For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શહેરની સોસાયટીઓ ફન એક્ટિવિટી કરી નવા વર્ષને ઉત્સાહભેર આવકારશે

સાથે મળીને સેલિબ્રેશન કરીને એક પરિવારનો મેસેજ આપીએ છીએ

Updated: Dec 28th, 2022

Welcome 2023


એક દિવસ પછી થર્ટી ફર્સ્ટ છે. થર્ટી ફર્સ્ટના સેલિબ્રેશન માટે ફાર્મ હાઉસ, ક્લબ, હોટલમાં મ્યુઝિક- ડાન્સ સાથે નવા વર્ષને આવકારવાનો યંગસ્ટર્સમાં ક્રેઝ છે. થર્ટી ફર્સ્ટ સેલિબ્રેશનના માહોલ વચ્ચે  શહેરમાં ટ્રાફીક સમસ્યા થવાની શક્યતા પણ વધતી જોવા મળે છે ત્યારે આ બધી સમસ્યાઓથી દૂર રહી શકાય સાથે મ્યુઝિક, ડાન્સ સાથે ફન એક્ટિવિટી કરીને થર્ટી ફર્સ્ટને એક અલગ અંદાજમાં સેલિબ્રેશન કરવાનું આયોજન કરી રહ્યા છે.

સાથે મળીને સેલિબ્રેશન કરીને એક પરિવારનો મેસેજ આપીએ છીએ

Article Content Imageસોસાયટીમાં એક હજાર જેટલા પરિવાર રહે છે. ક્રિસમસના પાંચ દિવસ સોસાયટીમાં 'ઇસ્કોન પ્લેટિનમ કાર્નિવલ'નું આયોજન કર્યું હતું, જેમાં બાળકોએ ફેશન શૉ, ટેલેન્ટ શૉ અને આર્ટ એન્ડ ક્રાફ્ટની એક્ટિવિટી કરી હતી. નવા વર્ષના સેલિબ્રેશન માટે આ વર્ષે અમે બાળકો માટે ખાસ કરીને મ્યુઝિક ડાન્સ, હાઉસી, વડીલો માટે વિવિધ એક્ટિવિટી તેમજ સ્વ-ખર્ચે જમી શકે તે માટે ફૂડ કોર્ડનું આયોજન કર્યું છે. સોસાયટીના બધા સભ્યો સાથે નવા વર્ષનું સેલિબ્રેશન કરવાથી સોસાયટી એક પરિવાર છે તે મેસેજ આપી શકાય છે. ડાન્સ, મ્યુઝિકના તાલે નવા વર્ષને સેલિબ્રેશન કરવા માટે દરેક લોકો આતુરતાથી રાહ જાઇ રહ્યા છે. - કમિટી સભ્યો

 

સફલ પરિસર-૧, સાઉથ બોપલ

ડિનર અને ડી.જે.પાર્ટીનું આયોજન

દર વર્ષે સોસાયટીના લોકો નવા વર્ષને સેલિબ્રેશન કરવા માટે બહાર ફાર્મ હાઉસArticle Content Image, ક્લબ, કેફેમાં જતા હતા જેને લીધે ક્યારેક ટ્રાફિક સમસ્યાનો ભોગ બનતા હતા ત્યારે અમે આ વર્ષે સોસાયટીમાં જ થર્ટી ફર્સ્ટ પાર્ટીનું સેલિબ્રેશન કરવાનું આયોજન કર્યું છે. થર્ટી ફર્સ્ટના દિવસે અમે ખાસ કરીને ડિનર અને ડી.જે.પાર્ટીનું આયોજન કર્યું છે જેને લીધે મનમૂકીને લોકો ડાન્સ કરી શકે. બાળકોને એન્ટરટેન્ટમેન્ટ કરવા માટે અંતાક્ષરી, સંગીત ખુરશી સહિતની સ્પર્ધાઓનું આયોજન કર્યું છે. સોસાયટીના દરેક સભ્ય એકબીજાને મળીને નવા વર્ષની શુભકામનાઓ આપશે.-  જયમીન પટેલ, ચેરમેન

 

