6667 વ્યક્તિએ માત્ર એક જ બસની સુવિધા
પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા જ અસુવિધાજનક
જ્યારે શહેરની વસ્તી ૧૬ લાખ હતી ત્યારે ૯૦૦ જેટલી બસ હતી, અત્યારે ૭૦ લાખની વસ્તી માટે માત્ર ૧૦૫૦ જ બસ છે ! આ કારણે લોકો પર્સનલ વાહનોનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે...
જ્યારે અમદાવાદ શહેરની વસ્તી ૧૬ લાખ જેટલી હતી, તે સમયે શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ બસની સંખ્યા ૯૦૦ જેટલી હતી. જ્યારે વર્તમાન સમયની વાત કરીએ તો ૭૦ લાખની વસ્તીમાં માત્ર ૧૦૫૦ જેટલી જ બસો છે. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં રહેલી ખામીના કારણે લોકોને ફરજિયાત પણે પોતાના વાહનથી મુસાફરી કરવી પડે છે. જેના કારણે પ્રદૂષણમાં વધારો થાય છે. પબ્લિક ટ્રાન્સપોર્ટની ૧૦૫૦ બસમાં ૨૫૦ બસ બીઆરટીએની છે અને બાકીની ૮૦૦ એએમટીએસની છે. જેમાંથી માત્ર ૩૮૧ બસ ડિઝલથી અને બાકીની સીએનજીથી ચાલે છે. જ્યારે બીઆરટીએસની બધી જ બસો ડિઝલથી ચાલે છે.
પહેલાના સમયમાં એએમટીએસ મુંબઇની બેસ્ટ પછીની બીજા નંબરની સૌથી સુવિધા જનક બસ સર્વિસ હતી. કારણ કે, ત્યારે ગીચ વિસ્તારોમાં એએમટીએસ દ્વારા મિની બસ દોડાવવામાં આવતી જ્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટની વધારે જરૃરિયાતવાળા વિસ્તારોમાં ડબલડેકર બસની સુવિધા હતી. જ્યારે આજે બધી જ બસો એક સમાન હોવાથી ગીચતાવાળા વિસ્તારોમાં ટ્રાફિક અને પ્રદૂષણની વધે છે. - મહેશ પંડયા, પર્યાવરણ મિત્ર
સિગ્નલ દરમિયાન થતો ફ્યુઅલનો બગાડ
અમદાવાદ શહેરમાં દિવસ દરમિયાન ટ્રાફિક સિગ્નલ પર કાર, રીક્ષા કે બાઇક ચાલુ રાખીને ૯૩૦ લીટર પેટ્રોલ, ૪૫૦ લીટર ડિઝલ અને ૬૪૦ લીટર સીએનજીનો બગાડ કરે છે. સિગ્નલ પર ટ્રાફિકનું યોગ્ય નિરાકરણ લાવવામા ંઆવે તો ફ્યુઅલનો બગાડ અટકાવી શકાય છે, જેના દ્વારા આર્થિક નુકસાનની સાથે પર્યાવરણના નુકસાનને પણ રોકવું શક્ય બનશે.