For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બાળકોની પરેડ, રહીશો દ્વારા સ્વચ્છતા અભિયાન તેમજ સિક્યોરિટી ગાર્ડના હસ્તે ધ્વજવંદન કરાશે

સોસાયટીઓમાં આ રીતે થશે પ્રજાસત્તાક દિનની ઉજવણી

Updated: Jan 25th, 2023

1947માં બ્રિટીશ શાસનમાંથી દેશને આઝાદી મળ્યા પછી 1950માં પ્રથમ પ્રજાસત્તાક દિન તરીકે ઉજવણી કરવામાં આવી હતી. દેશભરમાં આજે 74મા પ્રજાસત્તાક દિનની ઉજવણી થઇ રહી છે ત્યારે શહેરની વિવિધ સોસાયટીઓ દ્વારા વિશિષ્ટ આયોજન સાથે મ્યુઝિક બેન્ડ સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં બાળકોની પરેડ, સ્વચ્છતા અભિયાન, વડીલો અને સિક્યોરિટીના હસ્તે ધ્વજવંદન કરીને દિવસને યાદગાર બનાવીને રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરાશે.

પ્રજાસત્તાક દિવસની ઉજવણી સાથે વડીલો નવી પેઢીને સામાજિક જીવન વિશે માર્ગદર્શન આપશે

ગોયલ ઇન્ટર સિટી, થલતેજ

ધ્વજવંદન સાથે સ્વચ્છતા અભિયાનનો સંકલ્પ કરીશું

Article Content Image74મા પ્રજાસત્તાક દિન નિમિત્તે સોસાયટીમાં બાળકોને ઘોડાઘાડીમાં બેસાડીને દેશભક્તિ વિશેની માહિતી આપવામાં આવશે. સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયેલા લોકો વિશે બાળકો પોતાના પ્રતિભાવ આપશે અને ત્યારબાદ ધ્વંજવંદન કરીશું. સોસાયટીના બધા જ લોકો સ્વચ્છતા અભિયાન અંતર્ગત સૂકો-અને ભીના કચરાને અલગ જ રાખવો, ગમે તે જગ્યાએ કચરો ફેંકવો નહીં, પોતાના ઘરને અને શહેરને સ્વચ્છ રાખવાનો સંકલ્પ કરી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરીશું. રાષ્ટ્રીય તહેવારમાં બધા જ લોકો વહેલી સવારે જ સોસાયટીમાં ઉત્સાહભેર જોડાય છે જેને લીધે દરેક વ્યકિતને ઘણો આનંદ થાય છે.  -કુમાર મહેતા, વાઇસ ચેરમેન

 

સન્મુખ એપાર્ટમેન્ટ, બકેરી સિટી-વેજલપુર

બાળકો હાથમાં રાષ્ટ્રધ્વજ લઇને રેલીમાં જોડાશે

Article Content Imageસોસાયટીના બાળકો હાથમાં રાષ્ટ્રધ્વજ લઇને સોસાયટીમાં થતી રેલીમાં જોડાશે. અમારી સોસાયટીમાં 2019થી સોસાયટીના સિક્યોરિટી ગાર્ડના હસ્તે અમે રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ. બાળકો સ્વાતંત્ર્ય સેનાની ડ્રેસકોર્ડમાં સજ્જ થઇને તેમના જીવન વિશે પોતાના પ્રતિભાવ આપશે. સોસાયટીના વડીલો આજની યુવાપેઢીને સામાજિક જીવન વિશે માર્ગદર્શન આપશે. સોસાયટીના દરેક વ્યકિત એકબીજાને મદદરૂપ બનવાનો સંકલ્પ કરશે. રાષ્ટ્રીય પર્વ નિમિત્તે વિવિધ રમતનું આયોજન કર્યું છે અને વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.  - પ્રશાંત શાહ, ટ્રેઝરર

 

મેપલ ટ્રી, બોપલ

ધ્વજવંદન પછી બાળકો અને વડીલો વિવિધ રમતો રમશે 

Article Content Imageસોસાયટીમાં તહેવારની સાથે દરેક રાષ્ટ્રીય પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. પ્રજાસત્તાક દિનને નિમિત્તે સોસાયટીના બાળકો દ્વારા સવારે પરેડ કરવામાં આવશે ત્યારબાદ સોસાયટીના સભ્યોની ઉપસ્થિતિમાં ધ્વંજવંદન કાર્યક્રમ કરવામાં આવશે. બાળકો ઘણાં દિવસથી પરેડ માટેની જાતે જ પ્રેક્ટિસ કરી રહ્યા છે. બાળકો વિવિધ કાર્યક્રમમાં જોડાઇને રાષ્ટ્રપ્રત્યેની ભાવના જાગે તે અમારો મુખ્ય હેતુ છે. બાળકો અને વડીલો એક સાથે અવનવી રમત રમશે સાથે બધા લોકો ભોજન કરવાનું આયોજન કર્યું છે. - નિલેશ સોની, કમિટી મેમ્બર

 

ઓર્ચિડ હાઇટ્સ, શેલા

સવારે ધ્વજવંદન અને સાંજે સંગીત સમારોહનું આયોજન

Article Content Imageસોસાયટીના બધા વહેલી સવારે પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં જોડાઇ તે માટે બધા જ સભ્યોને જાણ કરી છે. આ વર્ષે ૭૪મો પ્રજાસત્તાક પર્વ છે ત્યારે અમે સોસાયટીના ૭૪ વર્ષના વડીલના હસ્તે ધ્વજવંદન કરાવીનેે તેમના પ્રવચનનો લાભ મેળવીશું. બાળકો ડ્રેસકોર્ડમાં આવીને દેશભક્તિના ગીતની પ્રસ્તુતિ કરશે. લોકો પાણીનો બગાડ ઓછો કરે, પર્યાવરણની જાળવણી અને કચરાનું યોગ્ય વિઘટન કરી સ્વચ્છતા જાળવીને નિરોગી રહેવાનો સૂચિમંત્ર આપશું. સોસાયટીમાં રાત્રે સંગીત સંધ્યાનું પણ આયોજન કરાયું છે. -શાલૂ દોશી, સેક્રેટરી

Gujarat