લૉકડાઉનને કારણે પાલતુ ડૉગ્સ ચીડિયા અને હાયપર એક્ટિવ થતાં ડૉગ બાઇટિંગના કેસ વધ્યા
કોરોના મહામારીને પરિણામે સમગ્ર
ભારતમાં છેલ્લાં ૪૦ દિવસથી લૉકડાઉન છે અને હજુય આ સમય લંબાય તેવું લોકો વિચારી
રહ્યા છે આવા સમયમાં પેટઓનર્સ માટે અઘરો સમય ચાલી રહ્યો છે. આ સમયગાળામાં ડૉગ્સના સ્વભાવમાં ફેરફારો આવ્યા
છે. જેને લઈને પેટઓનર્સ ચિંતિંત છે. આ માટે ડૉગ ટ્રેનર્સ સાથે વાતચીત કરતાં જાણવા
મળ્યું હતું કે, આવી પરિસ્થિતિમાં ડૉગ્સની સંભાળ
કેવી રીતે રાખવી.
ડૉગને ઓછામાં ઓછા એક કલાક બહાર ચાલવા લઇ જતા હતા તે હવે ઘણા દિવસથી બંધ છેે
જે લોકોએ ડૉગને પાળ્યા છે તેઓ નિયમિત રીતે તેને ખુલ્લી જગ્યાઓ પર ઓછામાં ઓછા એક કલાક બહાર ચાલવા લઇ જતા હતા તે હવે ઘણાં દિવસથી બંધ છે. ડૉગ્સ તેનું રૃટિન ખૂબ સ્ટ્રીકલી ફોલો કરતા હોય છે જ્યારે છેલ્લાં ૪૦ દિવસથી તેનું તેના ઓનર સિવાય કોઇની સાથે ઇન્ટરેક્શન થઇ શકતું નથી તેથી અત્યારે ડૉગ્સ વધારે ચીડીયા અને હાયપર એક્ટિવ થઇ ગયા છે જેને સંભાળવા મુશ્કેલ છે અને આ કારણસર ડૉગ બાઇટિંગના કેસ વધી રહ્યા છે. તે બહાર ન જઇ શકવાને કારણે તેની એનર્જી બહાર નીકળતી નથી જેને પરિણામે તે વધારે અગ્રેસિવ થઇ રહ્યા છે અને તેને કેવી રીતે કંટ્રોલ કરવો તે પેટઓનર્સ માટે કોયડો બની ગયું છે. ડૉગ ટ્રેનર નિધિ સંઘરાજકા મહેતાએ આ સમયમાં ડોગ્સને શાંત કેવી રીતે પાડવા તેના માટે તેઓએ સ્ટડી કર્યું છે.
લૉકડાઉન પછીના સમય માટે પેટને અત્યારથી તૈયાર કરો
લૉકડાઉન ખુલતાની સાથે બીજા દિવસથી જ્યારે ઘરમાં ડૉગ્સને સવારે ઉઠીને માણસો ઘરમાં નહીં દેખાય ત્યારે ફરીથી એન્ઝાયટી થશે અને આ જ પરિસ્થિતિ ઊભી થશે અને આવું ન થાય તે માટે અત્યારે તમારા ડૉગને તૈયાર કરો. અત્યારે રોજ તમે તમારા ડૉગને એકથી બે કલાક માટે જ્યાં ઘરના બધા સભ્યો હોય તેનાથી દૂર બીજા રુમમાં મોકલી દો અને તેને સેલ્ફ ટાઇમ આપો જેથી આફ્ટર લૉકડાઉન તે આવનાર સમય માટે તૈયાર થઇ જાય.
