નકામી બુક્સના 1500 કિલો પેજ કલેક્ટ કરીને બાઇડિંગ કરી જરૂરિયાતમંદ બાળકોમાં વહેંચી
સ્કૂલ શરૃ થવાની સાથે જ બાળકોએ બુક્સની ખરીદી શરૃ કરી દીધી છે, પરંતુ ઘણા બાળકો માટે બુક્સ ખરીદવા માટે પુરતુ ફંડ નથી. જેના કારણે તેઓના અભ્યાસ પર અસર પડે છે. તેથી જરૃરીયાતમંદ બાળકોને લખવા માટે સારી બુક્સ મળે તે માટે યુવા ગુ્રપ જુની બુક્સના પેજ કલેક્ટ કરે છે. પેજ કલેક્ટ કર્યા બાદ બાઇડિંગ કરીને બાળકોમાં વહેંચે છે. બે વર્ષ પહેલા પ્રોજેક્ટની શરૃઆત કરી હતી, ત્યારે પહેલા વર્ષે ૭૮૦ કિલો પેજ કલેક્ટ કર્યા હતા. જેનું બાઇડિંગ કરીને જરૃરિયાતમંદ બાળકોમાં વહેંચી હતી. જ્યારે આ વર્ષે ૧૫૦૦ કિલો પેજ કલેક્ટ કરીને ત્રણ સાઇઝની બુક્સ બનાવી છે. જેનું વિતરણ આગામી સમયમાં કરવામાં આવશે. આ એક્ટિવિટી વેકેશન દરમિયાન કરવામાં આવે છે.
કચરામાં પડેલી બૂક જોઇને વિચાર આવ્યો
જ્યારે અમે સોશિયલ વર્કના કાર્ય અંતર્ગત વિરમગામ નજીકના ગામમાં ફરતા હતા, ત્યારે મેં કેટલીક સારી બુક્સ કચરામાં પડેલી જોઇ હતી. જેના કારણે મને વિચાર આવ્યો કે આ બુક જરૃરિયાતમંદને મળે તો તેને અભ્યાસમાં મદદ થઇ શકે છે. તેથી મેં પહેલા કોલેજમાંથી બુક્સ કલેક્ટ કરવાની શરૃઆત કરી હતી. ત્યાર બાદ અમારા ગુ્રપમાં ઘણા લોકો જોડાયા, જેના કારણે આજે અમે ૧૫૦૦ કિલો પેજ કલેક્ટ કરી શક્યા છીએ. જેને આગામી સમયમાં બાળકો સુધી પહોંચાડીશું. - જનક સાધુ, સ્ટુડન્ટ
બે વર્ષ સુધી સ્વખર્ચે બાઇડિંગ કરાયું
ગુ્રપ દ્વારા એકત્રિત કરવામાં આવતા પેજને પહેલા સાઇઝ મુજબ વિભાજીત કરવામાં આવે છે. પહેલા બે વર્ષ માટે વિભાજિત કરાયેલા પેજનું બાઇડિંગ કરવા માટે ગુ્રપના સભ્યો દ્વારા ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે વર્ષ ૨૦૧૯ માટે બીજી સંસ્થા દ્વારા ફંડ આપવામાં આવ્યું છે. જેના કારણે ત્રણ સાઇઝની બૂક સાથે સારી ક્વોલિટીનું બાઇડિંગ કરાયું છે.
જુનના અંત સુધીમાં શહેરની સ્કૂલ-કોલેજમાંથી કલેક્શન કરાશે
૩૭ યુવાના ગુ્રપ દ્વારા વિરમગામ, મહેસાણા અને અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ફરીને બૂક કલેક્ટ કરવામાં આવે છે. અમદાવદામાં હજુ ઘણા વિસ્તારોમાં કલેક્શન કરવાનું બાકી છે, સાથે જ જુનના અંત સુધીમાં ગુ્રપના દ્વારા કોલેજ અને સ્કૂલોમાં બુક કલેક્શન વિશેની માહિતી અપાશે. જેના કારણે બુક્સના પેજનું કલેક્શન વધારી શકાય અને ઉપયોગમાં લઇ શકાય.