વ્યક્તિમાં છૂપાયેલા સંગીતકારને લાઇવ સ્ટેજ પર પરફોર્મ કરવામાં મદદરૂપ બનતું 'મ્યુઝિક મંત્ર' ગ્રુપ
90%બાથરૂમ સિંગરને સ્ટેજ પર પરફોર્મ કરતા કર્યા
સંગીતમાં એક અજબ પ્રકારની શકિત છે. તેની સાધના દ્વારા સાધક ભરઉનાળે વરસાદ વરસાવી શકે છે. મરણ પથારીએ પડેલા વ્યક્તિમાં પ્રાણનો સંચાર કરી શકે છે. સંગીતની શક્તિનો સ્વીકાર વૈજ્ઞાનિકોએ પણ કર્યો છે એટલે જ તો સંગીત થેરાપી દ્વારા રોગનો ઉપચાર શક્ય બન્યો છે. મનગમતું ગીત સાંભળીને કે તેને ગણગણવાથી મન પ્રસન્ન તો થઇ જ જાય છે.
ગાવાથી કોન્ફિડન્ટ લેવલ અપ આવે છે અને સ્ટ્રેસ દૂર થઇ જાય છે
'હું કોલેજમાં હતી ત્યારે બે વર્ષ ક્લાસિકલ સંગીત શીખી હતી. એ વખતે યુનિવર્સીટીના પ્રોગ્રામમાં ગાતી હતી. પછી તો લગ્ન અને બાળકોની જવાબદારીમાં સંગીત છૂટી ગયું. હવે ૪૫ વર્ષે બાળકો મોટા થતાં મેં ગાવાનું શરૃ કર્યું છે. ઘરનું કામ કરતાં કરતાં લતા મંગેશકરના ગીતો સાંભળું છે. પછી તેને ગાવાની પ્રેક્ટિસ અમારા ગ્પમાં જઇને તો ક્યારેય ઘરે કરી લઉં છું. ગાવાને લીધે મને માનસિક થાક લાગતો નથી. મન પ્રફુલ્લીત રહે છે અને રિચાર્જ થઇ જાઉં છું. કોન્ફિડન્ટ લેવલ અપ આવે છે.' - મનીષા બ્રહ્મભટ્ટ, ગૃહિણી (વેજલપુર)
કલાને જેટલી વિકસાવસો એટલી નિખરશે
'અમારા ગુ્રપમાં ૧૦ ટકા લોકો એવા છે જેમણે સંગીતની તાલીમ લીધી છે, બાકીના ૯૦ ટકા લોકો બાથરૃમ સિંગરમાંથી સ્ટેજ પર પરફોર્મ કરતાં થયાં છે. અમે મહિને એક પ્રોગ્રામ કોમ્યુનિટિ હોલમાં રાખીએ છીએ. એના રૃપિયા ગ્પના મેમ્બર ડિવાઇડ કરી લઇએ છીએ. શ્રોતાઓ માટે કોઇ ચાર્જ હોતો નથી. એક પ્રોગ્રામ ત્રણ કલાકનો હોય છે અને એમાં ૨૫થી ૩૦ બોલિવુડના ગીતોનો સમાવેશ કરવામાં આવે છે. સ્ટેજ પર પ્રોગ્રામ કરીએ એ પહેલાં પ્રેક્ટિસ કરીએ છીએ. જેમાં બ્રિથિંગ ટેક્નિક, પોઝ, એક્સપ્રેશન, વોઇઝ રેન્જ, ઉચ્ચારો ઉપર ભાર મૂકીને ગ્પના મેમ્બરને ટ્રેઇન કરીએ છીએ. જેથી તે સરસ રીતે પરફોમ કરી શકે.' - ડો. કુમાર બારોટ (આંબાવાડી)
હવે ટીવી જોવાને બદલે ગાવાની પ્રેક્ટિસ પાછળ સમય ફાળવું છું
'મેં ક્યારેય સંગીતની તાલીમ લીધી નથી. ૫૦ વર્ષ સુધી ક્યારેય કોઇ ગીત ગાયું નથી, હા મને સાંભવાનો શોખ ખરો. અમારા ત્યાં સંગીતનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. એમાં મેં જોયું કે ઓર્કેસ્ટ્રા વગર કોમ્યુટર દ્વારા સિંગર સરસ મજાના ગીતો ગાતા હતા. એ અંગે વધારે તપાસ કરી તો ખબર પડી 'કેરિઓ કે સિસ્ટમદ દ્વારા આ શક્ય છે. એમાં પ્રેક્ટિસ પણ કરી શકાય અને પરફોર્મ પણ. બસ પછી તો રોજ રાત્રે ગાયા વગર સૂવાનું નહીં એવો નિયમ બનાવી દીધો. અમે ગ્પમાં પણ કેરિઓ કે સિસ્ટમ દ્વારા પરફોર્મ કરીએ છીએ. ગાવાથી મનને શાંતિ મળે છે અને સ્ટ્રેસ દૂર થઇ જાય છે. મારો આત્મવિશ્વાસ વધ્યો છે. હવે હું કોઇપણ જગ્યાએ સ્ટેજ ફિયર વગર ગાઇ શકું છું. '- રાકેશભાઇ પાહુજા, બિઝનેસમેન (નવરંગપુરા)
વ્યક્તિમાં છૂપાયેલો ઉમદા સંગીત કલાકાર એકાંતમાં જ નજરે પડે છે
આપણી વચ્ચે મ્યુઝિક મંત્ર નામનું એક એવું ગુ્રપ છે. જે પ્લેટફોર્મ ટુ પરર્ફોમમાં માને છે. આ ગુ્રપની રચના ડૉ. કુમાર બારોટે કરી હતી. જે પોતે ડૉક્ટર હોવાની સાથે ૨૦ વર્ષથી વિવિધ ગુ્રપના સિંગિંગ પ્રોગ્રામમાં જોડાય છે. તેઓ કિશોર કુમારના આશિક હોવાથી કિશોરના ગીતો ગાવાનું પસંદ કરે છે. મ્યુઝિક મંત્ર ગુ્રપને શરૃ કર્યાને હજુ એક વર્ષ થયું છે છતાં તેની સંખ્યા ૧૦૦ એ પહોંચી ગઇ છે. એમાં ૧૮ વર્ષના કોલેજ ગોઇંગથી માંડી ૮૧ વર્ષ સુધીના બિઝનેસમેન, વકીલ, ડૉક્ટર, હાઉસ વાઇફ, વકગ વુમન અને નિવૃત્ત લોકો જોડાયેલા છે. બધા વ્યવસાયે ભલે ભિન્ન ભિન્ન રહ્યા પણ ગાવવાના શોખે તેમને એક કર્યા છે.