95 ટકા લોકો સબકોન્સિયન્સ માઇન્ડથી નિર્ણય કરે છે, જેનો ફાયદો બ્રાન્ડ માર્કેટિંગ દ્વારા મેળવે છે
માઇકા ઈન્સ્ટિટયૂટમાં 'ધ પાવર ઓફ સ્ટોરીટેલિંગ' પર માર્કેટિંગ કન્સલટન્ટ ક્રિસ્ટોફર બ્રાસની ટોક યોજાઇ
માઇકા ઈન્સ્ટિટયૂટ ખાતે 'ધ પાવર ઓફ સ્ટોરીટેલિંગ' પર માર્કેટિંગ કન્સલટન્ટ ક્રિસ્ટોફર બ્રાસના લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેઓએ સ્ટોરીટેલિંગના સાયન્સ વિશેની વાત સ્ટુડન્ટસને કરી હતી. ગ્રાહક અને વેપારીઓનો સ્વભાવ સ્ટોરીટેલિંગ દ્વારા કેવી રીતે બદલી શકાય છે, તેનું નોલેજ પણ તેમણે સ્ટુડન્ટસ સાથે શેર કર્યું હતું. લેક્ચરમાં ક્રિસ્ટોફર બ્રાસે કહ્યું કે, ૯૫ ટકા લોકો સબકોન્સિયન્સ માઇન્ડથી જ નિર્ણય લેતા હોય છે. તેથી બ્રાન્ડ માર્કેટિંગ માટે લોકોના ઇમોશન્સનો ઉપયોગ કરે છે. બાન્ડ હંમેશા લોકોના ઇમોશન્સ પર પ્રહાર કરે છે, ત્યાર બાદ લોજિક પર ટાર્ગેટ કરે છે. ઇમોશન્સને માર્કેટિંગ હથિયાર બનાવવા માટે બાન્ડ અને કંપનીઓ સ્ટોરીટેલિંગનો ઉપયોગ કરે છે. માર્કેટિંગ કન્સલટન્ટ ક્રિસ્ટોફર બ્રાસના લેક્ચરમાં શહેરની વિવિધ ઈન્સ્ટિટયૂટના ૧૦૦થી વધારે સ્ટુડન્ટસ હાજર રહ્યાં હતા.
બ્રાન્ડ સ્થાનીક લોકોના વ્યવહારનો અભ્યાસ કરે છે
લોકોનું ઇમોશનલ કનેક્શન મેળવવા માટે બ્રાન્ડ સ્થાનીક લોકોના વ્યવહારનો અભ્યાસ કરે છે. ત્યારબાદ લોકોની લાઇફસ્ટાઇલની જાણકારી મેળવે છે. જેના આધારે બ્રાન્ડ પોતાની પ્રોડક્ટને લોકોના ઇમોશન સુધી પહોંચાડે છે. જેની અસર મોટાભાગના લોકો પર જોવા મળે છે, જેઓ ઇમોશન્સના આધારે પ્રોડક્ટને ખરીદતા હોય છે. જ્યારે ખૂબ ઓછા લોકો લોજીકના આધારે ખરીદી કરે છે.