Get The App

અલુણા કરવાથી શરીરમાંથી ઝેરી તત્ત્વો દૂર થાય છે અને ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય છે

ઉપવાસ કરવાથી શરીરની ઇમ્યુનિટી ઘટે છે તે ભ્રામક માન્યતા

Updated: Jul 4th, 2020

GS TEAM

Google News
Google News

ગોરમાના વ્રતની સમાપ્તિ અને જયા પાર્વતીના વ્રતનો પ્રારંભ થયો છે. આ વ્રતમાં છોકરીઓ પાંચ દિવસ સુધી મોળો ખોરાક ખાઇને ભગવાન શિવજીની આરાધના કરે છે. એવું કહેવાય છે કે જે કુંવારિકાઓને ખૂબ સંસ્કારી તથા ચારિત્યવાન પતિ જોઇતો હોય તે કુંવારિકાઓ ખૂબ શ્રદ્ધાથી શાસ્ત્રાજ્ઞાા મુજબ આ વ્રત કરે તો તેની મનની ઇચ્છા પૂર્ણ થાય છે અને મા પાર્વતી તેનું કલ્યાણ કરે છે પરંતુ આ વર્ષે કંઇક અલગ જોવા મળ્યું નોવેલ કોરોના વાઇરસની ચપેટમાં ન આવી જવાય તે માટે સતત ઇમ્યુનિટી વધારવાનું કહેવામાં આવી રહ્યું છે અને બને તેટલો ગરમ મસાલાવાળો અને સાત્વિક ખોરાક દર બે કલાકે ખાવાનું કહેવામાં આવી રહ્યું છે ત્યારે આ વ્રત કરતી બાલિકાઓ અને તેમના પેરેન્ટ્સ આ વર્ષે આ વ્રત કરવું કે નહીં? તેની વિમાસણમાં હતા. કારણ કે આ વ્રતમાં મોળાકાત કરવાનો હોય છે જેને કારણે ઇમ્યુનિટી લેવલ લૉ થઇ જાય અને કોરોનાનું ઇન્ફેક્શન લાગી જાય તો તેના ડરથી આ વર્ષે અનેક કુંવારિકાઓએ આ વ્રત કરવાનું ટાળ્યું છે પરંતુ ઘણીવાર આપણને તેનો મર્મ નથી સમજાતો પરંતુ તેની પાછળ કોઇને કોઇ વૈજ્ઞાાનિક આધાર હોય છે.


ઇમ્યુનિટી લૉ ન થાય તે માટે બન્ને દીકરીને માત્ર બીજ કરીને વ્રત કરવાનું કહ્યું 

અલુણા કરવાથી શરીરમાંથી ઝેરી તત્ત્વો દૂર થાય છે અને ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય છે 1 - imageમારે બે દીકરી છે મોટી દીકરી જોબ કરે છે જ્યારે નાની દીકરી અભ્યાસ કરે છે. તેઓ ઘણા વર્ષોથી જયા પાર્વતીનું વ્રત કરે છે પરંતુ આ વર્ષે કોરોના વાઇરસને કારણે પરિસ્થિતિ અલગ છે એક તો છોકરીઓને મોળું ખાવું ભાવતું હોતું નથી એટલે ભૂખી રહે અને થાકી જાય એટલે આ વખતે તેમને વ્રત કરવાની ના પાડી દીધી હતી કારણ કે ન ખાય તો ઇમ્યુનિટી તો લૉ થવાની જ છે એટલે બન્ને દીકરીઓને એક જ દિવસ એટલે કે બીજના દિવસે ઉપવાસ કરીને વ્રત કરાવડાવ્યું છે. -પારૂલબેન જાની દીકરી હિતાર્થી અને નિધિ સાથે


વ્રત ધર્મ અને વિજ્ઞાાનનું મિશ્રણ છે 

અલુણા કરવાથી શરીરમાંથી ઝેરી તત્ત્વો દૂર થાય છે અને ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય છે 2 - imageન્યુટ્રિશિયનિસ્ટ પ્રિતિ પંચાલે કહ્યું કે, સિઝન પ્રમાણે ઉપવાસ જરૂરી છે. હવે ચોમાસાની સિઝન ચાલુ થવા જઇ રહી છે અને આ બદલાતી સિઝનમાં પાચનતંત્રને આરામ કરવાની જરૂર હોય છે અને આ વ્રત ડિટોક્સીનેશન છે જેને વડીલોએ વ્રત તરીકે મૂક્યું છે. અલુણા એટલે કે મીઠા વગરના ઉપવાસ શરીરને ડીટોક્ષ કરે છે અને ડીટોક્ષ થવાથી ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય છે. વ્રતમાં ઇમ્યુનિટી સ્ટ્રોંગ રાખવા માટે સૌપ્રથમ બને તેટલું વધારેમાં વધારે પાણી અને લિક્વિડનું વધારેમાં વધારે સેવન કરો અને કાજૂ અને બદામને થોડો સમય પલાળી રાખો અને પછી ખાઓ તેનાથી ફાઇબરનું પ્રમાણ વધી જાય છે. વ્રત કરવાથી ઇમ્યુનિટી લૉ થાય તે વાત ખોટી છે કારણ કે વ્રત ધર્મ અને વિજ્ઞાાનનું મિશ્રણ છે એટલે તેમાં સાયન્સ છૂપાયેલું છે.

ન્યુટ્રિશિયનિસ્ટ મેઘના ઓઝાએ કહ્યું કે, જયા પાર્વતી વ્રતમાં ઇમ્યુનિટી જાળવી રાખવા આટલું કરો જેમાં..

અલુણા કરવાથી શરીરમાંથી ઝેરી તત્ત્વો દૂર થાય છે અને ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય છે 3 - imageપૂરતી ઊંઘ લો

સ્ટ્રેસથી દૂર રહો

 બહારનું ખાવાનું ટાળો

શરીરને સ્વસ્થ રાખવા મેડીટેશન કરો

ડ્રાયફ્રૂટમાં વિટામિન અને મિનરલ્સ હોવાથી તેનું સેવન કરો

દર બે કલાકે સિંગપાક, દૂધ-કેળા, અંજીર- કેસરવાળું દૂધ, નારીયેળ પાણી, ઓર્ગેનિક ફ્રૂટ જ્યુસ, ખજૂર, સિંગના લાડુ, જાંબુ અને દેશી ફાલસા ખાઓ. અમુક લોકો સિંધવ મીઠુ ખાતા હોય છે તો તેઓ રાજગરાનો હાંડવો, મોરૈયાના પુડલા- દહીં સાથે કે સાબુદાણાની ખીર પણ ખાઇ શકે છે.


Tags :