એલિસબ્રિજ સાઉથ ઝોનના ત્રિ-દિવસીય 'યુગમ-22' યુથ ફેસ્ટિવલની શરૂઆત
પ્રથમ દિવસે 800થી વધુ સ્ટુડન્ટ્સ જોડાયા
શહેરની એક ખાનગી કોલેજની આગેવાનીમાં ગુજરાત યુનિવર્સિટીનો એલિસબ્રિજ સાઉથ ઝોનના ત્રિ-દિવસીય 'યુગમ-22' યુથ ફેસ્ટિવલની શરૂઆત થઇ છે. યુથ ફેસ્ટિવલના ઇનોગ્રેશનમાં અતિથિ વિશેષ તરીકે યુથ વેલ્ફરના ડાયરેક્ટર ડૉ.વી.કે.ચાવડા, સ્કૂલ ઓફ કોમર્સ ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ.શંકર સોઢા અને આર.જી. સાયન્સ કોલેજના પ્રોફેસર વિક્રમ પંચાલ સહિતના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા. ઇનોગ્રેશનમાં યુથ વેલ્ફરના ડાયરેક્ટર ડૉ.વી.કે.ચાવડાએ કહ્યું કે, યુથ ફેસ્ટિવલ સ્ટુડન્ટ્સની પ્રતિભાને બહાર લાવવા માટેનું પ્લેટફોર્મ છે. સ્ટુડન્ટ્સ સ્ટડીની સાથે યુથ ફેસ્ટિવલમાં જોડાઇને પોતાની મનગમતી એક્ટિવિટીમાં કૌશલ્ય બતાવી શકે છે.
પ્રથમ દિવસે 800થી વધુ સ્ટુડન્ટ્સ જોડાયા
ત્રિ-દિવસીય યુથ ફેસ્ટિવલની શરૂઆતમાં સ્ટુડન્ટ્સ દ્વારા પર્યાવરણ જાગૃતિ, કોરોના, શિક્ષણના મુદ્દાઓને બેનરો સાથે રેલી કરવામાં આવી હતી, જેમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજની ટીમ પ્રથમ, નારાયણા ગુરુ કોમર્સ કોલેજ અને ખ્યાતિ કોલેજ ઓફ નર્સિંગ ત્રીજા ક્રમે વિજેતા થઇ હતી. યુથ ફેસ્ટિવલમાં ફાઇન આર્ટ્સ, મ્યુઝિક, ડાન્સ, લિટરરી અને થિયેટર એકટમાં મહેંદી સ્પર્ધા, સ્પોટ ફોટોગ્રાફી, લાઇટ વૉકલ, ગૃપ સોન્ગ, ક્વિઝ કોમ્પિટિશન, ગરબા, ફોક ડાન્સ, મિમિક્રી, માઇમ, સ્કિટ સહિતની 32થી વધુ ઇવેન્ટમાં 1300થી વધારે સ્ટુડન્ટ્સ જોડાઇને પોતાની પ્રતિભા કૌશલ્યની પ્રસ્તુતિ કરશે, જેમાં પ્રથમ દિવસે 800થી વધારે સ્ટુડન્ટ્સે ગુજરાત યુનિવર્સિટીના ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી હોલ ખાતે સ્કિટ, માઇમ અને બીજા સ્થળોએ ઓન ધ સ્પોટ પેઇન્ટિંગ, લાઇટ વૉકલ (ઇન્ડિયન), ઇલોક્યુશન, સ્પોટ ફોટોગ્રાફી (ઇન કેમ્પસ), ફોક ડાન્સ-ટ્રાયબલ ડાન્સની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
ગૃપ સોન્ગ-થીમ- દેશભક્તિ, જે.જી.કોલેજ ઓફ કોમર્સ
