માણસ કરતાં છ ગણું વધુ સાંભળતા ડોગ્સને ફટાકડાનો અવાજ બોમ્બ જેવો સંભળાય છે
મેક ઇટ અ હેપ્પી દિવાલી ફોર ડોગ્સ કાર્યક્રમનું આયોજન થયું
દિવાળીના દિવસોમાં ખાસ કરીને ડોગ્સ ટ્રોમામાં ચાલ્યા જાય છે. ફટાકડાનો અવાજ તેમના માટે અસહ્ય થઇ જાય છે કારણ કે તેમને સામાન્ય માણસ કરતા છ ગણું વધુ જોરથી સંભળાય છે. જેને કારણે બોર્ડર ઉપર થતા બ્લાસ્ટની વચ્ચે ઊભેલા વ્યક્તિ જેવી હાલત ડોગ્સની ફટાકડા ફૂટતા સમયે થઇ જાય છે તે સમયે ડોગલવર્સ અને ડોગઓનર્સેે શું કરવું તેનો ખ્યાલ રહેતો નથી અને ડોગને માનસિક અને શારીરિક ટ્રોમા ફેસ કરવો પડે છે તેના અવેરનેસ માટે ડોગ બિહેવિયરિસ્ટ નિધિ મહેતા, વર્લ્ડ અરાઉન્ડ યુ અને એક હોટલના સંયુક્ત ઉપક્રમે 'મેક ઇટ અ હેપ્પી દિવાલી ફોર ડોગ્સ'નું આયોજન કરાયું હતું. ડોગ્સને દિવાળી અને તહેવારની સૂઝ નથી અને તેને માણસ કરતા છ ઘણું વધુ જોરથી સંભળાય છે જેને કારણે તેના બ્રેઇનમાં ફટાકડાનો અવાજ સાંભળતાની સાથે જ ફેરફાર થઇ જાય છે જેને કારણે ઉકળાટ વધે છે, ધુ્રજારી થવી, ટોઇલેટિંગ ઇશ્યૂ, બીકમાં રહેવું, નોર્મલ રૃટિન બદલાઇ જવું, ખાવાનું ન ભાવવું તેમજ એગ્રેશન વધી જવું જેવા લક્ષણો દેખાય છે.
ખૂણામાં સંતાયેલા ડોગને બળજબરીથી બહાર ન કાઢો
ઘણી વખત ગમે તેટલી મહેનત કરવા છતાં પણ ડોગ ફટાકડાના અવાજથી હચમચી જતા હોય છે અને એટલો ડર લાગે છે કે તે ઘરના કોઇ ખૂણામાં લપાઇ-છુપાઇને બેસી જાય છે ત્યારે તેના માલિક તેને બળજબરી પૂર્વક બહાર કાઢી તેને પંપાળવાનો પ્રયત્ન કરે છે પરંતુ તેવું ક્યારેય ન કરો. તે બહાર ન કાઢો માત્ર તમે તેની બાજુમાં જઇને આરામની બેસો.- નિધિ મહેતા, એક્સપર્ટ-ડોગ બિહેવિયરિસ્ટ
દિવાળીના એક વીક પહેલાં આટલું ધ્યાન આપો
ડોગ માટે વૉકનો સમય રાત્રે ૮નો હોય તો તે બદલીને જે સમયે ફટાકડા ન ફૂટતા હોય તેવો પાંચ વાગ્યા શરૂ કરો.
તેની પાંચ સેન્સને યુટિલાઇઝ કરો.
ફટાકડા ફૂટતા હોય તે સમયે ડોગ્સને ખૂબ ઓછો અવાજ આવે તેવા રૂમમાં રાખો.
વોઇસ પ્રુફ રૂમ તૈયાર કરવા રૂમને પડદા અને કાર્પેટથી કવર કરો.
મ્યુઝિક ચાલુ કરો જેથી તેના અવાજમાં ફટાકડાનો અવાજ દબાઇ જાય.
ટી.વી. ચાલુ કરીને કે અન્ય રીતે ડોગને ડિસ્ટ્રેકટ કરવાનો પ્રયત્ન કરો.
ફટાકડાની ગંધ ન આવે તે માટે લેવેન્ડર ઓઇલ અથવા અન્ય ફ્રેગરન્સ સ્પ્રે ઘરમાં છાંટો.