US અને UKની સરખામણીમાં ભારતમાં મહિલા પોલીસ સ્ટેશનની સંખ્યા ઓછી
IIM-A ખાતે ડૉ.સોફિયા એમરલે પોતાના રિસર્ચ સેમિનારમાં કહ્યું કે,
જર્મનીની મુનિચ સિટીમાં આવેલી યુનિવર્સિટીમાં ઇકોનોમિકના પ્રોફેસર તરીકે કામ કરતા ડૉ. સોફિયા એમરલે 'જેન્ડર, ક્રાઇમ અને પનિશ્મેન્ટઃ એવિડન્સ ફ્રોમ વુમન પોલીસ સ્ટેશન ઇન ઇન્ડિયા' પર ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ) અમદાવાદ ખાતે રિસર્સ સેમિનારનું આયોજન કરાયું હતું. રિસર્ચ સેમિનારમાં સોફિયાએ પોતે કરેલા રિસર્ચ વિશેની ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. આ વિશે વાત કરતાં ડૉ. સોફિયાએ કહ્યું કે, ભારતમાં મહિલા પોલીસ સ્ટેશનની સ્થાપના થયા બાદ મહિલાઓ સંબંધિત ગુનાઓમાં વધારો-ઘટાડો જોવા મળ્યો છે.
તેઓએ પોતાના રિસર્ચ માટે ભારતના નેશનલ ક્રાઇમ બ્યુરોની મદદથી આંકડાકીય માહિતી મેળવી હતી. વિશ્વમાં અમેરિકા, યુ.કે.ની સરખામણીમાં ભારતમાં મહિલા પોલીસ સ્ટેશનની સંખ્યા ઘણી ઓછી છે. તેમજ ભારતમાં મહિલા પોલીસ અધિકારીઓ અન્ય દેશોની સંખ્યા કરતાં વધુ છે. મહિલા સ્ટેશન ઓછા હોવા છતાં ભારતની મહિલાઓ સુરક્ષિત છે. સમાજમાં મહિલાઓનું સન્માન થાય અને તેમને ખુલીને પોતાનો પ્રસ્તાવ મૂકી શકે તે માટે મહિલા પોલીસ સ્ટેશનની સંખ્યા વધારવી ખૂબ જરૃરી છે.
ભારતમાં કર્ણાટકમાં મહિલા પોલીસ સ્ટેશનની સંખ્યા વધુ છે
ભારતમાં વસ્તીનું પ્રમાણ વધુ છે ત્યારે દરેક વ્યકિતઓ માટે સુરક્ષા પર ધ્યાન રાખવું એટલું જરૃરી બને છે. સમાજમાં મહિલાઓ પોતાના પરિવારના સભ્યો અને પ્રતિષ્ઠાને લઇને મહિલા પોલીસ સ્ટેશનને જવાનું ટાળતા હોય છેે. દરેક રાજ્યમાં રાજ્ય સરકાર અને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા મહિલા પોલીસ સ્ટેશનની સંખ્યામાં વધારો કરવાની સત્તા હોય છે. ભારતમાં કર્ણાટક રાજ્યમાં સૌથી વધારે મહિલા પોલીસ સ્ટેશનની સંંખ્યા વધારે છે.
મહિલા સબંધિત હેલ્પલાઇનમાં 50% કેસોમાં FIR થતી નથી
મહિલાઓ પોતાના પરિવારના સભ્યો કે સમાજની પ્રતિષ્ઠાને લીધે તેઓ પોતાની વાત રજૂ કરતા ગભરાતા હોય છે. તેમજ મહિલાઓ દ્વારા હેલ્પલાઇનમાં પોતાની વાતને રજૂ કરતા હોય છે પણ તેમા ૧૦૦માંથી ૫૦ ટકા જેટલા કેસમાં એફઆઇઆર થતી નથી. એફઆરઆઇ ન થવાને લીધે મહિલાઓને પૂરતો ન્યાય મળતો નથી એટલે દરેક સમાજની મહિલાઓને ગુનાઓનો ભોગ બનવું પડે છે.