દેશભક્તિ થીમ સાથે ગૃપ સોન્ગની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ગૃપ સોન્ગ સ્પર્ધામાં દરેક ટીમ દ્વારા વિવિધ ગીતની પ્રસ્તુતિ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. યુથ ફેસ્ટિવલમાં ગૃપ સોન્ગની પ્રસ્તુતિથી અમારા આત્મવિશ્વાસમાં ઘણો વધારો થયો છે. - ચેહુલ દેસાઇ, વિરલ ઝીંઝૂવાડીયા, કરણ વાઘેલા, વત્સલ રાવલ
સ્કીટ-શ્રી નારાયણ કોલેજ ઓફ કોમર્સ, પ્રેમને જવાબદારી તરીકે લેવું જોઇએ
આજના યુવાનો પ્રેમમાં નાની નાની વાતમાં એકબીજાથી વિખૂટા પડી જતા હોય છે ત્યારેે આજના યુવાનોમાં પ્રેમ એટલે શું છે? પ્રેમને એક જવાબદારી તરીકે લેવું જોઇએ. યંગસ્ટર્સે એકબીજાના પ્રેમમાં એકબીજાનો સ્વીકાર કરે છે તેવી રીતે આવતા દુઃખથી ડર્યા વિના તેનો સામનો કરવાની પ્રેરણાની આ સ્કીટમાં રજૂઆત કરી હતી.- મોક્ષા શુક્લા, ધુવી રાઠોડ, વિનય થીરાની, નીલ સોલંકી, રવિરાજ રાઠોડ, કૃનાલ ગજ્જર
સ્કીટ-આર.જે.ટીબ્રેવાલ કોમર્સ કોલેજ -'યે દુનિયા'
વર્તમાન સમયમાં સમાજ, મિડિયા, પોલીસ, રાજકારણ જેવા ક્ષેત્રે લોકો કેવા પ્રકારની મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે અને આવા ક્ષેત્રે ઊભી થયેલી સિસ્ટમની નિષ્ફળતાને વાચા આપતી સ્કીટની પ્રસ્તુતિ કરવામાં આવી.-વર્તમાન સમયમાં સમાજ, મિડિયા, પોલીસ, રાજકારણ જેવા ક્ષેત્રે લોકો કેવા પ્રકારની મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે અને આવા ક્ષેત્રે ઊભી થયેલી સિસ્ટમની નિષ્ફળતાને વાચા આપતી સ્કીટની પ્રસ્તુતિ કરવામાં આવી. -જસ્મિની પટેલ, વિરાજ દેસાઇ, નિશી શાહ, દીપસિંહ રાઠોડ, દર્શન પ્રજાપતિ
માઈમ-ગુજરાત આર્ટસ- સાયન્સ કોલેજ -લાઇફ ઇઝ અ રેસ
એક વ્યક્તિ જન્મથી લઇને મૃત્યુ સુધી એક રેસ તરીકે જીવે છે. જેમ કે બાળક જન્મથી ત્યારબાદ અભ્યાસ, લગ્ન, નોકરી અને ત્યારબાદ વૃદ્ધાવસ્થામાં અલગ અલગ રેસના ભાગરૂપે ભાગદોડ કરે છે. લોકો પોતાની જાતને સાબિત કરવામાં જિંદગી પૂરી કરી નાખે છે. -કમાલ કાદરી, દિનેશ ઉપાધ્યાય, રિદ્ધિ પરમાર, સેમ પ્રજાપતિ, જયસિંહ ચૌહાણ, વિજય ઠાકોર
માઈમ-જે.જી.કોલેજ ઓફ કોમર્સ -વુમન એમ્પાવરમેન્ટ
સમાજમાં છોકરીઓ પર થતી બળજબરી, લગ્નમાં દહેજને કારણે થતી હેરાનગતિ અને બાળકીના જન્મથી મહિલા પર થતા અત્યાચાર અને ઘરમાંથી કાઢી મૂકવા જેવી ઘટનાને વણીને એક બાળકી એડવોકેટ બની તેના પિતાને સજા અપાવે છે. તેવું દર્શાવાયું છે.-પ્રિયંકા ચંપાવત, હેતવી શાહ, પ્રીયાંશી સોની, ધુ્રવી ધાવરા, ડોલી કોરાની, આશીષ રાઠોડ