Get The App

હેન્ડલૂમમાં વૈશ્વિક લેવલે ભારતનો ફાળો 90% છે

નેશનલ હેન્ડલૂમ ડે નિમિતે એનઆઇડીની ડિઝાઇન ગેલેરીમાં એક્ઝિબિશન યોજાયું

Updated: Aug 7th, 2019

GS TEAM

Google News
Google News
હેન્ડલૂમમાં વૈશ્વિક લેવલે ભારતનો ફાળો 90% છે 1 - image


નેશનલ હેન્ડલૂમ ડે નિમિતે એનઆઇડીના ટેક્સટાઇલ ડિઝાઇના સ્ટુડન્સ દ્વારા 'સ્વરાજ યેટ ટુ કમ' સબ્જેક્ટ પર એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે, એક્ઝિબિશનમાં સ્ટુડન્ટસ દ્વારા દેશના વિવિધ પ્રદેશોના વણાટ કાર્ય દ્વારા તૈયાર કરાયેલી સાડી પ્રદર્શિત કરી હતી. વણાટ પ્રક્રિયા અને પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટે ટેક્સટાઇલ ડિઝાઇનના સ્ટુડન્ટસ દેશના વિવિધ પ્રદેશોની મુલાકાત લીધી હતી. પ્રો. સ્વાતી સિંઘે વાતચીતમાં કહ્યું કે, નેશનલ હેન્ડલૂમ દિવસ પર સ્ટુડન્ટસ સાથે અમે નવો પ્રયત્ન કરવા માગતા હતા. તેથી એક્ઝિબિશનનું આયોજન કર્યું છે, જેના દ્વારા લોકોમાં હેન્ડલૂમ વિશેની માહિતી પણ પહોંચી શકશે. સરકારી અહેવાલ મુજબ હેન્ડલૂમ ક્ષેત્રે વૈશ્વિક લેવલે ભારતનો ૯૦ ટકા ફાળો છે. પરંતુ પાવરલૂમ આવવાથી હેન્ડલૂમ બિઝનેસને મોટો ફટકો પડયો છે. પાવરલૂમની સાથે હેન્ડલૂમનો પણ વિકાસ થાય તેવી દિશામાં કામ કરવું જોઇએ. એક્ઝિબિશન ૮ ઓગસ્ટ સુધી નિહાળી શકાશે.

કોટન

સ્ટુડન્ટસ : અર્જુન, રાશી, નેહા

ઇન્ડિગોમાં કોટનની ડિઝાઇન અને નેચરલ કલરનો ઉપયોગ કર્યો

અમે કોટનના અભ્યાસ માટે કર્ણાટકના અમીનગરના શાકમ્બરી વણાટ સોસાયટીની મુલાકાત લીધી હતી. તેઓ કોટનની સાથે સિલ્ક પર પણ કામ કરતા હતા. જ્યારે સિલ્ક પર રંગ લગાવવા માટે ગરમ પાણીનો ઉપયોગ થાય છે અને કોટન ગરમ પાણીમાં તૂટી શકે છે. માટે તેઓ કોટન પર રંગ લગાવવા માટે આંધ્રપ્રદેશ મોકલતા અને તેને આવતા ૧૫ દિવસનો સમય લાગતો, જેથી તેમના કામમાં મુશ્કેલી આવતી હતી. અમે તેઓને ઇન્ડિગોમાં કોટનની ડિઝાઇન તૈયાર કરવવા સાથે નેચરલ કલરનો ઉપયોગ શીખવ્યો હતો.

સિલ્ક

સ્ટુડન્ટસ : મેઘા મોહન, કોમલ સોલંકી

યંગ જનરેશન સિલ્ક વણાટ પ્રક્રિયામાં આવવા તૈયાર નથી

કર્ણાટકના મુલાકાલમુરૃમાં અમે સિલ્ક વણાટ પ્રક્રિયાના અભ્યાસ અર્થે ગયા હતા, ત્યાના લોકોની સૌથી મોટી સમસ્યા છે કે સિલ્કની કિંમત ખૂબ ઊંચી હોય છે. તેથી તેમની આવકનું પ્રમાણ ઓછું છે. તેના કારણે યંગ જનરેશનના લોકો સિલ્ક વણાટ કાર્યમાં આવવા તૈયાર નથી અને અત્યારે સિલ્ક વણાટ કાર્ય સાથે જોડાયેલા લોકો તેમની છેલ્લી પેઢીના છે. તેથી આ વણાટ પ્રક્રિયા સામે મોટુ જોખમ છે. ઉપરાંત કારીગરોને ગવર્મેન્ટ તરફથી સપોર્ટ મળતો નથી. તેની પણ સમસ્યા કારીગરોમાં જોવા મળે છે.

વૂલ

સ્ટુડન્ટસ : સ્વેતા જે., રાહુલ કિરન

સિલ્ક અને કોટનની તુલનાએ વૂલ વણાટ પ્રક્રિયાનો વિકાસ સૌથી ઓછો છે

ભારતમાં સૌથી વધારે વિકાસ સિલ્ક ત્યારબાદ કોટન અને સૌથી ઓછો વિકાસ વૂલ વણાટ પ્રક્રિયામાં જોવા મળે છે. જેના કારણે વૂલ વણાટ પ્રક્રિયાનો વિકાસ પણ નહીંવત જોવા મળે છે. ઉપરાંત વૂલ વણાટમાં કામ કરતા લોકોની સરેરાશ ઉંમર ૬૦થી ૯૦ વર્ષની છે. આ કારીગરોની પેઢી પણ આ બિઝનેસમાં આવવા માગતી નથી. નવી પેઢી વૂલ વણાટની ટેકનિકલ જાણકારી ધરાવે છે, પરંતુ સિલ્કમાં વૂલ કરતા વધારે આવક હોવાથી તેઓ સિલ્ક બિઝનેસમાં આગળ વધવા માગે છે.

Tags :