચીન ગરબા પર રમતા કે ગાતા જોયા નથી. મનોરંજનની સાથે સાથે દેવીની આરાધનાનું મહત્વ પણ હોવું જોઇએ તે માટે ગયા વર્ષે નવરાત્રિના છેલ્લા દિવસે મેં સોસાયટીમાં માથે ગરબી લઇને સૌરાષ્ટ્રના પ્રાચીન ગરબા ગાયા હતા તે સોસાયટીમાં દરેકને ખૂબ ગમ્યા અને તેથી આ વર્ષે ૨૨ મહિલાઓએ સાથે મળીને 'પનઘટની પનહારી'ના ત્રણ ગરબા ગાવાનું નક્કી કર્યું. જેના માટે ખૂબ તૈયારીઓ કરી હતી.