બે યુરોપિયન મિત્રએ મિલ્ક વગર મિલ્ક શેક અને બટર વગર બ્રાઉની તૈયાર કરી
ફાનાટિકા ખાતે યુરોપિયન વેગન ફૂડ ફેસ્ટિવલ યોજાયો
ફાનાટિકા, એક ફાઉન્ડેશન અને ગોએથ-ઝેન્ટ્રમ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ફાનાટિકા ખાતે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં હેન્ડ રાઇટિંગ સેશન્સ યોજાયા હતો, જેમાં ૨૦થી વધુ સ્ટુડન્ટે ભાગ લીધો હતો. અહીંયા જર્મન લેંગ્વેજનો ક્લાસ પણ લેવામાં આવ્યો હતો આ ઉપરાંત જર્મન ફેસ્ટિવલની ઉજવણી કરાઇ, જેમાં યુરોપિયન વેગન ફૂડ ફેસ્ટિવલ, જર્મન લેંગ્વેજીસ ફ્રી ક્લાસિસ અને ફિલ્મ સ્ક્રિનિંગનું આયોજન કરવામાં આવ્યું. નિકોલાસ વેકરબર્થ દ્વારા તૈયાર કરાયેલી 'કાસ્ટિંગ' ફિલ્મ અને ઓલિવર હેફનર દ્વારા તૈયાર કરાયેલી 'અ ગિફ્ટ ફ્રોમ ધ ગોડ્સ'નું સ્ક્રિનિંગ કરાયું. આ તમામ ઇવેન્ટ ઓપન ફોર ઓલ રહી હતી.
તાજેતરમાં જ યુરોપના બે મિત્ર ફ્લાવિન લફોસે અને બ્રાહિમ મેસ અમદાવાદ શિફ્ટ થયા છે તેઓએ આ ફૂડ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો. આ ફ્રેન્ચ શેફે વેગન, હોમમેડ અને ફ્રેશ ફૂડ ડીસીસ તૈયાર કરી હતી તેઓએ કહ્યું કે ઘણી એવી વસ્તુઓ જેમાં ડેરી પ્રોડક્ટ, મિલ્ક, ક્રીમ, બટર, મધનો ઉપયોગ કરાવામાં આવે છે પરંતુ વેગન ફૂડ તૈયાર કરવા માટે આવી વસ્તુઓનો ઉપયોગ કર્યા વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ ડીસીસ તૈયાર કરી શકાય છે.
શું હતી રેસિપી ?
વેગન બનાના મિલ્ક શેકને મિલ્ક વગર તૈયાર કરવા બનાના,ખજૂર અને તજ સાથે પ્લાન્ટ બેઝ્ડ મિલ્કનો ઉપયોગ કર્યો. સામાન્ય રીતે બ્રાઉની બનાવવામાં બટરનો ખૂબ ઉપયોગ થાય છે ત્યારે આ શેફે ગ્લૂટન ફ્રી બ્રાઉની તૈયાર કરી. આજે જ્યારે લોકોમાં વજન વધારાની સમસ્યા છે ત્યારે ગ્લૂટન એટલે ઘઉંનો ઉપયોગ થતો નથી ત્યારે આ રેસિપી બનાવવા માટે ઓર્ગેનિક મિક્સ ગ્લૂટન ફ્રી ફ્લોર, ચોકલેટ અને ઓર્ગેનિક કોકોનટ બટરને વાપરીને બ્રાઉની તૈયાર કરાઇ.