Get The App

પર્સનાલિટીને અનુરૂપ ગર્લ્સ લહેંગામાં વન લાઇનર સ્લોગન લહેંગામાં પેચ વર્ક કરાવે છે

આ વર્ષે નવરાત્રિમાં સોશિયલ મીડિયા લવર્સ માટે

Updated: Sep 19th, 2019

GS TEAM

Google News
Google News
પર્સનાલિટીને અનુરૂપ ગર્લ્સ લહેંગામાં વન લાઇનર સ્લોગન લહેંગામાં પેચ વર્ક કરાવે છે 1 - image


હેશટેગ નવરાત્રિ ટુકે૧૯નું કાઉનડાઉન દરેક યુવાન હૈયાઓમાં શરૃ થઇ ચૂક્યું છે અને ખેલૈયાઓ નવરાત્રિની તડામાર તૈયારી કરી રહ્યા છે. આજે સોશિયલ મીડિયાનો નશો દરેક માથે ચડેલો છે ત્યારે  યંગસ્ટર્સ અત્યારથી નક્કી કરી રહ્યા છે કે આ વખતે કંઇક અલગ લૂક સાથે હું યુનિક ફોટોને સોશિયલ મીડિયા પર અલગ અલગ હેશટેગ સાથે મૂકીશું. આજે દરેક એનો જ આનંદ માણે છે. દર વર્ષે યંગસ્ટર્સને નવરાત્રિના આઉટફીટમાં કંઇક યુનિક કંઇક અલગ લઇ આવે છે ત્યારે આ વખતે ગરબા ગ્રાઉન્ડમાં હેશટેગ ચણિયાચોળી જોનાર દરેકના હોશ ઉડાડશે. સોશિયલ મીડિયા લવર્સ માટે આ ઓલ ટાઇમ ફેવરેટ બની રહેશે. હેશટેગ ચણિયાચોળીની સૌથી સારી વાત છે કે પહેરનાર વ્યક્તિ પોતાની પર્સનાલિટી પ્રમાણે તેના લહેંગામાં હેશટેગ લગાવીને ગરબે ઘૂમશે.

બધા જ જ્યારે કેપ્શનવાળી દુનિયામાં જીવે છે ત્યારે હેશટેગ લહેંગા નવીન લાગશે

મને દર વર્ષે નવરાત્રિમાં કંઇક યુનિક અને ટ્રેન્ડી જોઇએ છે. મેં ગયા વર્ષે મોબાઇલ અને બીજી નાની નાની વસ્તુઓને ગરબા ગાતા સમયે પણ પોતાની સાથે રાખી શકાય તે માટે ૪૮ પોકેટ વાળી ચણિયા ચોળી પહેરી હતી. આજે બધાજ કેપ્શનવાળી દુનિયામાં જીવે છે ત્યારે આ વખતે હેશટેગ ચણિયાચોળી બેસ્ટ ઓપ્શન છે. જે પર્સનલાઇઝ અને નવીન લાગે છે. આ લહેંગામાં ગર્લ્સ પોતાની પર્સનાલિટી પ્રમાણે હેશટેગ ઉમેરી શકશે. અત્યારે સિમ્પલ અને સોબર દેખાવોનો ટ્રેડ છે ત્યારે મેં આમાં માત્ર નેકપીસ જ પહેર્યો છે.  આર.જે. એકતા

આ ચણિયાચોળીને મોનોક્રોમ ઇફેક્ટ આપવામાં આવી છે

હેશટેગ ચણિયાચોળીનો આઇડિયા લાવનાર અને ઇમ્પ્લીમેન્ટ કરનાર વૈશાલી શાહે કહ્યું કે, સોશિયલ મીડિયામાં કોઇપણ વ્યક્તિ એક સેલ્ફી પણ અપલોડ કરે છે તો હેશટેગ લેગ્વેજ વાપરે છે. ગઇ નવરાત્રિમાં ગર્લ્સ હેશટેગ સાથે સેલ્ફી ક્વિન, કૂડી પટાકા અને ડ્રામા ક્વીન કેપ્શનમાં મુકતી હતી એટલે આ વખતે ચણિયાચોળીમાં આ મુકવાનો વિચાર કર્યો. આ ચણિયાચોળીમાં મોનોક્રોમ ઇફેક્ટ આપવામાં આવી છે. જેમાં બ્લેક એન્ડ વ્હાઇટ કલર દેખાય અને નિયોન થ્રેડ વાપરી દુપટ્ટામાં નિયોન પિંક અને યલો કલરની લાઇનીંગ આપી છે. વૈશાલી શાહ, સીઇઓ, જસ્ટ બ્લાઉઝીસ 

પેચવર્ક ઓલ ટાઇમ ફેવરિટ છે

સોશિયલ મીડિયા અત્યારે બધુ જ છે ત્યારે આ પોતાના અલગ અને અટ્રેક્ટીવ હેશટેગ લગાવેલ ચણિયાચોળી ગરબા ગ્રાઉન્ડમાં જોનાર દરેક માટે અટ્રેક્શન બની જશે. આ ટ્રેન્ડિંગ છે. આ ચણિયાચોળીમા કરેલ પેચવર્ક મને ખુબ ગમ્યું. પેચવર્ક માત્રક્ષ નવરાત્રી માટે જ નહી ઓલ ટાઇમ ફેલરીટ હોય છે.આ લહેંગા સાથે મેં રિક્ષા પ્રિન્ટ બ્લાઉઝ ટ્રાય કર્યો છે જે દરેકને એટ્રેક્ટ કરે છે. હિના સોમાની, ફેશન કન્સલ્ટન્ટ

આ હેશટેગ પર ડિઝાઇન કરાવી શકો છો ચણીયાચોળી...

સામાન્ય રીતે ગર્લ્સ તેમની ક્યુટનેટ, ચંચળતા અને તેની અદાઓને અલગ અલગ હેશટેગમાં ગોઠવતી હોય છે ત્યારે આ વર્ષે આ હેશટેગ ચણિયાચોળીમાં હેશટેગ લહેંગામાં લગાવી શકો છો.

Tags :