40 વર્ષથી અમદાવાદમાં રહેતા હોવા છતાં લોકોને સુંદરવન વિશે ખ્યાલ નથી
ટ્રી વોકમાં પર્યાવરણ પ્રેમીઓએ સુંદરવન ખાતે પ્રકૃતિના સાનિધ્યમાં વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિને જાણવાનો પ્રયત્ન કર્યો
અ સેકન્ડ આલિઆન્સ ફાઉન્ડેશન દ્વારા આ મહિને વધુને વધુ લોકોને ઇકોમુવમેન્ટમાં જોડવા માટે ટ્રીવૉકનું આયોજન સુંદરવન- અ નેચર ડિસ્કવરી સેન્ટર ખાતે યોજી હતી જેમાં ૧૬૦થી વધુ પર્યાવરણ પ્રેમીઓ જોડાયા હતી અને કુદરતના સાનિધ્યમાં સુંદરવનની મજા માણી હતી. સાપના કરડવાથી થતા મોતની સમસ્યાના ઉકેલમાં ૧૯૭૮માં સુંદરવન ઉભુ કરવામાં આવ્યું હતું. આજે સાપના કરડવાથી થતા મોતનું પ્રમાણ નહીવત છે ત્યારે આજે પણ આ કામગીરી યથાવત છે. સાડા ચાર એકરમાં ફેરલાયેલ સુંદરવનમાં પર્યાવરણ પ્રેમીઓએ કૃદરતના અસ્તિત્વના અનુભવમાં વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિને જાણવાનો પ્રયત્ન કર્યો.
રસોડાનો એક કિલો કચરો ન ફેંકવાથી સાડા ત્રણ કિલો ગ્રીન હાઉસ ગેસ નથી બનતો
દરેક વ્યક્તિએ પોતાના ઘરે કમ્પોસ્ટિંગ અચુ કરવું જોઇએ. એક કિલો રસોડાનો કચરો જમીન પર ફેકવાનો બંધ કરીએ તો સાડા ત્રણ કિલો ગ્રીન હાઉસ ગેસ નથી બનતો. તેથી ઘરના કચરાનો જ્યા ત્યાં ફેકવાનું ટાળવું જોઇએ આમ, એક અઠવાડિયું જો ઘરનો આ કચરો બહાર ન નાખતા ઘરમાં જ કમ્પોસ્ટિંગ કરવામાં આવે તો એક ઘરમાંથી જ ૨૦ કિલો ગ્રીન હાઉસ ગેસ હવામાં રીલિઝ થતો બંધ થઇ જાય છે. - લોકેન્દ્ર બાલાસરિયા
કોઇ પ્રસંગે છોડની ભેટ આપો
દરેક વ્યક્તિની આ પ્રકૃતિ માટે કોનિે કોઇ જવાબદારી છે. ઝાડ વાવો, કમ્પોસ્ટિંગ કરો, સિડ્સ વહેંચો અને ગાડીમાં પેટ્રોલ અને ડિઝલ ઓછું નંખાવો, એકલા ટ્રાવેલ કરવાનું હોય તો ગાડી છોડી ટુ વ્હીલરનો ઉપયોગ કરો. આ ઉપરાંત દરેક વ્યક્તિએ નક્કી કરવું જોઇએ કે કોઇ પણ પ્રસંગે ગિફ્ટમાં છોડની જ ભેટ આપો. - ડો. દર્શના ઠક્કર
ટ્રી વૉકમાં આવેલ ૬૦ ટકા લોકોએ પહેલી વખત સુંદરવન જોયું
સાડા ચાર એકરમાં ફેલાયેલ રમણીય જંગલ એટલે સુંદરવન. જેમાં આપણી સાથે જ સસલાં, મોર, બતક જેવા પ્રાણીઓ રમતા હોય અને ક્યાય ન જોવા મળે તેવા વિવિધ પ્રકારના સાપ અહી જોવા મળે છે છતા આ નેચર ડિસ્કવરી સેન્ટર વિશે છેલ્લા ૪૦ વર્ષથી અમદાવાદમાં રહેવા છતા ઘણા લોકોને સુંદરવન વિશે ખ્યાલ નથી. ટ્રી વોકમાં આવેલ ૬૦ ટકા લોકોએ પહેલી વખત સુંદરવન જોયું