છેલ્લા થોડા વર્ષોમાં વનસ્પતિઓ તેમજ બીજા કુદરતી પદાર્થોમાંથી ઘણું સંશોધન કાર્ય થયું છે
એએમએ ખાતે કુદરતી અને કૃત્રિમ પદાર્થો વિષય પર કોન્ફરન્સ
ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત યુનિવર્સિટી કેમેસ્ટ્રી દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ૭મી એશિયન નેટવર્ક 'કુદરતી અને કૃત્રિમ પદાર્થો' વિષય પર ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. કોન્ફરન્સમાં સ્પીકર દ્વારા કુદરતી સંસાધનો તેમજ માનવી દ્વારા તૈયાર કરવામા આવેલા કૃત્રિમ પદાર્થો વિશે પોતાના મંતવ્યો આપ્યા હતા. ડાયરેક્ટર જનરલ લાઇફ સાયન્સના (ડીઆરડીઓ) નવી દિલ્લીના એ.કે.સિંઘે કહ્યું કે, છેલ્લાં થોડા વર્ષોમાં કુદરતી વનસ્પતિઅ તેમજ બીજા કુદરતી પદાર્થોમાંથી ઘણું સંશોધન કાર્ય થયું છે.વ્યકિતએ કુદરતી પદાર્થોની સાથે કૃત્રિમ પદાર્થો પર સંશોધન કાર્ય કરવું અતિ આવશ્યક છે. આધુનિક સમયમાં જીવ વિજ્ઞાન દરેક વ્યકિત માટે મહત્વનો ભાગ બની રહ્યો છે. સમયની સાથે સમાજની જરૃરિયાતોમાં ઘણો બદલાવ આવ્યો છે જે કુદરતી પદાર્થોની સાથે માનવીએ તૈયાર કરેલ પદાર્થોની માંગમાં ઘણો જ વધારો થયો છે. કોઇપણ ક્ષેત્રના રિસર્ચર દ્વારા વિવિધ વિષયમાંથી નવા પદાર્થો તૈયાર કરવા જોઇએ. જીવ વિજ્ઞાનમાં સંશોધન કરતા સ્ટુડન્ટે ઓછા ખર્ચમાંથી તૈયાર કરીને સમાજ ઉપયોગી બનવું જોઇએ. કોન્ફરન્સમાં સ્ટુડન્ટસ દ્વારા કુદરતી અને કૃત્રિમ પદાર્થો માટેના પોસ્ટર પ્રેઝન્ટેશન કર્યા હતા.