Get The App

'પહેલા હું ન્યૂઝ શોધતી હતી અને છેલ્લે હું જ ન્યૂઝ બની ગઇ'

ગુજરાત યુનિવર્સિટીની સ્કૂલ ઓફ લૉ ખાતે ૫ત્રકાર જે.ડે.ની હત્યા કેસમાં ૯ મહિના જેલમાં રહી નિર્દોષ છૂટેલી પૂર્વ પત્રકાર જિજ્ઞાા વોરાની ટોક યોજાઇ

Updated: Sep 24th, 2019

GS TEAM

Google News
Google News
'પહેલા હું ન્યૂઝ શોધતી હતી અને છેલ્લે હું જ ન્યૂઝ બની ગઇ' 1 - image

'પહેલા હું ન્યૂઝ શોધતી હતી અને છેલ્લે હું જ ન્યૂઝ બની ગઇ' યુનિવર્સિટીના સ્કૂલ ઓફ લૉ વિભાગ ખાતે પૂર્વ પત્રકાર જિજ્ઞાા વોરાએ કહ્યું હતું. જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન વિભાગ અને યુનિવર્સિટીની સ્કૂલ ઓફ લૉ દ્વારા પૂર્વ પત્રકાર જિજ્ઞાા વોરાની ટોકનું આયોજન કર્યું હતું. જિજ્ઞાા વોરાએ જર્નાલિઝમ અને લૉના સ્ટુડન્ટસને કહ્યું કે, સ્ટોરીઝ અને પોતાના ક્લાયન્ટ સાથે વધારે પર્સનલ થવું જોઇએ નહીં. ઉપરાંત પોતાની સહનશક્તિ મુજબ ઇમોશનની સીમા બાંધવી જોઇએ. સમાજમાં ઘણા લોકો આપણા ઇમોશનનો ઉપયોગ કરીને પોતાના કામ પુરા કરતા હોય છે, ત્યારબાદ તેઓને આપણી દરકાર પણ રહેતી નથી. કરિયરની શરૃઆતમાં મેં કોર્ટ રીપોર્ટિંગ કર્યું હતું, જેમાં એક વખત દાઉદના ભાઇ ઇકબાલને જેલમાં થતી સમસ્યા વિશે સ્ટોરી કરી હતી. ત્યારે મને બાયલાઇન મળતી હોવાથી ખૂબ ઉત્સાહ હતો. પરંતુ હું જ્યારે જેલમાં ગઇ ત્યારે સમજાયું કે જો ગુનોગારોને જેલમાં પણ સારી સુવિધા આપવામાં આવે તો તેમનામાં સુધાર શક્ય નથી.

જેલના નવ મહિનાને મારો નવો જન્મ માનુ છું

૯ મહિનાની જેલને હું મારો નવો જન્મ માનું છું. જેલનું રીહેબિલિટેશન મને રીક્રુટમેન્ટ સેન્ટલ લાગતું હતું, જ્યાં મને ઘણા એવા લોકો મળ્યા કે જેઓ જેલમાં સુધવા માટે નહીં પરંતુ ફરવા માટે આવ્યા હતા. જેલમાં એક મહિલા એવી હતી જે પ્રેગ્રનન્સી દરમિયાન આવતી અને બાળકને જન્મ આપીને બહાર નીકળી જતી હતી. એક ૧૯ વર્ષની છોકરી એવી પણ હતી, જે રોજના ૫૦ હજારના મોબાઇલ ચોરવાનો ટાર્ગેટ રાખતી હતી. ઉપરાંત જેલ દરમિયાન મને દેહવ્યાપાર કરવાની પણ ઓફર મળી હતી. 

લોકોની મદદ કરી મેં ઘણા દુશ્મનો તૈયાર કર્યા હતા

લોકોની મદદ કરવાની મારી લાગણીના કારણે મેં ઘણા દુશ્મનો તૈયાર કર્યા હતા પરંતુ તેની જાણકારી હું કામ કરતી હતી તે સમયે નહોતી. જેલમાં જવાથી મને એક વાતની સમજણ આવી કે મિત્રો કરતા પરિવાના લોકો વધારે મહત્ત્વના હોય છે. જ્યારે મને બધા લોકો ગુનેગાર માનતા હતા ત્યાર મારા પરિવારના ૧૫ સભ્યોને જ મારા પર વિશ્વાસ હતો. મિત્રોમાંથી ઘણા લોકો મને સાંભળવા પણ તૈયાર નહોતા. 

જેલમાં ગયેલા લોકોને સોસાયટી સ્વીકારવા તૈયાર નથી

જેલની અંદર રહીને મને સોસાયટીના લોકોથી ડર લાગવા માંડયો હતો. કારણ કે, વ્યક્તિ નિર્દોષ હોવ છતા જ્યારે કોર્ટની કાર્યવાહીની વાત આવે ત્યારે સમાજ તેને સ્વીકારવા તૈયાર થતો નથી. આપણે ક્યારે પણ જેલની બહાર નીકળતા નિર્દોષ કે ગુનેગારોને નવી તક આપવાની તૈયારી કરી નથી. જો આવી તૈયારી કરાશે તો જ સમાજમાં સાચો સુધાર આવશે. મેં ત્રણ વખત આવા લોકોની મદદ કરી હતી, પરંતુ હું તેમા નિષ્ફળ ગઇ છું. પરંતુ મેં પ્રયત્ન કર્યાનો મને આનંદ છે.


Tags :