ISA સ્કોલરશિપમાં સિલેક્ટ થયેલા એશિયા પેસેફિકના 11 સ્ટુડન્ટમાંથી 7 ગુજરાતના છે
ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ ઓટોમેશન દ્વારા દર વર્ષે વિશ્વના સ્ટુડન્ટસને એજ્યુકેશન સ્કોલરશિપ આપવામાં આવે છે. જે અંતર્ગત એશિયા પેસેફિકના ૧૧ સ્ટુડન્ટનો સમાવેશ થાય છે. જેમાંથી ૭ સ્ટુડન્ટ ગુજરાતના છે અને ૭માંથી ૫ નિરમા યુનિવર્સિટીના છે. ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ ઓટોમેશન દ્વારા સ્ટુડન્ટસને ૨૫૦થી ૫૦૦૦ ડૉલર સુધીની સ્કોલરશિપ આપવામાં આવે છે.
સ્કોલરશિપ મેળવવા માટે એન્જિનિયરિંગ વિભાગના સ્ટુડન્ટસે કેટલીક કોલેજોમાં ચાલતા આઇ.એસ.એ. સ્ટુડન્ટસ ચેપ્ટરમાં જોડાવું પડે છે. ઉપરાંત સ્ટુડન્ટસે પોતાના પ્રોજેક્ટ અને રિસર્ચને પણ આઇ.એસ.એ.માં મોકલવાના રહે છે. ત્યાર બાદ વિશ્વભરના સ્ટુડન્ટસના રિસર્ચ અને પ્રોજેક્ટમાંથી જે સ્ટુડન્ટસ સિલેક્ટ થાય છે, તેમને આ સ્કોલરશિપનો લાભ મળે છે. નિરમા યુનિવર્સિટીમાં સ્ટુડન્ટસ ચેપ્ટર છેલ્લા ૧૫ વર્ષથી ચાલે છે અને અંદાજીત ૨૫ જેટલા સ્ટુડન્ટ આઇ.એસ.એ. સ્કોલરશિપનો લાભ લઇ ચુક્યા છે.
એન્જિનિયરિંગ સ્ટુડન્સને આર્થિક સહકાર મળે તે મુખ્ય ઉદ્દેશ છે
ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ ઓટોમેશન સાથે હું ઘણા વર્ષોથી કાર્ય કરૃ છું, નિરમા યુનિવર્સિટીના સ્ટુડન્ટ ચેપ્ટર દ્વારા અમે ઘણી એક્ટિવિટી કરી છે અને ઘણા સ્ટુડન્ટસને સ્કોલરશિપ વિશેની માહિતી આપી છે. સ્ટુડન્ટ ચેપ્ટરનો મુખ્ય હેતુ એન્જિનિયરિંગના સ્ટુડન્ટસને સ્કોલરશિપ મળે અને તેઓને આર્થિક સપોર્ટ મળે તેવો છે. ઉપરાંત સ્ટુડન્ટસ ચેપ્ટરમાં જોવાથી સ્ટુડન્ટસને ઇન્ટરનેશનલ એજ્યુકેશનનો અનુભવ પણ થાય છે. - એચ. કે. પટેલ, ચેર ઓફ સ્ટુડન્ટ અફેર્સ એશિયા પેસેફિક
૧૫ મેમ્બર્સ દ્વારા કોલેજમાં સ્ટુડન્ટ ચેપ્ટર બનાવી શકાય છે
કોલેજમાં સ્ટુડન્ટ ચેપ્ટર બનાવવા માટે ઓછામાં ઓછા ૧૫ સ્ટુડન્ટ અને એક પ્રોફેરસની જરૃર પડે છે. ત્યારબાદ કોઇપણ કોલેજ ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ ઓટોમેશનમાં તેમના ચેપ્ટરનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. ચેપ્ટરનું રજિટ્રેશન થયા બાદ સ્કોલરશિપ જાગૃતિના પ્રોગ્રામ પણ કરવાના હોય છે.
સ્કોલરશિપ મેળવનારા સ્ટુડન્ટસ
યશ બોહરા 2000 ડૉલર
કુશલ મહેતા 1500 ડૉલર
સોમ્યા ગુપ્તા 1500 ડૉલર
નિહારિકા સબ્લોક 1500 ડૉલર
હાર્દ મહેતા 1500 ડૉલર