પેટઓનર્સ વધારે ક્રિએટિવ થવાનો પ્રયત્ન કરી રહ્યા છે
નિયમિત રીતે જેના પણ ઘરમાં ડૉગ્સ હશે તેના ઘરના અમુક સભ્યો તેના નિયત સમયે કામે જતા રહે છે પરંતુ આ એ સમય છે જ્યારે તમામ ઘરના સભ્યો ૨૪ કલાક ઘરમાં હાજર રહે છે અને પેટ માટે અજાણ્યું છે. અમુક ડૉગ્સ તો ઘરે વધારે માણસોને જોવા બિલકુલ ટેવાયેલા નથી ત્યા પ્રશ્ન વિકટ બની રહ્યો છે પરંતુ પરિસ્થિતિને જોતા પેટઓનર્સ વધારે ક્રિએટિવ થવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે તેના પેટને અલગ અલગ ટાસ્ક આપી રહ્યા છે.- નિધિ સંઘરાજકા મહેતા, ડૉગ ટ્રેનર
ડૉગ્સને શાંત કરવા અને તેનું બિહેવિયર ચેન્જ કરવા શું કરશો?
- ડૉગ હાઇપરએક્ટિવ હોય તો તેના રુમમાં લેવેન્ડર અને વેનિલા એસેન્સિયલ ઓઇલ સ્પ્રે કરો. આ સ્પ્રે કરવાથી તેની સ્મેલ તેના બ્રેઇન સેલ્સમાં પકડાશે અને તે શાંત થઇ જશે.
- જે રુમમાં ડૉગ વધારે સમય ગાળતું
હોય તે રુમનું ઇન્ટિરિયર ચેન્જ કરો, તેના પડદા અને દિવાલોનો કલર ચેન્જ કરી શકો છો.
- ગરમીને કારણે પણ તેમનું રુટિન
ચેન્જ થઇ જાય છે એટલે તેને ખાવામાં અમુક વસ્તુઓ ન ભાવે, તેથી તેના ફૂડમાં વેરાયટી આપો.
- ડૉગ્સ વુલ્સમાંથી આવ્યા છે શોધીને
ખાવું તે તેના નેચરમાં છે એટલે તેને વાટકામાં ખાવાનું કાઢીને ન આપી દો, તેના ખાવાને ઘરમાં અમુક અમુક જગ્યા પર સંતાડી દો અને તે
તેને જાતે જ શોધવા દો જેથી તેને સંતોષ થશે.
- તેનું મગજ યુઝ થાય અને તેની એનર્જી
વપરાય તેવી પ્રવૃત્તિ કરાવો. તમારા ઘરે પડેલી વેસ્ટ બોટલમાં તેને ખાવાના બીન્સ નાખી
દો તેથી તે તે બોટલ સાથે રમતા રમતા એક એક બીન્સ બહાર કાઢીને ખાશે. આવું કરવાથી તે
થાકી જશે અને તે ઊંધી જશે આમ તેને થોડા થોડા સમયે નાના કામ સોંપો.
પેટ્સને શું ગમે છે તે જાણવાનો લૉકડાઉન શ્રેષ્ઠ સમય
અત્યારે પેટ ઓનર્સ પાસે શ્રેષ્ઠ સમય છે કે તે જાણી શકે કે તેના પેટને કઇ વસ્તુ ગમે છે અને કઇ વસ્તુ નથી ગમતી. પસંદ અને નાપસંદ અંગે વાત કરતા પેટઓનર્સ પાસેથી ખુબ રસપ્રદ વાતો જાણવા મળી છે. અદાણી શાંતિગ્રામ ખાતે રહેતા કેવિલ ભટ્ટે કહ્યું કે મારા બે ડૉગ્સ નીક અને નેમોને અલગ શોખ છે તેઓને નેશનલ જીઓગ્રાફી અને ચાર્લી ચેપ્લીન ટીવીમાં મૂકી આપીએ એટલે તેઓ શાંત થઇ મસ્તીમાં આવી જાય છે એમાં પણ જીઓગ્રાફીમાં લાયનનો શો ચાલતો હોય તો તેઓને તેમાં ખુબ રસ પડે છે જ્યારે નિકોલાઇ શરીફે કહ્યું કે મારા પાસે લેબરાડોર રેટ્રીવર ડૉગ છે જેનું નામ બફ છે જેને શાસ્ત્રીય સંગીત સંભળાઇએ તે તે કંટાળી જાય છે જ્યારે તેને રૉક મ્યુઝિક સંભળાવવામાં આવે તો તે ખૂબ તાનમાં આવી જાય છે અને તે સાંભળ્યા પછી હેલ્ધી ઊંઘ ખેંચે છે.