ગયા વર્ષની હારમાંથી ઘણું શીખીને આજે વેસ્ટ ઝોન યુથ ફેસ્ટિવલમાં વિનર બની
35મા ઇન્ટર યુનિવર્સિટી વેસ્ટ ઝોન યુથ ફેસ્ટિવલમાં વિજેતા સ્ટુડન્ટ દિલ્હીમાં યોજાનાર નેશનલ યુનિ.ફેસ્ટમાં વેસ્ટ ઝોનનું પ્રતિનિધિત્વ કરશે
સુરત બારડોલીની ઉકા તરસાડીયા યુનિવર્સિટી ખાતે ૩૫માં ઇન્ટર યુનિવર્સિટી વેસ્ટ ઝોન યુથ ફેસ્ટિવલ ૨૦૧૯નું આયોજન કરાયું હતું. આ ઇન્ટર ઝોનલ યુથ ફેસ્ટિવલમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગોવા તેમજ દીવ-દમણ અને દાદરાનગર હવેલી સાથે મળીનેે ૪૮ યુનિવર્સિટીના ૧૮૦૦થી વધુ વિદ્યાર્થીઓએ મહેંદી, રંગોળી, સ્કીટ, વેસ્ટર્ન સોલો, ગૂ્રપ ડાન્સ, સોલો ડાન્સ, ક્લાસીક વૉકલ સોલો, ઇલોક્યુશેન જેવી ૨૦થી વધુ ઇવેન્ટસમાં પાર્ટીસિપેન્સ થઇને વેસ્ટઝોનને રિ-પ્રેઝન્ટ કર્યું હતુંં. ગુજરાતમાંથી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજના સ્ટુડન્ટ મહેંદી, રંગોળી અને સ્કીટ ઇવેન્ટમાં સુંદર પ્રર્ફોમન્સ કરીને વિનર બન્યા હતા. આ ટીમ હવે ૩થી ૭ ફેબુ્રઆરીએ દિલ્હીની એમિટી યુનિવર્સિટી ખાતે નેશનલ યુથ ફેસ્ટિવલમાં વેસ્ટ ઝોનને રિ-પ્રેઝન્ટેશન કરશે.
પંચતંત્રની વાર્તાઓને મોર્ડન સ્વરૂપે સ્કિટ દ્વાર રજૂ
જીત વ્યાસ, લલિત રાઓ, વિરાજ નાયક, મોનિત પાલ, ચિંતન જોશી અને ઋત્વિજ ઠાકરની ટીમ દ્વારા 'વિનાશ કા દૌર પ્રચંડ' ટાઇટલ સ્કિટની પ્રસ્તુતિ કરા,ઇ જેમાં આપણા પૂર્વજો દ્વારા આજના માણસને પોતાની સાચી દિશા બતાવવાનું કાર્ય કર્યું હતું. તેમજ પર્યાવરણ બચાવો, પાણીની સમસ્યા, એજ્યુકેશન, ગરીબી તેમજ ભષ્ટ્રાચારના મુદ્દાને અત્યારના સમયમાં સ્કિટમાં રજૂ કર્યા હતા. ટીમના સુંદર પર્ફોમન્સને લઇને થર્ડ વિનર બન્યા હતા હવે ટીમના દરેક સભ્યનું માનવું છે કે થોડી વધારે મહેનત કરીશું તો નેશનલ યુથ ફેસ્ટમાં ફસ્ટ વિનર બની શકતા અમને કોઇ રોકી શકશે નહીં. - એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ અને સાલ એજ્યુકેશનના સ્ટુડન્ટની ટીમ
મહેંદી મૂકવાની કળા મમ્મી પાસેથી શીખવા મળી હતી
મહેંદી મૂકવાની વિવિધ ટેકનિક મને મારી મમ્મી પાસેથી શીખવા મળી હતી જે મને યુથ ફેસ્ટિવલમાં ઘણી ઉપયોગી બની હતી. પરંપરાગત બ્રાઇડલ મહેંદી મૂકી હતી. ગયા વર્ષે હારનો સામનો કરવો પડયો હતો જેનાથી પહેલેથી ઘણું શીખીને આ યુથ ફેસ્ટિવલમાં વિનર બની છું. હું આવનારા નેશનલ યુથ ફેસ્ટિવલમાં સમયસર પૂરો કરવાનો પ્રયત્ન કરીશ. તેમજ મારી એજ્યુકેશન લાઇફમાં આ છેલ્લો નેશનલ યુથફેસ્ટ હશે, જેમાં અથાગ મહેનત કરીને તેમાં વિનર બનીને યાદગાર બનાવવાનંુ મારું સપનું છે.- નેહા ધોરાજીયા, સિલ્વર ઓક કોલેજ
હાઇસ્પીડ અને રેપ સોન્ગમાં ફેસનો હાવભાવ જરૂરી
હું ઘણા સમયથી વેસ્ટર્ન વોકલ સોલોેને પ્રેઝન્ટ કરું છે. મારા વેસ્ટર્ન વોકલ સોલોમાં રજૂ કરેલા બે સોન્ગમાં હાઇસ્પીડ અને રેપની પ્રસ્તુતિ કરાઇ. વેસ્ટર્ન વોકલ સોલોમાં વ્યકિતના ફેસના હાવભાવ ખૂબ જરૃરી છે કેમ કે ફેસના ભાવથી રજૂ કરેલા સોન્ગને લોકો વધુ પસંદ કરે છે. યુથ ફેસ્ટમાં બ્રુનો માર્સ અને જેસોન મ્રાજના સોન્ગ રજૂ કર્યા. -આશિષ દુબે, બીએમવી કોલેજ, વિદ્યાનગર