Get The App

2007માં મારૂ સિલેક્શન વન-ડે વર્લ્ડ કપમાં નહોતું થયું ત્યારે હું ક્રિકેટ છોડવા માગતો હતો

નિરમા યુનિવર્સિટીમાં પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરનો ટોક શો યોજાયો

Updated: Sep 19th, 2019

GS TEAM

Google News
Google News
2007માં મારૂ સિલેક્શન વન-ડે વર્લ્ડ કપમાં નહોતું થયું ત્યારે હું ક્રિકેટ છોડવા માગતો હતો 1 - image

નિરમા યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના મિકેનિકલ એન્જિનિયરિંગ સ્ટુડન્ટસ એસોસિએશન દ્વારા ટેકનો- મેનેજમેન્ટ સિમ્પોઝિયમનું 'પ્રવેગ'આયોજન કરાયુ હતું. જેમાં પ્રથમ દિવસે નેવી અને નેશનલ સિક્યોરિટી ગાર્ડના હથિયારોનું પ્રદર્શન યોજાયું સાથે જ નેવી દ્વારા બેન્ડ પરફોર્મન્સ પણ અપાયું હતું. જ્યારે બીજા દિવસે પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરનો ટોક શો યોજાયો હતો. ટોક શોમાં તેમણે આર્મી વિશે વાત કરતા કહ્યું કે, આર્મીમાં જોડાવુ મારૃ બાળપણનુ સપનું હતું, આર્મીમા ન જોડાવાનો મને જીવનભર અફસોસ રહેશે. આર્મીમાં સેવા આપતા લોકો જ દેશના સાચા હીરો છે. ક્રિકેટ સિવાય પણ દરેક ક્ષેત્રમાં કેપ્ટન અને લીડર વચ્ચે ઘણો તફાવ હોય છે, મેં હંમેશા લીડર બનાવાનો પ્રયાસ કર્યો છે. ૨૦૦૭માં મારૃ સિલેક્શન વન-ડે વર્લ્ડ કપમાં નહોતું થયું ત્યારે હું ક્રિકેટ છોડવા માગતો હતો. પરંતુ પરિવારના લોકોએ મને ક્રિકેટ ન છોડવાની સલાહ આપી હતી.

કોહલી ઇન્ટરનેશનલ લેવલે સફળ કેપ્ટન પરંતુ IPLમાં સફળ નથી

વિરાટ કોહલી ઇન્ટરનેશનલ લેવલે ખૂબ પ્રતિભાશાળી કેપ્ટન છે. પરંતુ આઇપીએલ જેવી સ્થાનિક ટુર્નામેન્ટમાં તેનો ગ્રાફ એમ.એસ. ધોની અને રોહિત શર્માની સરખામણીએ ખૂબ નીચો છે. કેપ્ટન તરીકે એમ.એસ.ધોનીએ સી.એસ.કે.ને સિદ્ધી અપાવી, રોહિત શર્માએ મુંબઇ ઇન્ડિયને ચાર વખત વિજેતા બનાવ્યું, પરંતુ વિરાટ કોહલી આર.સી.બી.ને ટ્રોફી અપાવી શક્યા નથી. વિરાટ કોહલીએ તેમની પાસેથી ઘણું શીખવાનું છે. વિરાટને એમ.એસ. ધોની જેવા કુશળ કેપ્ટનનો સારો સપોર્ટ મળ્યો હતો. 

માત્ર 4 મહિનામાં મારા જીવનમાં બદલાવ આવ્યો

૨૦૦૭ના ઓડીઆઇ વર્લ્ડ કપ માર્ચ - એપ્રિલમાં અને ટી-૨૦ વર્લ્ડ કપ સપ્ટેમ્બરમાં યોજાયો હતો. આ સમયગાળા વચ્ચે હું ક્રિકેટને છોડવા માગતો હતો. પરંતુ જ્યારે ટી-૨૦ વર્લ્ડ કપ પુરો થયો ત્યારે મને મારી જાત પર વિશ્વાસ આવ્યો હતો. ત્યારબાદ મેં ક્રિકેટની દરેક મેચ હંમેશા જીતવા માટે જ રમી છે. સ્ટુડન્ટસે પણ પોતાના ક્ષેત્રમાં ક્યારેય હાર માનવી જોઇએ. 

ખેલાડીએ પોતાના ઇમોશન પર કાબુ રાખવો જોઇએ

સ્પોર્ટસમાં તમે સામેની ટીમના ખેલાડી સાથે ક્યારે પણ પર્સનલ થઇ શકો નહીં. કારણ કે, રમત ખેલદીલીની ભાવનાથી રમાવી જોઇએ. પરંતુ મારી અને આફ્રિદી વચ્ચે જે પણ થયું તેમા અમે બંનેએ લાઇન ક્રોસ કરી હતી. અમે બંને પોતના ઇમોશન રોકી શક્યા નહોતા, તે અમારી મોટી ભૂલ હતી. સ્પોર્ટસમાં હંમેશા ખેલાડીએ પોતાના ઇમોશન પર કન્ટ્રોલ રાખવો જોઇએ.

સ્ટુડન્ટસે ઓડિટોરીયમની બહાર હંગામો મચાવ્યો 

નિરમા યુનિવર્સિટી દ્વારા આયોજિત ગૌતમ ગંભીરના ટોક શોને લઇને સ્ટુડન્ટસમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉત્સાહ સાથે જ જ્યારે ટોક શોની શરૃઆત થઇ ત્યારે કેટલાક સ્ટુડન્ટસે ઓડિટોરીયમની બહાર હંગામો મચાવ્યો હતો. તેમની ફરીયાદ હતી કે, શોના પાસ હોવા છતા તેમને ઓડિટોરીયમમાં જવા દેવાયા નથી. જ્યારે રીફન્ડની માગણી કરી ત્યારે ઉડાઉ જવાબ આપ્યા હતા.


Tags :