ઇનોવેશન ટીમમાં ઇન્ડસ્ટ્રી મેમ્બરને સ્થાન આપવું જોઇએ
એલ.એમ.કોલેજ ઓફ ફાર્મસીમાં અટલ રિસર્ચ એન્ડ ઇનોવેશન ઇન સ્મોલ એન્ટરપ્રિન્યોર દ્વારા 'ઇનોવેશન ડેમો ડે'નું આયોજન
કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ એન્ડ હેલ્થકેર વિશેના સ્ટુડન્ટસના નવા ઇનોવેશનને કઇ રીતે ઝડપથી તૈયાર કરીને સામાજિક સમસ્યાઓનું સમાધાન કરી શકાય તે અંગેના વાત કરતાં પ્રો.જે.એસ.યાદવે કહ્યું કે, વિશ્વમાં દરેક ક્ષેત્રે ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે જેમાં રિસર્ચર અને સ્ટુડન્ટ દ્વારા નવા ઇનોવેશનને યોગ્ય દિશા મળે તે જરૃરી છે. આ કોન્ફરન્સમાં પ્રિન્સિપાલ ડૉ.મહેશ છાબરીયાએ ઉદ્ધાટન વકતવ્ય આપ્યું હતું.
સ્ટાર્ટઅપથી એક મોટા બિઝનેસની દિશામાં આગળ વધવાની પ્રેરણા મળી રહે છે
વ્યકિતને યોગ્ય દિશા મળે તો પોતાની શકિતથી સામાજિક સમસ્યાઓનું સમાધાન કરવા માટે નવા સ્ટાર્ટ અપ અને ઇનોવેશન તૈયાર કરી શકે છે. સ્ટાર્ટઅપ અને ઇનોવેશનને વધુ લોકો સુધી પહોંચાડવા માટે ઇનોવેશન ટીમમાં ઇન્ડસ્ટ્રી મેમ્બરને સ્થાન આપવું જોઇએ જેનાથી તૈયાર કરેલા સ્ટાર્ટઅપમાં જો કોઇ ભૂલ હોય તો તેેને મેમ્બર દૂર કરીને સ્ટાર્ટઅપને સફળ બનાવી શકે છે. - પાવન બકેરી, એમ.ડી., બકેરી ગૃપ
પ્રોડક્ટને માર્કેટ સુધી લઇ જવાનું આયોજન જરૂરી
ગવર્મેન્ટ દ્વારા તૈયાર કરાયેલી યોજનાઓ ગામડાંઓ સુધી ન પહોંચતા લોકોને તેનો લાભ મળતો નથી. જ્યારે સ્ટાર્ટઅપને એ રીતે તૈયાર કરવું જોઇએ જે દેશના બધા જ ગામડાંઓના સામાન્ય લોકોને તે સ્ટાર્ટઅપની પ્રોડક્ટનો લાભ મળી રહે. પ્રોડક્ટને પણ સ્ટાર્ટઅપછી માર્કેટ સુધી લઇ જવા માટે ઇન્વેસ્ટરે માર્કેટની શરૃઆત કરતી જોખમને જાણવું જરૃરી છે. માર્કેટની પ્રોડક્ટ અનુસાર પોતાના સ્ટાર્ટઅપને તૈયાર કરવું જોઇએ. - સુનિલ પારેખ, ઝાયડસ ગૃપ
બિન ખર્ચાળ, ત્વરિત અને અસરકારક ટેકનોલોજીના ઉપયોગને વધુ પ્રાધાન્ય આપવું જોઇએ
સ્ટાર્ટઅપ કરતા પહેલાં બિન ખર્ચાળ, ત્વરિત અને અસરકારક ટેકનોલોજીના ઉપયોગને વધુ પ્રાધાન્ય આપવું જોઇએ. નવા સ્ટુડન્ટસે પોતાના સ્ટાર્ટઅપમાં ઉદ્યોગો અને એકેડમિક્સને જોડતી કડી પર ભાર મૂકવો જોઇએ. ગુણવત્તાસભર જેનેરિક દવાઓના લાભ સમાજના લોકોને સમજાવીને તે માટેના નવા સ્ટાર્ટઅપ તૈયાર કરવા જોઇએ. - વીરાંચી શાહ, ડાયરેક્ટર, સાગા લેબોરેટરી