20 વર્ષથી કોસ્ટ અકાઉન્ટ ઇન્સ્ટિટયૂટમાં પાર્ટટાઇમ જોબ કરતા પિતાનો પુત્ર ઓલ ઇન્ડિયામાં 40 ક્રમે આવ્યો
ધ ઇન્સ્ટિટયૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટસ ઓફ ઇન્ડિયા (સીએમએ) દ્વારા વર્ષ ૨૦૧૬ના કોર્સ મુજબ ફાઇનલ એક્ઝામ, ઇન્ટરમીડિએટ એક્ઝામ અને ફાઉન્ડેશનની જુન ૨૦૧૯માં લેવાયેલી એક્ઝામનું પરિણામ જાહેર
ધ ઇન્સ્ટિટયૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટસ ઓફ ઇન્ડિયા (સીએમએ) દ્વારા વર્ષ ૨૦૧૬ના કોર્સ મુજબ ફાઇનલ એક્ઝામ, ઇન્ટરમીડિએટ એક્ઝામ અને ફાઉન્ડેશનની જુન ૨૦૧૯માં લેવાયેલી એક્ઝામનું પરિણામ જાહેર કરાયું છે. જેમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયુટ દ્વારા લેવાયેલ ફાઇનલ એક્ઝામમાં ૯૫૮૮ જેટલા સ્ટુડન્ટે એક્ઝામ આપી હતી, જેમાં ઓલ ઇન્ડિયા ફાઇનલનું પરિણામ ૨૦.૯૯ ટકા જ્યારે અમદાવાદનું ૧૯.૪૩ ટકા રહ્યું હતું અને તેમાંં શહેરના વત્સલ ગાંધીએ ઓલ ઇન્ડિયામાં ૪૦મો રેન્ક જ્યારે અમદાવાદ ફાઉન્ડેશનમાં પ્રથમ રેન્ક મેળવ્યો છે. તેમજ ઇન્ટરમીડિએટ એક્ઝામમાં ૨૫૭૧૪ જેટલા સ્ટુડન્ટે આપી હતી. ઓલ ઇન્ડિયાનું ૨૬.૮૦ ટકા જ્યારે અમદાવાદનું ૨૮.૨૬ ટકા પરિણામ આવ્યું છે. ફાઉન્ડેશનમાં ૮૧૧૯ સ્ટુડન્ટે એક્ઝામ આપી હતી જેમાં ફાઉન્ડેશનનું ૭૫.૬૬ ટકા જ્યારે અમદાવાદ ફાઉન્ડેશનનું ૫૩.૬૨ ટકા પરિણામ આવ્યું હતું.
ઇન્ટર એક્ઝામમાં એક સબ્જેક્ટમાં અટેમ્પટ થયો હતો ત્યારે દિવસે ઘણો નિરાશ થયો હતો
હું સીએમએની ઇન્ટર એક્ઝામમાં એક સબ્જેક્ટમાં અટેમ્પટ થયો હતો ત્યારે દિવસે ઘણો નિરાશ થયો હતો. આ સમયે મને મારા મધર-ફાધરે મોટિવેટ કર્યો અને ફરીથી તૈયારી કરીને તેમાં પાસ થયો હતો. પછી જ્યારે સીએમએની ફાઇનલની એક્ઝામની તૈયારી માટે સબ્જેક્ટ મુજબ નોટસમાં પોઇન્ટ લખીને ૮થી ૧૦ કલાકની મહેનત શરૃ કરી હતી. દરેક સબ્જેક્ટની એડવાન્સ તૈયારી કરવી જોઇએ. મારા ફાધર આ જ ઇન્સ્ટિટયુટમાં ૨૦ વર્ષથી પાર્ટટાઇમ જોબ કરે છે જ્યારે મને કોઇ સબ્જેક્ટમાં મુશ્કેલી હોય ત્યારે ફેકલ્ટી દ્વારા તેનું સોલ્યુશન કરી આપવામાં મદદ કરતા હતા. પરિવારની અથાગ મહેનતને લીધે હું આ ગોલ સુધી પહોંચી શક્યો છે અને મારો ગોલ મેન્યુફેક્ચરિંગમાં જોબ કરવાની ઇચ્છા છે. - વત્સલ ગાંધી, ફાઇનલ એક્ઝામ સ્ટુડન્ટ, AIR-40 - 800/454
સી.એ.ની એક્ઝામ આપતા ઇન્ટર એક્ઝામ ટફ લાગી ન હતી
ઇન્ટર એક્ઝામ માટે પ્રેક્ટિસ ખૂબ જરૃરી છે તેને લઇને હું ૫થી ૬ કલાક રીડિંગ કરતો હતો. નિયમિત એકાઉન્ટ, લૉ અને ટેક્સન્સના નિયમોમાં થતા ફેરફારની જાણકારી રાખવી પડે છે. મેં સી.એ.ની એક્ઝામ પાસ કરવા માટે ચાર વર્ષ મહેનત કરી હોવાથી આ એક્ઝામ મને ટફ લાગી ન હતી. મારા મધર-ફાધર જોબ કરે છે. હવે મારે પ્રોફેશનલ સર્વિસની પ્રક્ટિસ કરવાની ઇચ્છા છે. એક્ઝામ પેટન્ટ મુજબ સતત ૮ દિવસ ચાલતી હોવાથી એડવાન્સ તૈયારી કરવી જોઇએ પ્રોફેશનલ સર્વિસ કરવાની ઇચ્છા છે. આમ તો એક્ઝામને ટફ ગણી શકાય પરંતુ પ્લાનિંગ અને રૃટિનને સેટ કરીને ચાલો તો ધાર્યું પરિણામ આવ્યા વિના રહેતું નથી. - મિહિર ત્રિપાઠી, ઇન્ટર એક્ઝામ સ્ટુડન્ટસ, AIR-17 - 800/550
મારા માટે ઇન્સ્ટિટયૂટ એર મોડલ સમાન છે
સબ્જેક્ટ મુજબનું કરેન્ટ અફેર્સ, ગવર્મેન્ટના નવા લૉ, જીએસટી ટેક્સમાં થતા ફેરફારને ધ્યાનમાં રાખીને વિષયની તૈયારી કરતી હતી. મારા રેન્ક મેળવવામાં ઇન્સ્ટિટયૂટ એર મોડલ સમાન છે તેમ હું માનું છું. આગળનો ગોલ પહેલા જોબ કર્યા પછી પોતાના બિઝનેસ કરવાની ઇચ્છા છે.- દિવ્યા ટહેલરામાણી, ઇન્ટર સ્ટુડન્ટ AIR -25-800- 536