નવી પેઢીમાંથી વિક્રમ સારાભાઇ અને અબ્દુલ કલામ જેવા વૈજ્ઞાાનિકો તૈયાર થાય તેવો પ્રયાસ
ઇસરો અમદાવાદના છ રિટાયર્ડ કર્મચારી ગામડે ગામડે 'મોબાઇલ વાન' લઇ જઇને સ્પેસ ટેકનોલોજીનું જ્ઞાાન આપી રહ્યા છે
અમદાવાદ ઇસરો સંસ્થામાં ૪૦ વર્ષ સુધી વિવિધ ડિપાર્ટમેન્ટમાં સેવા આપીને રિટાયર્ડ થયેલા છ કર્મચારી માતૃસંસ્થામાં એક નવા અભિગમ સાથે સામાન્ય લોકોને સ્પેસ ટેકનોલોજીનું જ્ઞાાન મળે તે હેતુથી ઇસરોની 'મોબાઇલ વાન' દ્વારા સ્પેસ ટેકનોલોજીનું એકિઝબિશન લઇને ગામડે ગામડે જઇ રહ્યા છે. આ અંગે વાત કરતા વિક્રમ સારાભાઇ સ્પેસ એક્ઝિબિશનના ઇસરોના ઇન્ચાર્જ હિમાંશુ પંડયાએ કહ્યું કે, ત્રણ વર્ષ પહેલાં મારી સાથે ફરજ બજાવતા આ સિનિયર વિવિધ સ્થળોએ એકિઝબિશનનું આયોજન કરીને બાળકો અને સ્થાનિક લોકોને સ્પેસ ટેકનોલોજી વિશેનું જ્ઞાાન આપવાનું કાર્ય કરતા હતા ત્યારબાદ તેઓ નિવૃત્ત થયા પછી પણ પોતાની જાતે આ કાર્યમાં જોડાઇને વધુમાં વધુ લોકોને સ્પેસ ટેકનોલોજીની કામગીરી વિશેની માહિતી આપવાનું કાર્ય કરે છે જે સરાહનીય કહી શકાય છે. ઇસરોમાંથી નિવૃત્ત થયા પછી પોતાની સ્વેચ્છાએ યોગેશ દેથોલીયા અને જીતેન્દ્ર ખરડે પણ સેવા આપે છે.
પહેલાં જોબ કરી હવે ઇસરોમાં સેવા આપું છું
ઓફિસમાં ૪૦ વર્ષ સુધી કામ કર્યું હોય એટલે તેને જલદી ભૂલી શકાય નહીં જેથી નિવૃત્ત થયાના બીજા જ દિવસે સેવાના કાર્યમાં જોડાયો છું. પહેલા જોબના ભાગરૃપે અને હવે સેવાના ભાગરૃપે ઇસરોની મોબાઇલ વાન દ્વારા એકિઝબિશનના માધ્યમથી ટેકનોલોજીનું કાર્ય કરીએ છીએ. અમારા ચેરમેનનું સપનું હતું કે સેટેલાઇટ ટેકનોલોજી આગળ વધે છે અને પબ્લિકને તેની જાણકારી મળતી નથી તે હેતુસર સેટેલાઇટના વિવિધ પાર્ટસનું મોડલ સ્વરૃપની લોકોને માહિતી આપીએ છીએ. વિદ્યાર્થીઓને તેમની ભાષામાં સમજૂતી આપીને સ્પેસ ટેકનોલોજીમાં રસ વધે તે અમારો પ્રયાસ છે.- દીપક પંડયા, સેટેલાઇટ હાર્ડવર ડેવલપમેન્ટ
વિદ્યાર્થીઓને સ્ટેજ આપવા માટે સ્પેસ એક્ઝિબિશન ખૂબ ઉપયોગી બની રહે છે
હું નિવૃત્તીના ચાર મહિના પછી જાતે જ સેવાના ભાગરૃપે સ્પેસ એક્ઝિબિશનમાં જોડાયો હતો અને દેશના વિવિધ રાજ્યોમાં સ્પેસ એકિઝબિશન કરવાના કાર્યમાં જોડાયો છે. વિદ્યાર્થીઓને અભ્યાસરૃપી સ્પેસ ટેકનોલોજીનું જ્ઞાાન ભારરૃપ લાગતું હોય છે અને તેને લઇને તેઓ દૂર ભાગતા જાય છે ત્યારે અમે એકિઝબિશન દ્વારા વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ રીતે સ્પેસ વિશેની માહિતી આપીને વિજ્ઞાાનમાં તેમની રસરુચિની સાથે સ્ટેજ આપવામાં મદદરૃપ બની શકે છે. હંંુ મારી કામરગીરી મુજબ સેટેલાઇટની અંદરની તમામ પેલોડ માટેના પાર્ટ્સની સમજૂતી આપું છું.ગામડાના છેવાડાનો વ્યક્તિ પણ સ્પેસ ટેકનોલોજીથી માહિતગાર થાય તે જરૃરી છે. હું મારા પગ ચાલે ત્યાં સુધી આ કાર્યમાં જોડાઇને નિઃશુલ્ક સેવા આપતો રહીશ. - જયંત જોશી, એસોસિએટ પ્રોજેક્ટ ડાયરક્ટર, સિનિયર સાયન્ટિસ્ટ
વિક્રમ સારાભાઇ મારા રોલમોડલ છે
હું જ્યારે જોબ કરતો હતો ત્યારે વિક્રમ સારાભાઇની જયંતીની સાપ્તાહિક ઉજવણી કરવામાં આવતી હતી. જેનાથી મનમાં ઘણી ઇચ્છા થતી કે હું મારા જીવનનો ઘણો સમય તેમની વૈજ્ઞાાનિક કામગીરીને વધુ લોકો સુધી પહોંચાડવાનું કાર્ય આ મોબાઇલ વાન દ્વારા કરીશ. સમાજના દરેક વ્યકિત સેટેલાઇટ તેમજ ઉપગ્રહ વિશેની પ્રાથમિક માહિતી આપવાનું કાર્ય કરીએ છીએ.- ભરત ચનીયારા, સેટેલાઇટ કોમ્યુનિકેશન (જીપીએસ) અને નેવિગેશન
આજના સમયમાં સ્પેસ ટેકનોલોજીનું જ્ઞાાન જરૂરી
આધુનિક સમયમાં સ્પેસ ટેકનોલોજીનું જ્ઞાાન ખૂબ જરૃરી છે. હું એક્ઝિબિશનની સાથે સ્પેસ માટેના વિવિધ લેક્ચર આવપા માટે પણ જવું છે. મારી માતૃસંસ્થાની માટે તેમની જરૃરિયાત મુજબ સેવા આપું છું.- ચતુર્ભુજ નાગરાણી, રિમોટ સેન્સિંગ એન્ડ કોમ્યુનિકેશન