શેરડીના કૂચા, વાંસ, વાયર અને ઊનનો ઉપયોગ કરીને છ અઠવાડિયાની મહેનત બાદ ગારમેન્ટ તૈયાર કર્યા
ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇન, ગાંધીનગર ખાતે ડિઝાઇનિંગના માસ્ટર્સના સ્ટુડન્ટસ દ્વારા છ અઠવાડિયાના ડિઝાઇન પ્રોજેક્ટને 'આર્ટ ટુ વીયર' હેઠળ પ્રદર્શન
ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇન, ગાંધીનગર ખાતે ડિઝાઇનિંગના માસ્ટર્સના સ્ટુડન્ટસ દ્વારા છ અઠવાડિયાના ડિઝાઇન પ્રોજેક્ટને 'આર્ટ ટુ વીયર' હેઠળ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. આ પ્રદર્શનમાં મૂકવામાં આવેલા ગારમેન્ટમાં વિદ્યાર્થીઓએ જે ક્યારેય ન વપરાયા હોય તેવા મટીરિયલ અને પ્રોપર્ટીઝનો અલગ અલગ ટેકનિકથી ઉપયોગ કરીને દરેક સ્ટુડન્ટે એક નવી પ્રોડક્ટનું ઇન્વેન્શન કર્યું છે. આ પ્રોજેક્ટમાં તેઓએ કપડાં બનાવવા માટે ચામડા જેવું ફેબ્રીક અને ફ્લેક્સીબલ સીટ મટીરિયલનો ઉપયોગ કરી હાલની પરિસ્થિતિને પડકારવાનો પ્રયાસ કર્યો છે. આ સાથે રોજિંદી વસ્તુઓમાંથી પ્રેરણા મેળવી સ્ટુડન્ટસે પોતાની અભિવ્યક્તિને આકાર આપવાનો પ્રયાસ કર્યો છે. આ ગારમેન્ટસમાં તેઓએ શેરડીનાં કૂંચા, બામ્બૂ, વાયર અને કાચા ઊનનો ઉપયોગ કરીને એક નવા અંદાજમાં તેમના પ્રોજેક્ટ એક્ઝિબિટ કર્યા છે.
મેક્રેમ સ્કવેર નોટીંગ ટેકનિકનો ઉપયોગ કરાયો છે
આ ગારમેન્ટ બનાવવાની પ્રેરણા મને છોડના મૂળ અને ડાળીના વિકાસની પ્રક્રિયામાંથી મળી છે. જ્યારે આ બનાવવાનો વિચાર આવ્યો ત્યારે હતું કે એવા મટીરિયલનો ઉપયોગ કરવો છે, જેનાથી ગ્રોથને રિપ્રેઝન્ટ કરી શકાય. ત્યારબાદ શેરડી અને દોરડાનો ઉપયોગ કરી મેક્રેમ સ્કવેર નોટીંગ ટેકનિકનો ઉપયોગ કરી મજબૂત સ્ટ્રક્ચર મળે જે ગારમેન્ટ ઊડે નહીં અને સ્થિર રહે તેવું ઇનોવેશન કર્યું.- અવંતિકા લાલ
દરિયાઇ શંખની ડિઝાઇનમાંથી પ્રેરણા લઇ ગારમેન્ટ તૈયાર કર્યા છે
દરિયાઇ શંખ કેટલાય જીવોને રક્ષણ આપે છે તેથી આ દરિયાઇ શંખમાંથી પ્રેરણા લઇને મેં મારા ગારમેન્ટ્સ તૈયાર કર્યા છે. મારે ઇકોફ્રેન્ડલી મટીરિયલ અને ટેકનિક સાથે કપડાને મજબૂતાઇ આપવાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. તેથી ટ્રેડિશન અને મજબૂતાઇને ધ્યાનમાં રાખીને ક્રોસિયો નીડલ દ્વારા કાચા રૃને મટીરિયલમાં લઇને ગારમેન્ટ હેન્ડક્રાફ્ટ કર્યા છે અને તેમાંથી જાતે જ અલગ અલગ પેટર્ન જનરેટ કરી છે.- ઓમપ્રકાશકુમાર નિરાલા
ગારમેન્ટ કડક ન બને તેથી લંબાઇ ઓછી કરાઈ
આ ગારમેન્ટ બનાવવાની પ્રેરણા ચીલી શિડ્સ અને વાંસની રચનામાંથી લીધેલી છે. આ ગારમેન્ટ બનાવવા માટે અહીં અલગ અલગ બે મટીરિયલ વચ્ચેનું ઇન્ટરેક્શન દર્શાવવામાં આવ્યું છે. જેના માટે આ ગારમેન્ટમાં સુતરાઉ દોરો અને શેરડીનો ઉપયોગ કરીને લિનિયર સ્ટ્રક્ચર દ્વારા નરમ ગુણવત્તા આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ ગારમેન્ટ વધારે કડક ન બને તે માટે તેની લંબાઇ ઓછી રાખવામાં આવી છે.- માલવિકા બાયજુ
ફાયબરનો નેચરલ કલર રાખી, ઓછું ડેકોરેટ કર્યું છે
આ ગારમેન્ટ બનાવવાની પ્રેરણા મને રોટલીમાંથી મળી છે, જેમાં એકની ઉપર બીજા પડ લગાવેલા હોય છે. તેથી આ ગારમેન્ટ માટે વાયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેમાં હેન્ડ ફેલ્ટીંગ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગારમેન્ટમાં ફાયબરનો નેચરલ કલર રાખવામાં આવ્યો છે અને ઓછામાં ઓછું તેને ડેકોરેટ કરવામાં આવ્યું છે. જેને કારણે મટીરિયાલિટી અને એક પર ચડેલા કેટલાય પડમાં સેન્ટ્રલ ફોકસ જાય છે.-પંચમી રાઓ