FOLLOW US

તુલસી અને રોઝમેરી ફેફસાંના ફર્સ્ટ સ્ટેજ કેન્સરમાં અસરકારક નીવડી શકે

ફેફસાંના નોન-સ્મોલ સેલ લંગ કેન્સરને લઇને અનોખું સંશોધન

Updated: Feb 16th, 2023

વિશ્વમાં કેન્સરના દર્દીઓમાં ઘણો વધારો થઇ રહ્યો છે. કેન્સર થવા માટે વ્યસન મુખ્ય કારણ છે ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાંથી ડૉ.એચ. એન. હાયલેન્ડના માર્ગદર્શન હેઠળ મોનીકા ઠાકુરે 'એનએસસીએલસી માટે વિશિષ્ટ પ્રોટીન અને કાર્યાત્મક એટાબોલિક માર્ક્સનું વિશ્લેષણ' વિષય પર સંશોધન કાર્ય કર્યું છે.

સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં બાયોકેમેસ્ટ્રી બાયો ટેકનોલોજીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપતા મોનીકા ઠાકુરે કહ્યું કે, વિશ્વ આરોગ્ય સંસ્થાના એક રિપોર્ટ અનુસાર કેન્સરથી ઘણા લોકો મૃત્યુ પામે છે. કુલ મૃત્યુદરમાં 18 ટકા મૃત્યુ તો કેન્સરને લઇને થાય છે. ફેફસાંમાં થતા નોન-સ્મોલ સેલ લંગ કેન્સર વ્યસન, સેકન્ડ હેન્ડ સ્મોક, વાયુ પ્રદૂષણ અને વારસાગત આનુવંશિકતાથી પણ થઇ શકે છે. ફેફસાંના કેન્સરમાં બાયગ્લાઇકેન અને ફોકન અઢેસન કાયનેઝ એ બે પ્રોટીન ઝડપથી ફેફસાંને નુકસાન કરે છે. ફેફસાંમાં કેન્સર ઝડપથી ફેલાતા અટકે તે માટે રોઝમેરી અને ઓસીમોમ (તુલસીનો એક પ્રકાર) હર્બલ મહત્વનો ભાગ ભજવે છે. આ બન્ને હર્બલમાં ફાયટોકોમ્પોનન્ટ્સ વધુ હોવાથી તે રોગનિવારક ગુણધર્મો ધરાવે છે અને તેનાથી ફેફસાંના કેન્સરની શરૂઆતને 90 ટકા સારવારમાં ઉપયોગી બન્યું છે.

હર્બલ ટ્રીટમેન્ટથી કોઇ આડઅસર થતી નથી

ફેફસાંના કેન્સરની શરૃઆતમાં જાણ થાય તો દર્દીને બચાવી શકાય છે. ફેફસાંના કેન્સરમાં હર્બલ ટ્રીટમેન્ટ મહત્વનો ભાગ ભજવે છે અને તેનાથી કોઇ આડઅસર થતી નથી. આ હર્બલ પ્લાન્ટથી કેન્સરની ગાંઠને આગળ વધતી અટકાવે છે અને તેનાથી દર્દીને ફરીથી કેન્સર થતું નથી. .  

Gujarat
Magazines