ભૂતાન બોર્ડર પર પરમિશન લેવાનું ભુલી જતાં 400 KM પાછા આવી મેઇન ગેટથી જવું પડયું
અંકિત માસ્ટરે 19 દિવસમાં 7000 કિલોમીટરની સોલોરાઇડ પૂર્ણ કરી
વ્યક્તિ પોતાના શોખને લઇને દેશ- વિદેશમાં વિવિધ જગ્યાએ સોલોરાઇડ કરવા માટે જતા હોય છે ત્યારે પાલડી વાસણામાં રહેતા ૩૦ વર્ષીય અંકિત માસ્ટરે બુલેટ દ્વારા ૧૯ દિવસમાં ૭૦૦૦ હજાર કિલોમીટરનું અંતર કાપીને ભૂતાન અને મેઘાલયની સોલોરાઇડ પૂર્ણ કરી હતી.
આ વિશે વાત કરતાં અંકિત માસ્ટરે કહ્યું કે, દરેક વ્યક્તિમાં વિશિષ્ટ શકિત હોય છે અને તેને લઇને પોતાના કામ માટે પણ વિશિષ્ટતા ધરાવતો હોય છે. હું છેલ્લાં ઘણાં વર્ષોથી સોલોરાઇડ કરું છું અને તેમાં લેહ-લદ્દાખ અને ઉત્તરાખંડની સોલોરાઇડ પૂર્ણ કરી છે. ત્યારે આ વર્ષે ભૂતાન અને મેઘાલયની સોલોરાઇડ પૂર્ણ કરી હતી. જેમાં ૧૯ દિવસમાં ૭૦૦૦ કિલોમીટર કાપીને પાછો ફર્યો હતો. દિવસનું ૭૦૦ કિલોમીટર અંતર કાપીને રેસ્ટ કરતા હતા. લોકોએ ગુ્રપમાં જઇને પણ રાઇડની મજા માણવી જોઇએ. મેઘાલયમાં વાતાવરણ વધુ ધુમ્મસવાળું હતું જેનાથી બુલેટ આગળ કશું જોઇ શકાતું ન હતું અને તેને લીધે ઘણી તકલીફ પડી હતી.
ભૂતાનમાં ઇન્ડિયા બોર્ડર આવ્યો ત્યારે હું પરમિશન ભૂલી ગયો હતો, જેથી મારે ૪૦૦ કિલોમીટર પાછા આવીને મેઇન ગેટથી જવું પડયું હતું. વ્યક્તિમાં આત્મવિશ્વાસ વધે પોતાની મનપસંદ જગ્યાએ સોલોરાઇડ કરીને કુદરતી સૌંદર્યની મજા માણવી જોઇએ.