પોર્ટેબલ ચાર્જરથી ઈલેક્ટ્રિક કાર ગમે ત્યાં ચાર્જ કરી શકાશે
વીજીઇસીના સ્ટુડન્ટની ટીમે 'વાયરલેસ હાઇપાવર ટ્રાન્સમિશન' ડિવાઇસથી પોર્ટેબલ ચાર્જર તૈયાર કર્યું
વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ (વીજીઇસી)ના ઇલેક્ટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના જીગર સોલંકી, પૂર્ણા શેઠ, કુશલ વ્યાસ અને ફેરી વ્યાસ દ્વારા 'વાયરલેસ હાઇપાવર ટ્રાન્સમિશન' ડિવાઇસ તૈયાર કરાયું છે. આ વિશે વાત કરતાં જીગર સોલંકીએ કહ્યું કે, ભારતમાં આવી રહેલી ઇવી કાર જેને ચાર્જ કરવામાં ઘણો સમય લાગે છે ત્યારે 'વાયરલેસ હાઇપાવર ટ્રાન્સમિશન' ડિવાઇઝના ઉપયોગથી પોર્ટેબલ કાર ચાર્જર બનાવ્યું છે જેનાથી કાર ઝડપથી ચાર્જ કરી શકાશે અને આ ડિવાઇઝને કાર સાથે ગમે તે જગ્યાએ લઇ જઇ શકાશે અને જરૃરિયાત મુજબ ચાર્જ કરી શકાશે. આ ડિવાઇઝ ઇલેક્ટ્રિકલ વાયરલેસ કાર ચાર્જર છે. આ ડિવાઇઝમાં ૨૩૦ વોલ્ટ અને ૫૦ હર્ડ્ઝ પાવર ૪૪૦૦ વોલ્ટની મદદથી ઘરેથી કારને સરળ અને ઝડપથી કારને ચાર્જ કરી શકાશે. કાર સાથે રહેતું આ ચાર્જર પોર્ટેબલ છે. જેને સરળતાથી ગમે ત્યાં લઇ જઇ શકાય છે.
ચાર્જરથી ચાર્જ કરેલી કાર 150થી 200 કિ.મી ચલાવી શકાશે
કોઇ પણ વ્યકિત વાયરલેસ હાઇપાવર ટ્રાન્સમિશનથી કારને એક કલાકમાં ચાર્જ કરી શકાશે અને તે કાર ૧૫૦થી ૨૦૦ કિલોમીટર ચલાવી શકાશે.