Get The App

જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળે તે માટે NTSEની ૫રીક્ષાની તૈયારી વિનામૂલ્યે કરાવે છે

IIT_RAMના સ્ટુડન્ટસ દ્વારા છેલ્લાં ત્રણ વર્ષથી ધો.૧૦ના

Updated: Jun 18th, 2019

GS TEAM

Google News
Google News
જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળે તે માટે NTSEની ૫રીક્ષાની તૈયારી વિનામૂલ્યે કરાવે છે 1 - image

મણિનગર સ્થિત ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રકચર ટેકનોલોજી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટના (આઇઆઇટી-રામ) વિવિધ ડિપાર્ટમેન્ટના ૨૩થી વધુ સ્ટુડન્ટની અલગ અલગ ટીમ દ્વારા છેલ્લાં ત્રણ વર્ષથી દર રવિવારે  ૯થી ૨ વાગ્યા સુધી પૂર્વ વિસ્તારની અ.મ્યુ.કો.ની  શાળાના ધો-૧૦માં અભ્યાસ કરતાં જરૃરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓને નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામિનેશન (એનટીએસઇ)  માટેની તૈયારી કરાવવાનું કાર્ય કરે છે. 

આઇઆઇટી રામના સ્ટુડન્ટસ દ્વારા પોતાની સેવાકીય કાર્યના ગુ્રપનું નામ 'દાયિત્વ' આપવામાં આવ્યું છે. આ વિશે વાત કરતા ગુ્રપના મેમ્બર અનિમેશ રાઠીએ કહ્યું કે, રજાના દિવસે આમતેમ ફરીને સમય વેડફી નાખવા કરતા આપણી પાસે જે જ્ઞાાન છે તેના દ્વારા જરૃરિયાતમંદ વિદ્યાર્થીઓને પગભર કરવા માટેનો વિચાર આવ્યો અને તેને લઇને અમે બધા સ્ટુડન્ટસ સાથે મળીને આ એક્ઝામિનેશનની તૈયારી ફ્રીમાં કરાવીએ છીએ.

આ માટેનો વિચાર અમારા ભૂતપૂર્વ સાથી મિત્રોનો હતો. જેેને ધ્યાનમાં લઇને એએમસીની શાળામાં ધો- ૯ અને ૧૦માં અભ્યાસ કરતા ૧૦૦થી વધુ  તેજસ્વી વિદ્યાર્થીઓને (એએમસી) દ્વારા (આઇઆઇટી રામ) ખાતે મોકલી આપવામાં આવે છે, જેમાં આઇઆઇટીરામના ડાયરેક્ટર, રજિસ્ટ્રાર અને ફેકલ્ટીના સાથ સહકાર દ્વારા દાયિત્વ ગુ્રપના સ્ટુડન્ટસ દ્વારા એક્ઝામની તૈયારી કરાવીએ છીએ. પોતાની પાસે રહેલા જ્ઞાાનનો લાભ બીજા કોઇને મળે તો જીવનમાં કંઇક કાર્ય કર્યું છે તેનો અનેરો આનંદ મળે છે. આ વિદ્યાર્થીઓ (એનટીએસઇ) એક્ઝામમાં પાસ થાય તો તે વિદ્યાર્થીંઓ અભ્યાસ કરે ત્યાં સુધી સ્કોલરશિપ મળે જેનાથી તે વધુ આગળ અભ્યાસ કરીને પોતાના પગભેર થઇ શકે છે અને વધુ અભ્યાસ કરી શકે છે. એક્ઝામની તૈયારીની સાથે વિદ્યાર્થીઓને વિવિધ વર્કશોપ, ગેમ, ક્રાફ્ટની પ્રવૃત્તિ મ્યુઝિકલ સોન્ગની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.

વિદ્યાર્થીને સ્કોલરશીપ મળતા તે વધુ અભ્યાસ કરી શકે છે

વિદ્યાર્થીને અભ્યાસમાં રસ હોય પણ તેની આર્થિક સ્થિતિ સારી ન હોય તે વધુ અભ્યાસ કરી શકતો નથી. આવા સમયે ધો ૮અને ૧૦માં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીએ નેશનલ લેવલની આ એક્ઝામ પાસ કરે તો સ્કોલરશીપ મળે છે જેનાથી તે વધુ અભ્યાસ કરી શકે છે. દર વર્ષે ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા પાસ કરે છે. આ સ્ટુડન્ટસની ટીમ દ્વારા જે રીતે શિક્ષણ માટેનું પ્રેરણાદાયી કાર્ય કરે છે જે ખૂબ જ સરાહનીય છે જેનાથી બીજા લોકોને પણ તેમાંથી પ્રેરણા મળી રહે છે. શહેરમાં પૂર્વ વિસ્તારમાં આઇઆઇટી રામ અને પશ્ચિમમાં એલ.ડી.એન્જિનિયિરંગમાં આવી એક્ઝામની તૈયારી સ્ટુડન્ટસ દ્વારા કરાવવામાં આવે છે. - જે.એસ.પ્રજાપતિ, ડેપ્યુટી કમિશ્નર, પૂર્વ ઝોન


Tags :