આવલી સિગ્નેચર, મોટેરા

સોસાયટીના બાળકો, યુવાનો ગૂ્રપ સાથે વિવિધ સ્ટેજ પરફોેર્મ કરશે

Article Content Imageસોસાયટીમાં યુનિટી જળવાઇ રહે તે માટે નવા વર્ષનું સેલિબ્રેશન ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. સોસાયટીના બાળકો, નવ યુવાનો, મહિલાઓ ડાન્સ સહિતની એક્ટિવિટીની ઘણાં સમયથી પ્રેક્ટિસ કરી રહ્યા છે. સોસાયટીના દરેક પરિવાર સાથે મળીને નવા વર્ષના રંગમાં રંગ ઉમેરીને બધા સાથે મળીને આવકારીશું. અમારી સોસાયટીમાં આ પહેલા વર્ષે વેલકમ ૨૦૨૩ માટેનું આયોજન કરી રહ્યા છે જેને લીધે સોસાયટીમાં રહેતા બધા લોકોનો ઘણો સપોર્ટ રહ્યો છે. આ દિવસે સોસાયટીમાં કોઇપણ વ્યકિત મનગમતા વિષય પર પોતાના પ્રતિભાવ આપશે. સોસાયટીમાં પાર્ટીનું સેલિબ્રેશન કરવાથી દરેક સભ્યના નાણાંની બચત થઇ શકે છે.  -ડૉ.વિજય પટેલ, ચેરમેન,

 

શિવાલિક શારદા પાર્ક વ્યુ, શેલા

બાળકોેને એન્ટરટેનમેન્ટ કરવા માટે કાર્ટૂન કેરેક્ટર્સ પણ રાખ્યા છે

Article Content Imageઆગામી થર્ટી ફર્સ્ટના દિવસે અમારી સોસાયટીના બાળકો માટે ખાસ એન્ટરટેનમેન્ટ થાય તે માટે ગેમ, મ્યુઝિક અને ડાન્સ પાર્ટીનું આયોજન કર્યું છે. નવા વર્ષનું સેલિબ્રેશન સોસાયટીમાં કરવાથી ટ્રાફિક સહિતની સમસ્યાઓનો ડર રહેતો નથી અને બાળકો પણ એન્જોય કરી શકે છે. બાળકો માટે શાન્તાક્લોઝ અને કાર્ટૂન કેરેક્ટર્સ પણ રાખવામાં આવ્યા છે અને ગેમમાં વિનર થનાર બાળકોને ખાસ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. નવા વર્ષના સેલિબ્રેશન સાથે ે સોસાયટીના સભ્યો એકબીજાને મળતા એકબીજા સાથેનો વિશ્વાસ કેળવી શકે છે. સોસાયટીમાં જ તમામ પ્રકારની વ્યવસ્થા કરી હોવાથી બાળકો સાથે પરિવારના સભ્ચો ઉત્સાહ સાથે પાર્ટી સેલિબ્રેશન કરી શકે છે.  - રાજેન્દ્રસિંહ ચૌહાણ, ચેરમેન

 

ઓર્ચિડ હાઇટ્સ, શેલા

પપેટ અને મેજિક શૉ સાથે ડાન્સ કરી નવા વર્ષને આવકારીશું

Article Content Imageસોસાયટી દ્વારા ક્રિસમ સેલિબ્રેશન કરવામાં આવ્યું છે. 2023ના વર્ષને વેલકમ કરવા માટે સોસાયટીમાં ખાસ કરીને સ્પેશિયલ બજેટ ફાળવીને મ્યુઝિક, ડી.જે. પાર્ટીનું આયોજન કર્યું છે. સોસાયટીમાં જ મ્યુઝિક ડાન્સનું આયોજન કરવાથી બધા લોકો જોડાય છે. દરેક વ્યક્તિ પોતાની પ્રતિભાને સ્ટેજ પર પરફોર્મ કરી શકે તે માટે પપેટ શૉ, મેજિક શૉ સાથે અવનવી એક્ટિવિટીનું આયોજન કર્યું છે. સોસાયટીમાં જ થર્ટી ફર્સ્ટની પાર્ટીનું સેલિબ્રેશન કરવાથી લોકો બહાર જવાનું ટાળે છે. સોસાયટીમાં સમગ્ર વર્ષ સાથે રહેતા હોવાથી બધા જ લોકો પાર્ટી સેલિબ્રેશનમાં જોડાઇ તો ઘણી મજા આવે તે હેતુથી અમે આ પાર્ટીનું આયોજન કર્યું છે. - શાલૂ દોશી, સેક્રેટરી

Gujarat