સોશિયલ મેસેજ આપવા બળાત્કાર જેવો ગંભીર મુદ્દો સ્ટુડન્ટસે મોનો એક્ટિંગ દ્વારા દર્શાવ્યો
સેન્ટ ઝેવિયર્સ કોલેજ દ્વારા આયોજિત ત્રણ દિવસીય કલ્ચર ફેસ્ટિવલ 'કારવાં-2019'
સેન્ટ ઝેવિયર્સ કોલેજ દ્વારા આયોજિત ત્રણ દિવસીય કલ્ચર ફેસ્ટિવલ 'કારવાં-૨૦૧૯'ના અંતિમ દિવસે નૃત્ય, કળા, સંગીત, નાટક, સાહિત્ય અને રમતગમત જેવા ક્ષેત્રની કોમ્પિટિશનનો અંતિમ રાઉન્ડ યોજાયો, જેમાં જુગલબંદી, ફૉક ડાન્સ, ક્લાસિકલ ડાન્સ, વેસ્ટર્ન ડાન્સ, માઇમ, સ્ટ્રીટપ્લે, રંગોળી, પોસ્ટરમેકિંગ અને ફિંગર પેઇન્ટિંગની ઇવેન્ટના છેલ્લાં રાઉન્ડમાં ૨૫૦ સ્ટુડન્ટે ભાગ લીધો હતો. છેલ્લા દિવસમાં સૌથી રસપ્રદ સ્ટ્રીટ પ્લે રહ્યા હતા, જેમાં સામાજિક સંદેશો આપતા એલજીબીટીક્યુ, બંધારણ, લોકશાહી અને બળાત્કાર જેવા ગંભીર મુદ્દાઓ સ્ટુડન્ટસે મોનો એક્ટિંગ દ્વારા દર્શાવ્યા હતા. આ ઉપરાંત કલ્ચરલ ફેસ્ટિવલમાં ટ્રેડિશનલ ડે, એક્ઝિક્યુટીવ ડે અને ફ્લોરોસન્ટ ડેની ઉજવણી કરી હતી.
'જુગલબંદી' ડાન્સ દરેક માટે આકર્ષણનું કેન્દ્ર
એક જ ગીત પર એક જ સ્ટેજ પર બે વ્યક્તિઓ અલગ અલગ ફોર્મમાં ડાન્સ કરે તો કેવું લાગે? ઝેવિયર્સના સ્ટુડન્ટસે ડાન્સની કોમ્પિટિશનને વધુ રોમાંચક બનાવવા માટે ડાન્સ જુગલબંધીનું આયોજન કર્યું હતું, જેમાં આઠ ટીમે ભાગ લીધો હતો. એક ટીમમાં બે વ્યક્તિ ભાગ લઇ શકે. સ્ટેજ પર જઇને એક જ ગીત પર એક સ્ટુડન્ટે ક્લાસિકલ અને બીજા સ્ટુડન્ટે વેસ્ટર્ન ડાન્સફોર્મ કરીને દરેકને અચરજ પમાડયું હતું. સ્ટુડન્ટસ જે પોપ સોન્ગ પર વેસ્ટર્ન ડાન્સ જ જોતા આવ્યા છે તેઓએ પોપ સોન્ગ પર ક્લાસિકલ ડાન્સની મજા માણી.
કવ્વાલી, ગઝલ અને સૂફી સોન્ગ ઇન ટ્રેન્ડ
સામાન્ય રીતે કોઇ પણ સિંગિંગની કોમ્પિટિશનમાં જઇ ને સાંભળો તો સ્ટુડન્ટસ મોટેભાગે ફિલ્મી ગીતો, આલબમ સોન્ગ અને હવે તો કૉક સ્ટુડિયોના ગીતો સંભળાવે છે પરંતુ કલ્ચર ફેસ્ટિવલમાં તદ્દન વિપરિત જોવા મળ્યું સ્ટુડન્ટસે બોલિવૂડ સોન્ગને પડતા મૂકી ગઝલ, કવ્વાલી અને સૂફી સોન્ગનું પરફોર્મન્સ પર તાળીઓનો વરસાદ કર્યો જેમાં ૧૩ સ્ટુડન્ટસે પાર્ટીસિપેટ કર્યું હતું.
ક્લાઇમેટ ચેન્જ માટે સ્ટુડન્ટસને અવેર કરાયા
કલ્ચરલ ફેસ્ટિવલમાં ફાઇનઆર્ટ્સ, ડ્રામેટિક, મ્યુઝિક, ડાન્સ અને લિટરસીની કોમ્પિટિશનમાં સ્ટુડન્ટસે લિટરસી પર વધારે ધ્યાન આપ્યું હતું અને શબ્દો દુનિયા બદલી શકે છે તેને કેન્દ્રસ્થાને રાખીને ડીબેટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વરદાન કે અભિશાપ અને ક્લાઇમેટ ચેન્જમાં થતા ફેરફાર અંગે ચર્ચા કરાઇ.