ઓસ્ટ્રેલિયન વાદ્ય ડિજરીડૂને સરક્યુલર બ્રિધિંગ ટેકનિકથી 35 મિનિટ સુધી વગાડી શકું છું
સોફ્ટવેર એન્જિનિયર સચદીપસિંઘ જુનેજા અડધો ડઝનથી વધુ વાદ્ય વગાડે છે, જેમાં ડિજરીડૂ અને મિડલ ઇસ્ટનું દરબુકા વાદ્ય પણ સામેલ છે
ભારતમાં ખૂબ ઓછા મ્યુઝિશ્યન છે જેઓ ઓસ્ટ્રેલિયન વાદ્ય ડિજરીડૂ અને મિડલ ઇસ્ટનું દરબુકા વાદ્ય વગાડી જાણે છે. અમદાવાદમાં રહેતા અને સોફ્ટવેર એન્જિનિયરિંગના ફિલ્ડ સાથે જોડાયેલા સેટેલાઇટ વિસ્તારના સચદીપસિંઘ જુનેજા એમાંના એક છે. તેઓએ યુ-ટયુબની મદદથી આ બન્ને વાદ્ય શીખ્યા છે. સાત વર્ષની ઉંમરમાં જ તબલાં શીખી મ્યુઝિક સાથે અનોખો નાતો જોડાઇ ગયો હતો. કોલેજના ર્ફ્સ્ટ યરમાં ડ્રમ પર હાથ અજમાવીને કોલેજ બેન્ડના લીડ ડ્રમરિસ્ટ બન્યા. આજે સચદીપસિંઘ પર જેમ્બે, બોન્ગો, ઢોલ, કેઝન, ઓક્ટ્રોપેડ, ફ્રી ડ્રમ છે. આ તમામ તાલબીટવાળા વાદ્ય વગાડી જાણે છે. તેઓએ કહે છે કે, હું જ્યારે કોલેજના બેન્ડ સાથે પરફોર્મ કરવા ગયો ત્યાં એક બેંગ્લોરની વ્યક્તિને ડિજરીડૂ સાથે ડ્રમનું ફ્યુઝન કરવા કહ્યું મને નવાઇ લાગી પરંતુ ઉપસ્થિત સૌને આ ફ્યુઝન ગમ્યું ત્યારથી મને આ વાદ્ય શીખવાની પ્રેરણા જાગી. આજે હું જોબની સાથે વીકએન્ડને મ્યુઝિક માટે જ રાખું છું.
છ મહિને યુ ટયુબ ૫રથી ડિજરીડૂ વગાડતા શીખ્યો
ડિજરીડૂ ઇન્ડિયામાં ખુબ ઓછું જોવા મળે છે, હું તેને ખરીદવા જાણીતી દરેક જગ્યાઓ પર ફરી વળ્યો પણ મને તે ન મળ્યું. ઓનલાઇન ખરીદવા મેં અઢી મહિના રાહ જોઇ ત્યારબાદ તે મને મળ્યું. અને તે પણ સિન્થેટીક મટીરીયલમાં મળ્યું. જ્યારે હું તેને લાવ્યો ત્યારે તે કેવી રીતે વગાડાય તેની મને ખબર નહતી. યુટયુબમાંથી શીખવાનું ચાલુ કર્યું. આ ઓસ્ટ્રેલિયાનું ખુબ ફેમસ ઇન્સ્ટ્રુમેન્ટ છે પરંંતુ યુટયબમાં પણ તેને શીખવાના રીસોર્સીસ ખુબ ઓછા છે. મેં સતત છ મહિના સમય આપીને તેની બ્રીધિંગ ટેકનીક અને હાથની મુવમેન્ટ શીખી. આવડીગયા પછી મેં પહેલી વખત ડિજરીડૂ અને ડ્રમ વગાડવાનું શરૃ કર્યું.
એક્સપેરિમેન્ટ કરવા મિડલ ઇસ્ટનું વાદ્ય દરબુકા વસાવ્યું
જ્યારે હું સ્ટ્રેસમાં હોઉ ત્યારે મ્યુઝિક મને રિફ્રેશ કરે છે અને મારી લાઇફમાં તે મોટિવેટર કરવાનું કામ કરે છે. હું મ્યુઝિકમાં એક્સપેરિમેન્ટ કરતો હોઉં છું તેથી ડીડગીરીડુ સાથે મિડલ ઇસ્ટનું ઇન્સ્ટ્રુમેન્ટ દરબુકા વસાવ્યું અને આજે હું ડિજરીડૂ અને દરબુકાનું ફ્યુઝન કરું છું. આ સાથે દરેક જગ્યાએ ડ્રમને લઇ જવું ખૂબ મુશ્કેલ બને છે તે માટે ફ્રી ડ્રમ માર્કેટમાં નવું આવ્યું છે. જે બ્લુટુથથી કનેક્ટ કરી. તેમાં રહેલા ચાર સેન્સરમાંના બેને ડ્રમ સ્ટીકમાં અને બે સેન્સર પગમાં લગાડીને હવામાં મ્યુઝિક વગાડું છું.
ડિજરીડૂ વાદ્ય શું છે?
ડિજરીડૂ એ ઓસ્ટ્રેલિયાનું વર્ષો જૂનું મ્યુઝિક ઇન્સ્ટ્ુમેન્ટ છે. આ ઇન્સ્ટ્રુમેન્ટ ઓસ્ટ્રેલિયામાં ઉગતા નીલગીરીના ઝાડમાંથી બનાવવામાં આવે છે. આ વાદ્યને વગાડવા માટે 'સરક્યુલર બ્રિધિંગ ટેકનિક' લાગે છે, જેમાં નાકથી શ્વાસ લઇ મોંઢાથી છોડવાનો હોય છે અને આ બન્ને પ્રક્રિયા એક જ સાથે થવી જોઇએ. કોઇપણ સામાન્ય વ્યક્તિ આ ટેકનિક પ્રમાણે ૬-૭ સેકન્ડથી આ વાદ્ય વધારે ન વગાડી શકે. જ્યારે સતત પ્રેક્ટિસથી સચદીપસિંઘ તેને ૩૫ મિનિટ એકધારું વગાડી શકે છે અને એક્સપેરિમેન્ટ માટે બીટ બોક્સિંગ કરે છે.
દરબુકા શું છે?
દરબુકા એક તાલ વાદ્ય છે જે મિડલ ઇસ્ટમાં ખૂબ જ જાણીતું છે જે બેલી ડાન્સના પરફોર્મન્સ વખતે વગાડવામાં આવે છે. ડિજરીડૂ અને દરબુકાનું ફ્યુઝન અદ્ભુત હોય છે.